ઉત્તરભારતમાં શીત લહેરમાં એલર્ટ જેહાર કરવામાં આવ્યું છે. યુપી- રાજસ્થાન સહીત 5 રાજ્યોમાં કડકડતી ઠંડીને કારણે શાળાઓમાં પણ રજા લંબાવી દેવામાં આવી છે. આ તરફ હિમાચલમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં આગામી 48 કલાકમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે.
રાજધાની દિલ્હીમાં પારો 7.6 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. આ તરફ પ્રદુષણને કારણે પરેશાની વધી છે. ગાઢ ધુમ્મસની આસર ટ્રાફિક પર પણ પડી રહી છે. અહીં કંસ્ટ્રક્શમ કામકાજ અટકાવી દેવા માટેની ભલામણ કરવામાં આવી છે. તો આ તરફ જમ્મુ-કાશમીરમાં પણ તાપમાનનો પારો ગગડવાનું ચાલું છે. અહીં ધણાં વિસ્તારોમાં તાપમાન માઈનસ 5 ડિગ્રી સુધી નોંધાયું છે.
દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે રિપબ્લિક ડેની તૈયારીઓ
હવે દેશભરમાં હવામાનની સ્થિતિ...
દિલ્હી: ગાઢ ધુમ્મસ, હવાની ગુણવત્તા પણ ખરાબ, પારો હજી વધુ ગગડશે
દિલ્હીમાં પારો વધું ગગડ્યો હતો. સોમવારે અહીં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્યથી 2 ડિગ્રી નીચું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજી ઘટાડો નોંધાશે. મંગળવારે અહીં વાતાવરણ સાફ રહેશે, પણ ગાઢ ધુમ્મસને કારણે વિજિબિલિટી પર અસર પડશે.
મધ્યપ્રદેશ- ગાઢ ધુમ્મસના કારણે ફ્સાઈટ પર અસર, આગામી દિવસોમાં વરસાદની શક્યતા
મધ્યપ્રદેશના ભોપાલમાં મંગળવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતુ. અહીં વિજિબિલિટી 50 મીટર સુધી રહી હતી. ખરાબ હવામાનને કારણે ભોપાલ આવનારી એક ઈન્ડીયાની દિલ્હી અને મુંબઈ ફ્લાઈટને નાગપુર ડાયવર્ટ કરવી પડી હતી. ઈન્ડીગોની દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદની ફ્લાઈટ મોડી પડી હતી. ઈન્ડીગોની બેંગલુરુ ફ્લાઈટને કેન્સલ કરવી પડી હતી. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક આવી જ ઠેડી સાથે હળવો લરસાદ અને કરા પડવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ: 5 દિવસ માટે બર્ફીલા પવનો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે
યુપીના ઘણા વિસ્તારો છેલ્લા 24 કલાક દરમિયાન ભારે ઠંડી અને કોલ્ડવેવની ઝપેટમાં છે. યુપીમાં કાનપુરમાં સોમવારની રાત સૌથી ઠંડી હતી. અહીં 3.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ફતેહપુરનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ હતું. કાનપુરમાં 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે. સમગ્ર રાજ્યમાં 5 દિવસ કોલ્ડવેવનું એલર્ટ છે. શીતલહેરને જોતા લખનઉ સહીત અનેક જિલ્લાઓમાં 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
બિહાર- પટનામાં ગાઢ ધુમ્મસ છવાયું, વિઝિબિલિટી 25 મીટર
બિહારના તમામ ભાગોમાં 48 કલાક સુધી ગાઢ ઘુમ્મસની અસર રહેશે. જેથી અવર-જવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી શકે છે. પટનામાં સવારે 4 વાગે વિઝિબિલિટી 25 મીટર હતી અને તાપમાન લગભગ 6 ડિગ્રી હતું. જેથી પટના સહીત અનેક જિલ્લાઓમાં શાળાઓ 7 જાન્યુઆરી સુધી બંધ રાખવામા આદેશ આપવામાં આવ્યા છે.
પંજાબ-હરિયાણા- બઠિંડામાં પારો 0.4 ડિગ્રી પહોંચ્યો, શાળાઓનાં રજાઓ લંબાવાઈ
પંજાબ અને હરિયાણા બંને રાજ્યોમાં ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબનું ભટિંડા સોમવારે 0.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. અહીં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ હતું. હરિયાણાના મંડકોલામાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.3 ડિગ્રી સેલ્સિયસતી નીચે નોંધાયું હતું. આવતા 4 દિવસના તાપમાનમાં સતત ઘટાડો થવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પંજાબમાં, શાળાઓની રજાઓ 8 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.
રાજસ્થાન: ફતેહપુરમાં 1 ડિગ્રી સેલ્સિયસ અને ચુરુમાં 1.6 ડિગ્રી સેલ્સિયસ; શાળા બંધ
રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ફતેહપુરનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરુમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં 5 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટરથી ઓછી નોંધાઈ છે. જ્યારે, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી 12 જિલ્લામાં ઠંડીનું મોજું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
હિમાચલ પ્રદેશઃ શાળાઓમાં 12 ફેબ્રુઆરી સુધી રજા
હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ડૈનકુંડ, કાલાતોપ, હલામાં 6 ઈંચ બરફ પડયો છે. હિમવર્ષાના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન માઈનસ થઈ ગયું છે, જેના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં શિયાળુ વેકેશન 12 ફેબ્રુઆરી સુધી અને કોલેજો 4 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.
ઝારખંડ: વધતી ઠંડી વચ્ચે વાદળો છવાયેલા રહેશે, વિઝિબિલિટી 40 મીટર
ઝારખંડમાં ઠંડીમાં વધારો થયો છે. સોમવાર અને મંગળવારે સવારે અહીંના ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. આવું જ હવામાન 5 જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 જાન્યુઆરીથી ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. આ સાથે ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહેશે.
જમ્મુ-કાશ્મીર: હિમવર્ષા ચાલુ, પારો માઈનસ 5 ડિગ્રી સુધી ગગડ્યો
શ્રીનગરમાં પારો માઈનસ 5.4 ડિગ્રી સુધી ગગડી ગયો છે. ગુલમર્ગ અને પહેલગામમાં આ શિયાળામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ગુલમર્ગમાં રાત્રિનું તાપમાન માઈનસ 10 ડિગ્રી હતું. પહેલગામમાં તે માઈનસ 9.6 ડિગ્રી સુધી પારો ગગડી ગયો હતો. કાશ્મીર હાલમાં ચિલ્લઇ કલાંના ઝપેટમાં છે. આ દરમિયાન 40 દિવસ સુધી સખત શિયાળો રહેશે અને સૌથી વધું હિમવર્ષા થશે. તે 21 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે.
તમિલનાડુ: કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા
તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 થી 5 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારતમાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે લોન્ગ પીરિયડ એવરેજ (LPA)ના સામાન્ય વરસાદ કરતાં 78 ટકા ઓછો વરસાદ પડવાનો અંદાજ લગાવ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ માટે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદનો LPA આશરે 184.3 મીમી છે. જ્યારે, દેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.