તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચમાં દાવો:સતત વધતા વાયુ પ્રદૂષણને કારણે તમારી ઉંમરના 9 વર્ષ ઘટી શકે છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો- IQ AIR - Divya Bhaskar
ફોટો- IQ AIR

એક અમેરિકી રિસર્ચ ઈંસ્ટીટ્યૂટે પોતાના પરિણામોના આધારે દાવો કર્યો છે કે ભારતમાં વાયુ પ્રદૂષણના લીધે 40% લોકોની ઉંમર 9 વર્ષ સુધી ઘટી શકે છે. રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે તાત્કાલિક જરૂરી પગલા લેવાનું કહેવામાં આવ્યું છે.

કરોડો લોકો પ્રભાવિત
શિકાગો યુનિવર્સિટીના ઉર્જા ઈંસ્ટીટ્યૂટની રિપોર્ટ અનુસાર કેન્દ્રિય, પૂર્વી અને ઉત્તરી ભારતમાં રહેનારા 48 કરોડથી વધુ લોકો વધારે પ્રદૂષણ ધરાવતા વિસ્તારમાં રહી રહ્યા છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ દેશની રાજધાની દિલ્હીની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક ગંભીર વિષય છે કે વાયુ પ્રદૂષણનું આટલું વધુ સ્તર સમય સાથે બીજી જગ્યાઓ પર ફેલાઈ રહ્યુ છે. રિપોર્ટે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે અહીં પણ એર ક્વોલિટી ગંભીર રુપે ઘટી રહી છે.

આવી રીતે અનુમાન લગાવ્યું
ઉંમરના આ આંકડાઓને કાઢવા માટે ઈપીઆઈસીએ લાંબા સમય સુધી અલગ-અલગ લેવલના વાયુ પ્રદૂષણનો સામનો કરી રહેલા લોકોના હેલ્થની તુલના કરી અને પછી તે નિર્ણયોના હિસાબથી ભારત અને બીજા દેશોની સ્થિતિ પર નજર કરી.

ત્રીજી સૌથી પ્રદૂષિત રાજધાની દિલ્હી છે
આઈક્યૂ એર નામની સ્વિત્ઝરલેન્ડની એક સંસ્થા પ્રમાણે 2020માં નવી દિલ્હીને દુનિયાની સૌથી વધુ પ્રદૂષિત રાષ્ટ્રિય રાજધાની હોવાનો દરજ્જો સતત ત્રીજી વખત હાંસલ કર્યો. આઈક્યૂ એર હવામાં પીએમ 2.5 નામના કણોની હાજરીના આધારે વાયુની ગુણવત્તા માપે છે. આ કણો ફેફસાને નુકસાન પહોંચાડે છે. સંસ્થાએ પાડોશી દેશ બાંગ્લાદેશને પણ ચેતવણી આપી છે.

અન્ય સમાચારો પણ છે...