તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Riya Could Face Up To 10 Years In Jail, Advani Says After Acquitted In Babri Case Jai Shriram; And UPSC Prelims Exam Will Not Be Postponed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રિયાને 10 વર્ષની જેલ થઈ શકે છે,બાબરી કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ અડવાણીએ કહ્યું-જય શ્રીરામ; અને UPSC પ્રિલિમ્સ પરીક્ષા મોકૂફ નહીં રહે

7 મહિનો પહેલા

બાબરી મસ્જિદ કેસમાં કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડતા કહ્યું કે ઘટના પૂર્વઆયોજીત જણાતી ન હતી. બીજી બાજુ નિર્દોષ છૂટ્યા બાદ એક આરોપી જય ભગવાન ગોયલ બોલ્યા ઢાંચો એજન્ડા અંતર્ગત જ તોડવામાં આવ્યો હતો. એકાએક કંઈ જ થયુ નથી.તો શરૂ કરીએ આજની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આજે આ 7 ઘટના પર નજર રહેશે
1. IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ટક્કર થશે. ટોસ સાંજે 7 વાગે ઉછળશે. સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે.
2. આજે અનુરાગ કશ્યપને પૂછપરછ માટે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. ફિલ્મમેકર સવારે 11 વાગે જશે.
3. ઝારખંડમાં આજથી શાળા, સિનેમાગૃહો તથા ધાર્મિક સ્થળ ખોલવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે.
4. આજથી રાજસ્થાનના રણથંભોર ટાઈગર પાર્ક ખોલવામાં આવશે.
5. મધ્ય પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના ઓનલાઈન વર્ગો આજથી, આશરે 7 લાખ વિદ્યાર્થી જોડાશે.
6. પંજાબમાં કૃષિ વિધેયકોને લઈ સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવશે. અકાલી વર્કર અને ખેડૂત-શ્રમિકો મોહાલીથી રાજ્યપાલને મેમેરેન્ડમ આપવા ચંડીગઢ જશે.
7. આજથી દુર્ગ અને ધમતરીમાં લોકડાઉનનો અંત આવશે. દુર્ગમાં રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહી શકશે દુકાનો. વ્યાપારીઓ સાપ્તાહિક લોકડાઉનનો નિર્ણય જાતે જ કરી શકશે.

હવે ગઈકાલના મહત્વના 7 સમાચાર

1. બાબરી કેસમાં 28 વર્ષ બાદ અડવાણી-મુરલી સહિત 32 આરોપી મુક્ત થયા
બાબરી મસ્જિદ ઢાંચો તો તોડવામાં આવ્યો તેના 265 દિવસ બાદ આ ઘટનાની તપાસની જવાબદારી CBIને સોંપવામાં આવી હતી. CBI ટીમ આશરે 3 વર્ષ સુધી તપાસ કરતી રહી. ત્યારબાદ CBIની સ્પેશિયલ કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ. છેવટે 30 સપ્ટેમ્બરના રોજ આ કેસમાં ચુકાદો આવી ગયો. ઘટનાના 28 દિવસ બાદ બાબરીથી સૌનો નિર્દોષ છૂટકારો થયો. આ તમામ 32 આરોપી હયાતી ધરાવે છે એટલે કે જીવિત છે. આમ તો કુલ 48 આરોપી હતા, પણ આ પૈકી 16 આરોપી જીવિત નથી. (વાંચો વિગતવાર સમાચાર)

2. રામ મંદિર અંગે 57 દિવસ બાદ અડવાણી બોલ્યાઃ 'જય શ્રીરામ, આ ખુશીની ક્ષણ છે'
બાબરી કેસમાં સ્પેશિયલ CBI કોર્ટે બુધવારે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીને દોષમુક્ત જાહેર કર્યા હતા. ચુકાદા બાદ લાલકૃષ્ણ અડવાણી (92)એ કહ્યું કે આ આપણા સૌને માટે ખુશીની ક્ષણ છે. કોર્ટના નિર્ણયે મારી અને પાર્ટીની રામજન્મભૂમિ આંદોલનને લઈ પ્રતિબદ્ધતા તથા સમર્પણને યોગ્ય સાબિત કરી છે. (વાંચો વિગતવાર સમાચાર)

3. હાથરસ ગેંગરેપઃ પોલીસે રાત્રે પીડિતાનો અંતિમ સંસ્કાર કર્યો
હાથરસમાં કથિત ગેંગરેપ પીડિતનો ગત રાત્રે પોલીસે અંતિમ સંસ્કાર કર્યો હતો. પીડિતના ભાઈએ ભાસ્કર સાથે વાતચીત કરતા કહ્યું કે 'પોલીસે અમને તેનો ચહેરો પણ જોવા દીધો નથી. અમને ખબર નથી કે પોલીસે તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CM યોગીને કહ્યું છે કે તે દોષિતો સામે કડક કાર્યવાહી કરે. રાજ્ય સરકારે 3 સભ્યોની SIT બનાવી 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. (વાંચો વિગતવાર સમાચાર)

4. UPSC એક્ઝામ અંગે સુપ્રીમ કોર્ટઃ લાસ્ટ એટેમ્પ્ટવાળા ઉમેદવારોને વધુ એક તક
સુપ્રીમ કોર્ટે સિવિલ સેવા (પ્રિલિમ્સ) પરીક્ષા 2020 અંગે બુધવારે કહ્યું કે 4 ઓક્ટોબરના રોજ યોજાનારી પરીક્ષા કોવિડ મહામારીને લીધે મોકૂફ રાખી શકાય નહીં. કેન્દ્ર સરકાર આ અંગે વિચાર કરે કે એવા ઉમેદવારોને વધુ એક તક આપી શકાય કે જેમની પાસે અંતિમ પ્રયત્ન બચેલો છે અને જેઓ કોરોનાને લીધે પરીક્ષામાં બેસી શક્યા નથી.

5. અંગદાન કરશે અમિતાભ બચ્ચન, ટ્વિટર પર લખ્યુ- હું અંગદાનનો સંકલ્પ લઈ ચુક્યો છું
અમિતાભ બચ્ચને 77 વર્ષની ઉંમરમાં અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. આ અંગે માહિતી આપતા તેમણે મંગળવારે મોડી રાત્રે એક ટ્વિટ કર્યું હતું. તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો. તેમના કોટ પર લીલા રંગની રિબિન લાગેલી છે, જે અંગદાનના સંકલ્પનું પ્રતિક છે. (વાંચો વિગતવાર સમાચાર)

6. રિયાને 10થી 20 વર્ષની જેલની સજા થઈ શકે છે
ડ્રગ્સ કેસમાં મંગળવારે બોમ્બે હાઈકોર્ટની સુનાવણીમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ADG અનિલ સિંહે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીનું સુશાંત સિંહ રાજપૂત મૃત્યુની ઘટના સાથે નાનું કનેક્શન છે. હવે એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે ભાસ્કરને કહ્યું કે રિયા અને શોવિકના કેસમાં દોઢ કિલો ચરસ જપ્ત થયુ છે. તેમને 10-20 વર્ષની સજા થઈ શકે છે. (વાંચો વિગતવાર સમાચાર)

7. આજથી મહત્વના 9 ફેરફારઃ વિમા પોલિસીમાં હવે બિમારીનું કવરેજ વધારે મળશે
1લી ઓક્ટોબરથી દેશભરમાં અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. વાહન ચાલકો અને વિદેશમાં નાણાં મોકલનારથી લઈ ગૂગલ પર મીટિંગ કરનારાઓને આ ફેરફારો અંગે જાણકારી મેળવવી જરૂરી છે. તેમા ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવાનો પણ ઉલ્લેખ છે અને મિઠાઈ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતનો પણ સમાવેશ થાય છે.

હવે 1લી ઓક્ટોબરનો ઈતિહાસ જોઈએ
1854: ભારતમાં ટપાલ ટિકિટનો પ્રારંભ થયો
1949: ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીના શાસનનો પ્રારંભ થયો
1967: ભારતીય પર્યટન વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી

અને છેલ્લે વાત જાણીતા ઉર્દુ શાયર મજરુદ સુલ્તાનપુરીની. આજના દિવસે વર્ષ 1919માં તેમનો જન્મ થયો હતો. ચાલો જોઈએ તેમનો એક બહુ જાણીતો શેર....

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો