ભાસ્કર LIVE અપડેટ્સ:બ્રિટનના PM બનવાની સ્પર્ધામાં ઋષિ સુનક સૌથી આગળ, એલિમિનેશન રાઉન્ડના મતદાનમાં 25% મત મળ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય મૂળના બ્રિટીશ નેતા ઋષિ સુનક PM પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. એલિમિનિશન રાઉન્ડના મતદાનમાં ઋષિ સુનકને 88 એટલે કે 25 ટકા મત મળ્યા છે, આ સાથે તેઓ સૌથી આગળ છે. આ સ્પર્ધામાં સફળતા મેળવવાના સંજોગોમાં ઋષિ બ્રિટનના પ્રધાનમંત્રી બની જશે, જોકે તેમની સામે બ્રિટીશ સાંસદોનું સમર્થન હાંસલ કરવું તે એક મોટો પડકાર છે. ઋષિ સુનક બાદ એલિમિનેશન રાઉન્ડના મતદાનમાં પેન્ની મૉર્ડોન્ટને 67 મત મળ્યા છે,જે 19 ટકા સાથે બીજા ક્રમ પર છે.

આ સાથે જ લિઝ ટ્રૉસ 14 ટકા મત સાથે ત્રીજા સ્થાન પર છે. 11 ટકા મત સાથે કેમી બેડેનોક ચોથા સ્થાન પર છે. ટૉમ ટ્રઝેન્ટ 10 ટકા મત લઈ પાંચમા સ્થાન પર છે, જ્યારે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન 9 ટકા મત સાથે છઠ્ઠા સ્થાન પર છે.

CBIએ DHFL બેંક ફ્રોડ કેસમાં છોડા શકીલના નજીકના અજય રમેશની ધરપકડ કરી

CBIએ આજે DHFL સાથે જોડાયેલ 34 હજાર 615 કરોડના બેંક ફ્રોડ કેસમાં આરોપી અરજ રમેશ નવનદારની ધરપકડ કરવામાં આવી છે. નવનદાર દાઉદ ઈબ્રાહિમનો સહયોગી છોડા શકીલનો નજીકનો છે. તપાસ એજન્સી ટૂંક સમયમાં તેની પૂછપરછ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...