તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rosh India And Cipla's Antibody Cocktail Available In India From Today, Will Cost Rs 59,750 Per Dose

કોરોના સામેની લડાઈ મજબૂત:રોશ ઈન્ડિયા અને સિપ્લાની એન્ટિબોડી કોકટેલ આજથી ભારતમાં ઉપલબ્ધ, એક ડોઝ માટે 59,750 રૂપિયા ચૂકવવા પડશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ઇમર્જન્સી ઉપયોગ માટે મળી હતી મંજૂરી

કોરોના મહામારીના ભયંકર બીજી લહેર વચ્ચે મોટા રાહતના સમાચાર છે. ફાર્મા કંપની સિપ્લા અને રોશે (Roche)ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી એન્ટિબોડી કોકટેલની પ્રથમ બેચ આજથી ભારતમાં ઉપલબ્ધ થઈ રહી છે, જ્યારે એનો બીજો જથ્થો જૂન મધ્ય સુધીમાં આવશે.

ગત દિવસોમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મળી હતી મંજૂરી
આ કોકટેલ કેસિરિવિમેબ (Casirivimab)અને ઇમ્ડેવિમેબ(Imdevimab)થી બનાવવામાં આવી છે, જેને દેશભરમાં સિપ્લાના વિતરણ નેટવર્કથી મેળવી શકાય છે. ભારતમાં કોરોનાના ઇમર્જન્સી ઉપયોગ માટે એને મે મહિનાના પ્રારંભમાં મંજૂરી આપવામાં આવી હતી. એને અમેરિકા અને યુરોપિયન યુનિયનના ઈમર્જન્સી ઉપયોગ માટે આપવામાં આવેલા ડેટાના આધારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી મંજૂરી મળી છે.

એન્ટિબોડી કોકટેલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
એક દર્દીના ડોઝ માટે 59,750 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એક સંયુક્ત ડોઝ 1200 મિલીગ્રામનો છે, જેમાં 600 mg કેસિરિવિમેબ અને 600 mg ઇમ્ડેવિમેબ છે.

એના મલ્ટી ડોઝ પેકની રિટેલ કિંમત 1 લાખ 19 હજાર 500 રૂપિયા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, એક પેકથી બે દર્દીઓની સારવાર કરી શકાય છે. કંપનીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે મોટી હોસ્પિટલો અને કોવિડ સેન્ટર પરથી દવા મેળવી શકાય છે.

આ એન્ટિબોડી કોકટેલનો ઉપયોગ 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દી અને ઓછામાં ઓછા 40 કિલો વજન ધરાવતા લોકોની સારવાર માટે થવાનો છે. દર્દી SARS-COV2 થી સંક્રમિત થયેલ હોવાની પુષ્ટિ થયેલી હોય અને કોરોનાવાયરસના કારણે ગંભીર સમસ્યાઓ હોય, સાથે જ ઓક્સિજનની જરૂર ન હોય.

સિપ્લાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબ મોનોક્લોનલ એન્ટિબોડીઝ છે, એ જે ખાસ કરીને SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન વિરુદ્ધ હોય છે. માનવકોષોમાં વાયરસની એન્ટ્રી અટકાવવા માટે એને તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...