• Gujarati News
  • National
  • Roads In Kerala Submerged Due To Floods, People Rushed The Newlyweds To The Wedding Pavilion

તપેલામાં બેસવાની ફરજ પડી દુલ્હા-દુલ્હનને VIDEO:કેરળમાં પૂરથી રસ્તાઓ ડૂબ્યાં, તો લોકોએ નવદંપતીને મોટા તપેલામાં બેસાડી લગ્ન મંડપ સુધી પહોંચાડ્યા

તિરુઅનંતપુરમએક મહિનો પહેલા

કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ બની છે. વિનાશ અને તારાજી વચ્ચે અહીંથી એક સારી તસવીર સામે આવી છે. અલપુઝામાં પૂરના પાણી વચ્ચે એક દંપતીને મોટા તપેલામાં બેસાડીને લગ્ન મંડપ સુધી પહોંચાડ્યા.

આકાશ અને એશ્વર્યા નામના આ દુલ્હા-દુલ્હન હેલ્થ વર્કર્સ છે અને સોમવારે તેમના લગ્ન હતા. તેઓને અલપુઝાની પાસે થકાઝીના એક મંદિર સુધી જવાનું હતું. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. એવામાં બંનેને ખાવાનું બનાવવા માટે વપરાત તાંબાના મોટા તપેલામાં બેસાડીને મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા. પૂરના પાણીમાં તપેલામાં બેસીને બંનેએ લગભગ 500 મીટરની અંતર કાપ્યું.

નક્કી થયેલા મૂર્હુતમાં લગ્ન થયા તેની ખુશી
લગ્ન પછી બંનેએ મીડિયા સાથે વાતચીત પણ કરી. કપલે જણાવ્યું કે કોવિડના કારણે તેઓએ ઘણાં ઓછા લોકોને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. લગ્ન માટે સોમવારનો દિવસ શુભ હતો, તેથી તેઓએ વરસાદ અને પૂર હોવા છતાં તારીખમાં કોઈ જ ફેરફાર ન કર્યા. બંનેએ જણાવ્યું કે તેઓને તપેલામાં બેસાડીને મંદિર સુધી આવવાનો કોઈ જ ડર ન હતો. પણ નક્કી કરેલા મૂર્હુતમાં લગ્ન થઈ ગયા તેની ખુશી હતી.

વરરાજા અને કન્યાએ જણાવ્યું કે તપેલામાં બેસીને મંદિર સુધી આવવાનો કોઈ ડર ન હતો. પરંતુ તેઓને તે વાતની ખુશી છે કે તેમના લગ્ન નિશ્ચિત મૂર્હુતમાં થઈ ગયા.
વરરાજા અને કન્યાએ જણાવ્યું કે તપેલામાં બેસીને મંદિર સુધી આવવાનો કોઈ ડર ન હતો. પરંતુ તેઓને તે વાતની ખુશી છે કે તેમના લગ્ન નિશ્ચિત મૂર્હુતમાં થઈ ગયા.

પૂરને કારણે કેરળમાં ભારે નુકસાન
કેરળમાં શુક્રવારથી રવિવાર સુધી પડેલા વરસાદને પગલે કેરળમાં ચારેબાજુ તબાહી જ તબાહી જોવા મળે છે. રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી પરીસ્થિતિ છે. અનેક જગ્યાએ લેન્ડસ્લાઈડના કારણે ઘર ધ્વસ્ત થઈ ગયા છે. કોટ્ટાયમ જિલ્લામાં રવિવારે સાઝે પૂરને પગલે બે માળનું ઘર પાણીમાં વહી ગયું હતું.