• Gujarati News
  • National
  • Rocket Attack On Danish In Special Forces Vehicle 3 Days Ago, 3 Convoy Vehicles Destroyed

દાનિશની છેલ્લી 10 તસવીર:3 દિવસ પહેલાં સ્પેશિયલ ફોર્સિસની ગાડીમાં બેઠેલા દાનિશ પર થયો હતો રોકેટ અટેક, કાફલાની 3 ગાડી નષ્ટ થઈ ગઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાન સ્પેશિયલ ફોર્સિસ અને તાલિબાનો સાથે થયેલા સંઘર્ષોમાં નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કંધારના સ્પિન બોલ્ડન જિલ્લામાં આ સંઘર્ષોને કવર કરી રહ્યા હતા. પોતાના કવરેજના છેલ્લા રિપોર્ટ્સ તેમણે 13 જુલાઇએ ટ્વીટ કર્યા હતા. એમાં દાનિશ અફઘાન સ્પેશિયલ ફોર્સિસની ગાડીમાં બેઠેલા હતા અને તેમનો કેમેરો ઓન હતો. એ દરમિયાન તાલિબાનોએ રોકેટ લોન્ચરથી ગાડીમાં હુમલો કર્યો. દાનિશ જે ગાડીમાં હતા એ બચી ગઇ, પરંતુ બાકીની 3 ગાડી નષ્ટ થઈ ગઇ હતી. જુઓ દાનિશની છેલ્લી 5 તસવીર...

.

દાનિશ સિદ્દીકીએ 13 જુલાઈના રોજ કંધારમાં આ તસવીર લીધી હતી. તેમણે આ તસવીર ટ્વિટરમાં પોતાના અકાઉન્ટમાં પિન કરી છે. તેમણે લખ્યું - અફઘાન સ્પેશિયલ ફોર્સિસ દેશભરમાં તહેનાત છે. હું આ યુવાનો સાથે કેટલાંક મિશન પર ગયો હતો. કંધારમાં લડાયક મિશનમાં આખી રાત ગાળ્યા બાદ બચાવ કામગીરી દરમિયાન શું થયું એ જુઓ.(સંદર્ભ:રોઇટર્સ)

દાનિશ સિદ્દીકી મિશન પર રહ્યા બાદ 15 મિનિટનો આરામ લઇ રહ્યો છે.(સંદર્ભ:રોઇટર્સ)

અફઘાન દળોએ જોખમવાળા લોકોને સલામત રીતે બચાવવાનું મિશન પૂર્ણ કર્યું. તેમાંથી એક આ છોકરો હતો. જોકે મિશન પૂર્ણ થયા પછી પણ હુમલાઓ ચાલુ રહ્યા હતા.(સંદર્ભ:રોઇટર્સ)

તાલિબાન સેનાના કાફલા પર RPG અને અન્ય હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં ત્રણ ગાડીને નુકસાન પહોંચ્યું હતું.(સંદર્ભ:રોઇટર્સ)

(સંદર્ભ:રોઇટર્સ)
(સંદર્ભ:રોઇટર્સ)
આ મિશન એક ઘાયલ પોલીસ જવાનને બચાવવાનું હતું, જેનું છેલ્લા 18 કલાકથી કંધારની સીમમાં તાલિબાન વિદ્રોહીઓ દ્વારા અપહરણ કરાયું હતું. આ જિલ્લામાં સરકાર અને તાલિબાન વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે.(સંદર્ભ:રોઇટર્સ)

અન્ય સમાચારો પણ છે...