લૂંટેરા સામે ગ્રાહકની બહાદુરી:યુનાઈટેડ સ્ટેટ્સના ટેક્સાસમાં લૂંટના ઈરાદે રેસ્ટોરન્ટમાં આવેલો ડાકૂ મોતને ભેંટ્યો

23 દિવસ પહેલા

યુનાઈટેડ સ્ટેટ્સના ટેક્સાસમાં એક મેક્સિકન રેસ્ટોરન્ટમાં ગ્રાહકે એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી નાખી. જેણે છેલ્લા અઠવાડિએ રેસ્ટોરન્ટની અંદર જમવા આવેલા ગ્રાહકોને લૂંટ્યા હતાં. હ્યૂસ્ટન પોલીસ વિભાગ અને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના ગુરૂવારે મોડી રાત્રે થઈ હતી. રેસ્ટોરાંમાં એક બાહદુર ગ્રાહક કે જેણે અન્ય ગ્રાહકોને લૂંટનાર એક સશસ્ત્ર અપરાધીને ગોળી મારીને મારી નાખ્યો. હ્યૂસ્ટન પોલીસ હવે પૂછપરછ માટે આ શખ્સને શોધી રહી છે. સશસ્ત્ર ડાકૂ સ્કી માસ્ક પહેરીને રેસ્ટોરાંમાં ઘુસીને ગ્રાહકો પાસેથી રોકડ રકમ અને પર્સની માંગણી કરતો હતો. જ્યારે તે જવા માટે ફર્યો તો એક ગ્રાહકે આ સંદિગ્ધ વ્યક્તિને ગોળી મારી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લાખો વાર જોવાઈ ગયો છે. હ્યૂસ્ટન પોલીસ વિભાગે ગ્રાહક પર કોઈ જ આરોપ નથી લગાવ્યો અને હજુ સુધી તેની ઓળખ નથી કરી. પરંતુ તેની સર્વિલાંસ તસ્વીરો પ્રસિદ્ધ કરી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તે તેની સાથે ગોળીબારીમાં તેની ભૂમિકા વિશે પૂછપરછ કરવા ઈચ્છે છે. ગ્રાહકે લૂટેરાને ઘણી ગોળી મારી જેમાંથી એક માથામાં મારી. ચોરીના પૈસા સંરક્ષકોને પરત કરી અને પોલીસના આવ્યા પહેલા જ ઘટના સ્થળેથી ચાલ્યો ગયો હતો. આ ઘટનામાં કોઈ અન્ય ગ્રાહક કે રેસ્ટોરન્ટનો કોઈ કર્મચારી ઘાયલ થયો નહતો. એ પણ જાણવા મળ્યું છે કે હથિયાર સાથે આવેલા આ લુંટેરા પાસે અસલી બંદૂક નહોતી. હ્યૂસ્ટન પોલીસ વિભાગનો અધિકારી વિલ્કોન્સે સ્થાનીય મીડિયાને આ જાણકરારી આપી હતી કે, લુંટેરો પ્લાસ્ટિકની પિસ્તોલ લઈને જતો હતો. જે એક તીરલ સોફ્ટ કે એક નાની પિસ્તોલ હોય શકે છે. સર્વિલાંસ વીડિયોમાં ગ્રાહકે લૂંટેરાને ગોળી મારીનાર હથિયારબંદ ગ્રાહક, સાક્ષીઓ અને અન્ય લોકો ગોળી માર્યાની થોડી જ ક્ષણો બાદ ઘટના સ્થળેથી જતા દેખાઈ રહ્યા છે. હ્યૂસ્ટન પોલીસ એ શખ્સને શોધી રહી છે એ પૂછવા માટે કે, શું તેમને પોતાના જીવની બીક હતી? કેમકે કાનુની રીતે આત્મરક્ષાનો દાવો કરવો જરૂરી છે. વિશેષજ્ઞએ એવું પણ કહ્યું છે કે, એનાથી કોઈ ફર્ક નથી પડતો કે શંકાસ્પદ વ્યક્તિ પાસે પ્લાસ્ટિકની બંદૂક હતી પણ એ જોખમી જ હતું.

અન્ય સમાચારો પણ છે...