• Gujarati News
  • National
  • Road Accident On Yamuna Expressway In Mathura, Seven Killed 2 Injured UP CM PM Tweet

એક જ પરિવારનાં 7 લોકોનાં મોત:સ્પીડમાં જતી કાર આગળના વાહન સાથે અથડાઈ, માતા-પિતા, બે દીકરા-વહુ અને પૌત્રનાં ઘટનાસ્થળે જ મોત

22 દિવસ પહેલા

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે એક એક્સિડન્ટમાં પરિવારના સાત લોકોનાં મોત થયાં છે, 2ની હાલત ગંભીર છે. મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષનો પૌત્ર સામેલ છે. વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં પરિવારના 9 લોકો હતા.

આ પરિવાર નોઈડામાં રહેતો હતો. તેઓ એક લગ્નમાં સામેલ થવા હરદોઈ આવ્યા હતા અને આજે વહેલી સવારે પરત જતા હતા. કારના આગળના હિસ્સાના ફુરચા ઊડી ગયા છે. પોલીસને શંકા છે કે વહેલી સવારે ઝોકું આવી જવાને કારણે આ અકસ્માત થયો હશે. સ્પીડમાં જતી કાર આગળ જતાં વાહન સાથે અથડાતાં આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે, કારણ કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં અન્ય કોઈ વાહન નહોતું.

ક્રેનથી કટ કરીને ઘાયલોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા.
ક્રેનથી કટ કરીને ઘાયલોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા.

ઘણીવાર સુધી કારમાં જ તડપતા રહ્યા ઘાયલો
પોલીસે જણાવ્યું હતું કે સવારે એક વાહનચાલકે ડાયલ-112માં ઘટનાની સમગ્ર માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા હતા. એક્સિડન્ટમાં કારનો આગળનો હિસ્સો કચડાઈ ગયો છે. પરિણામે, ઘાયલોને પણ બહાર કાઢવામાં ઘણો સમય થયો.
પોલીસ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 7 લોકોને મૃત જાહેર જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 3 મહિલા, 3 પુરુષ અને 1 બાળક છે. પોલીસે જણાવ્યું હતું કે કાર નંબર UP 16 DB 9872 છે.

ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરાયા.
ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરાયા.

PM-CMએ દુઃખ વ્યક્ત કર્યું
મથુરામાં થયેલા આ દર્દનાક એક્સિડન્ટ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત તેમણે ઘાયલોને સૌથી સારી સારવાર આપવાનો આદેશ આપ્યો છે.

વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.

ઘટના સમયની અન્ય તસવીરો

પોલીસ-એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસ-એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો.
કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો.
ઘટનાસ્થળે તપાસ કરતી પોલીસ.
ઘટનાસ્થળે તપાસ કરતી પોલીસ.
અન્ય સમાચારો પણ છે...