જમ્મુ -કાશ્મીર પ્રવાસે સંઘ સુપ્રીમો:અનંતનાગમાં ઉપદ્રવીઓએ મંદિરમાં તોડફોડ કરી, શ્રીનગરમાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનંતનાગમાં આવેલું માતા ભવાનીનું મંદિર કાશ્મીરી પંડિતોની આસ્થાનું કેન્દ્ર પણ

આરએસએસના વડા મોહન ભાગવત જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન શનિવારે અનંતનાગમાં બરઘશેખા ભવાની મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી. આ સાથે જ શ્રીનગરમાં આતંકીઓ દ્વારા એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે બરઘશેખા ભવાની મંદિરમાં તોડફોડની ઘટના બની છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. બરઘશેખા ભવાની મંદિર કાશ્મીર ખીણના અનંતનાગ જિલ્લામાં મટ્ટન પર્વત પર છે. આ કાશ્મીરી પંડિતોની આસ્થાનું કેન્દ્ર પણ છે.

અનંતનાગમાં બરઘશેખા ભવાની મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી.
અનંતનાગમાં બરઘશેખા ભવાની મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી.

નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને ઘટનાની નિંદા કરી છે. તેમણે લખ્યું, "અસ્વીકાર્ય. હું આ તોડફોડની ઘટનાની નિંદા કરું છું અને હું વહીવટીતંત્રની ખાસ કરીને જમ્મુ -કાશ્મીર પોલીસને અપીલ કરું છું કે દોષિતોને ઓળખ કરીને તેમને કડક સજા આપો. પીડીપી નેતા નઈમ અખ્તરે પણ ઘટનાની નિંદા કરી અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે.

શ્રીનગરમાં આતંકીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી હતી
શ્રીનગરમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 5.50 વાગ્યે આતંકવાદીઓએ કરણ નગરના છત્તાબલના રહેવાસી મજીદ અહેમદ ગોજરીને ગોળી મારી હતી. ઘાયલ અહેમદને નજીકની એસએમએચએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

ભાગવતે કહ્યું- વિકાસના માર્ગમાં અવરોધ હતી કલમ 370
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સુપ્રીમો મોહન ભાગવતે શનિવારે કહ્યું કે કલમ 370 જમ્મુ -કાશ્મીરના વિકાસના માર્ગમાં અવરોધ હતી જેને દૂર કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છેવટે, લોકોએ આ માટે બલિદાન કેમ આપ્યું? આજે તેને J&K માંથી દૂર કરવામાં આવી છે અને લોકો ખુશ છે. ભાગવતે આગળ કહ્યું, 'શ્યામા પ્રસાદ મુખર્જીએ કલમ 370 ને જ હટાવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું, હવે બધા લોકો જામું કાશ્મીરમાં વિકાસ અને લોકોની પડતી મુશ્કેલીઓ માટે કામ કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે વ્યવસ્થા બગાડવા માટે કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...