• Gujarati News
  • National
  • RJD Senior Leader Claims Tejpratap Yadav Has Been Expelled From The Party, They Have Formed A Separate Organization

ભાઈ-ભાઈ વચ્ચે તકરાર:RJDના સીનિયર નેતાનો દાવો- તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી મુકવામાં આવ્યા છે, તેઓએ અલગ સંગઠન બનાવી લીધું છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં બધું બરાબર નથી. પાર્ટીમાં આંતરીક લડાઈ ચરમસીમાએ છે. આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ દાવો કર્યો છે કે તેજ પ્રતાપ યાદવ RJDમાં નથી. તેમને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે તેજ પ્રતાપ યાદવને પાર્ટીના ચૂંટણી ચિન્હ લાલટેનને વાપરવાની મંજૂરી પણ નથી.

પાર્ટીની અંદર તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે જોવા મળેલા ઘમાસાણના સવાલ પર શિવાનંદ તિવારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બંને ભાઈઓ વચ્ચેના વિવાદના સવાલ પર શિવાનંદ તિવારીએ જણાવ્યું કે તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેઓએ એવો પણ ખુલાસો કર્યો કે તેજપ્રતાપ યાદવને પાર્ટીના ચિન્હ લાલટેનના ઉપયોગની પણ મનાઈ કરી દીધી છે એટલે કે RJDમાં પાર્ટીની વિરાસત લાલુ યાદવ પછી હવે સંપૂર્ણ રીતે તેજસ્વીને મળી ગઈ છે.

પાર્ટીના ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું કે તેજપ્રતાપ પાર્ટીમાં છે જ ક્યાં? તેઓએ નવો પક્ષ પણ બનાવ્યો છે. તેઓ પાર્ટીમાં નથી. તેઓએ જે સંગઠન બનાવ્યું હતું તેમાં તેઓએ લાલટેનનો સિમ્બોલ તરીકે ઉપયોગ કર્યો હતો ત્યારે પાર્ટીએ તેમને જણાવી દીધું કે લાલટેન ન લગાવી શકો.

મહાગઠબંધનમાં વધી રહી તકરાર

  • બિહારમાં પેટાચૂંટણીને લઈને મહાગઠબંધન વચ્ચે તકરાર વધી રહી છે. બંને સીટ પર ઉમેદવાર ઉતારવાને લઈને RJDની જાહેરાતથી કોંગ્રેસ નારાજ છે તો હવે RJD એક પગલું આગળ વધીને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.
  • હાજીપુર પહોંચેલા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ 70 સીટ પર ચૂંટણી લડ્યું હતું પરંતુ પરિણામ શું આવ્યું?
  • RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ સીટને લઈને મહાગઠબંધનમાં જોવા મળતા વાંધા અંગે કોંગ્રેસ પર ઠીકરું ફોડ્યું છે અને કહ્યું કે કોંગ્રેસની જિદના કારણે ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થઈ અને અખિલેશ યાદવની હાર થઈ. શિવાનંદ તિવારીએ સવાલ કર્યો કે કોંગ્રેસ જો બિહા, ઉત્તરપ્રદેશ અને બંગાળ જેવામાં પ્રદેશોમાં ડ્રાઈવિંગ સીટની ઈચ્છા કરશે તો RJD જેવી પાર્ટી ક્યાં જશે.
  • આવામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે RJD પેટાચૂંટણીમાં કોઈ પણ કિંમતે કોંગ્રેસ માટે બેઠક ખાલી નહીં કરવાના મૂડમાં છે. સાથે જ RJD આવનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસને પોતાના સમીકરણ મુજબ જ તેમની ભૂમિકા સ્પષ્ટ કરવાનું મન બનાવી ચુક્યા છે.
અન્ય સમાચારો પણ છે...