તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rocks Fell On The Highway In Kinnaur HRTC Bus And Many Other Vehicles Buried Under Debris

હિમાચલમાં દુર્ઘટના:કિન્નૌર-હરિદ્વાર હાઈવે પર કાટમાળમાં ઘણી કાર અને બસો ફસાઈ, 10ના મોત- 50થી વધુ દબાયા; અમુક ગાડીઓ સતલજ નદીમાં પડી

2 મહિનો પહેલા

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ફરી એકવાર લેન્ડસ્લાઇડની ઘટના ઘટી છે. કિન્નૌરથી હરિદ્વારવાળા નેશનલ હાઈવે-5 પર જ્યુરી રોડ પર નિગોસારી અને ચૌરાની વચ્ચે એક પહાડ પરથી મોટા પથ્થરો ધસી પડ્યા છે. એક બસ અને ઘણાં વાહનો પર એ પડ્યા છે. મળતી માહિતી મુજબ 50થી વધુ યાત્રિકો ફસાયા છે. અત્યાર સુધી 10 લોકોને કાઢવામાં આવ્યા છે. તો 10 જેટલાં મૃતદેહ પણ મળ્યા છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને NDRFની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. ITBPને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલી બસ હરિયાણા સડક પરિવહનની છે, જે મૂરંગથી હરિદ્વાર જતી હતી.

હિમાચલ સરકાર તરફથી અત્યારસુધી બેના મોત કન્ફર્મ કરવામાં આવ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ છે. આ ઘટનામાં હજી પણ 50 લોકો દબાયા હોવાની શંકા છે. આ ઘટનામાં અત્યારસુધીમાં બસ-ડ્રાઈવર સહિત બે લોકોને બચાવવામાં આવ્યા છે. ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે, અમુક વાહનો લેન્ડસ્લાઇડને કારણે સતલુજ નદીમાં પડ્યાં છે.

ગયા મહિને કિન્નૌરમાં થયું હતું ભૂસ્ખલન
25 જુલાઈએ કિન્નૌરમાં ભૂસ્ખલન પછી પહાડ પરથી મોટા પથ્થરો એટલી ઝડપથી નીચે પડ્યા હતા કે બસ્પા નદીનો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 9 મુસાફરનાં મોત થયાં હતાં. મૃતકોમાં 4 રાજસ્થાનના, 2 છત્તીસગઢ અને એક-એક મહારાષ્ટ્ર અને વેસ્ટ દિલ્હીના હતા.
પર્યટક ટ્રાવેલર ગાડીમાં છિતકુલથી સાંગલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ બટસેરીના ગુંસા પાસે પુલ પર શિલા પડવાને કારણે પુલ તૂટી ગયો હતો અને પર્યટકોની ગાડી પણ ઝપટમાં આવી ગઈ હતી.

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ફોન પર વાત કરીને કિન્નૌર ઘટનાની માહિતી લીધી છે. પીએમ મોદીએ શક્ય દરેક મદદ કરવાની વિશ્વાસ અપાવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે આ દુર્ઘટના વિશે વાત કરી છે. ગૃહમંત્રીએ ITBPના ડીજી સાથે વાત કરી તરત મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે.

પોલીસ અને NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી
SDM ભાવાનગર મનમોહન સિંહે જણાવ્યું હતું કે આ ઘટના અંદાજે 12.45 વાગ્યે ઘટી હતી. 40થી વધારે યાત્રીઓ આ કાટમાળમાં ફસાયા છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને DNRFની ટીમ રેસ્ક્યૂમાં જોડાયેલી છે. બસ હરિયાણાના સડક પરિવહનની છે અને મૂરંગથી હરિદ્વાર તરફ જતી હતી.

અન્ય સમાચારો પણ છે...