તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલના પાવરમાં વધારો કર્યો છે ત્યારપછીથી દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. નિવેદનો અને આરોપોનો સમય શરૂ થઈ ચૂક્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ઉપરાજ્યપાલના પાવર વધારવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, દિલ્હીની ચૂંટાયેલી સરકારની કામગીરીમાં અડચણ પેદા કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે, આ લોકતંત્ર વિરુદ્ધ તો છે પણ સાથે જ બંધારણ વિરુદ્ધ છે.
Addressing an important press conference | LIVE https://t.co/UXncGes4cw
— Manish Sisodia (@msisodia) February 4, 2021
સરકારના કામમાં ઉપરાજ્યપાલ અડચણ ઊભી કરશેઃસિસોદીયા
તેમણે કહ્યું કે, ત્રણ વખત દિલ્હીની વિધાનસભા ચૂંટણી હારી ચૂકેલી કેન્દ્ર સરકાર હવે પાછળના દરવાજાથી દિલ્હીમાં પોતાની સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, પહેલા પણ આવી જ અડચણો ઊભી કરવામાં આવતી હતી. સુપ્રીમ કોર્ટે અધિકારોનો ખુલાસો કર્યો છે ત્યારપછી જ દિલ્હી સરકાર પોતાના નિર્ણય લઈ શકી છે. તેમણે કહ્યું કે, હવે ફરીથી દિલ્હી સરકાર કંઈ પણ કરવા માંગશે તો ઉપરાજ્યપાલ તેમાં અડચણ ઊભી કરશે. સરકાર હાલ આખા મામલાને સ્ટડી કરી રહી છે, ત્યારપછી આગામી પગલું ભરશે.
પહેલા પણ ઘણા નિર્ણય અટકાવ્યાઃસિસોદીયા
તેમનું કહેવું છે કે પહેલા પણ ઘણી વખત ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના ઘણા નિર્ણયને આ રીતે અટકાવ્યા છે. 2013માં કોંગ્રેસની સહાયતાથી પહેલી વખત 49 દિવસ સરકાર બનાવ્યા પછી આમ આદમી પાર્ટી દિલ્હીમાં ત્રીજી વખત સત્તામાં છે, બધું કામ બરાબર ચાલી રહ્યું છે એવામાં કેન્દ્ર સરકાર તેમાં અડચણ ઊભી કરવા માંગે છે. પહેલા પણ ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના ઘણા મહત્વના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરીને તેને પાસ નહોતા કર્યા. જેના કારણે સરકારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
પહેલા પણ એક વખત ઉપરાજ્યપાલના અધિકારો અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરણા કરી ચૂક્યાં છે. હવે અધિકારોમાં વધારો કરવાથી પાર્ટી વધુ નારાજ થઈ ગઈ છે. અધિકારોમાં વધારાની વાત ખબર પડતાની સાથે વિરોધ અને નિવેદનો શરૂ થઈ ગયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.