તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • RJD Leader Says Rahul Was Having Picnic With Priyanka During Bihar Elections, Only 3 Rallies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાગઠબંધનમાં મતભેદ:RJDના નેતા બોલ્યા- બિહાર ચૂંટણી દરમિયાન રાહુલ પ્રિયંકાની સાથે પિકનિક મનાવી રહ્યા હતા, માત્ર 3 રેલી કરી

5 મહિનો પહેલા
કોંગ્રેસે બિહારમાં 70 સીટ પર ચૂંટણી લડી અને તેઓ માત્ર 19 સીટ જ જીતી શક્યા. - Divya Bhaskar
કોંગ્રેસે બિહારમાં 70 સીટ પર ચૂંટણી લડી અને તેઓ માત્ર 19 સીટ જ જીતી શક્યા.
  • RJDના નેતા શિવાનંદ તિવારીએ કહ્યું- મોદી રાહુલથી વધુ ઉંમરવાળા છતાં વધુ રેલીઓ કરી
  • તિવારીએ કહ્યું- કોંગ્રેસનું જોર માત્ર વધુ બેઠકો પર લડવાનું હતું, જીતવા પર નહીં

બિહાર ચૂંટણીનું પરિણામ સામે આવ્યાં બાદ મહાગઠબંધનમાં મતભેદ સામે આવવા લાગ્યા છે. RJDના નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસની ટોપ લીડરશિપ પર નિશાન સાધ્યું છે, સાથોસાથ ચૂંટણી લડનારી પાર્ટીના નેતા રાહુલ પર શિવાનંદે કહ્યું હતું કે ગઠબંધન માટે કોંગ્રેસ અડચણરૂપ રહી. કોંગ્રેસ ચૂંટણી તો 70 સીટ પર લડી, પરંતુ 70 રેલી પણ ન કરી. ચૂંટણી સમયે રાહુલ ગાંધી પિકનિક મનાવી રહ્યા હતા.

માત્ર 3 દિવસ માટે બિહાર આવ્યા રાહુલ- તિવારી
શિવાનંદ તિવારીએ ન્યૂઝ એજન્સીથી વાતચીતમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી માત્ર 3 દિવસ માટે બિહાર આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તો આવ્યાં જ નહીં. જે લોકોને બિહાર સાથે કોઈ સંબંધ જ ન હતો તેઓ અહીં આવ્યા. આ યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી પૂરા જોરશોરથી ચાલી રહી હતી ત્યારે રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકાના ઘરે પિકનિક મનાવી રહ્યા હતા.

'કોંગ્રેસ બિહાર ચૂંટણીને લઈને ગંભીર ન હતી'
તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે શું કોઈ પાર્ટી આ રીતે ચલાવી શકાય છે? જે પ્રકારે કોંગ્રેસને ચલાવવામાં આવી રહી છે, તેમની દૃષ્ટિએ આ આરોપ હોય શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી વધુ ઉંમરવાળા છે, પરંતુ તેમણે રાહુલથી વધુ રેલીઓ કરી. રાહુલે માત્ર 3 રેલી જ કેમ કરી? જે દેખાડે છે કે કોંગ્રેસ બિહાર ઈલેક્શનને લઈને ગંભીર ન હતું. પહેલાં સમાચાર એવા હતા કે પ્રિયંકા ગાંધી બિહાર જશે, પરંતુ આવું ન થયું.

તેમમે કહ્યું હતું, કોંગ્રેસે વિધાનસભા સીટનાં પરિણામ જીતવાથી વધુ માત્રને માત્ર સીટ લડવા પર જોર આપ્યું હતું. જે રીતે યુપીમાં કોંગ્રેસે અખિલેશની સાથે વ્યવહાર કર્યો, મહારાષ્ટ્રમાં તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીથી વધુ સીટ પર કઈ રીતે લડ્યા અને એનાથી ઓછી સીટ પર જીત મેળવી. તેમનું જોર વધુ ને વધુ સીટ પર લડવાનું જ રહે છે, પરંતુ તેઓ વધુ સંભવિત સીટ પર જીતવામાં સફળ નથી થતા. કોંગ્રેસે આ અંગે વિચારવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો