તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • "Right To Protest Does Not Mean Sit Down To Protest Wherever And Whenever You Want," The Court Said.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહીનબાગ પ્રોટેસ્ટ પર સુપ્રીમ કોર્ટનું નિવેદન:કોર્ટે કહ્યું- રાઇટ ટુ પ્રોટેસ્ટનો એવો અર્થ નથી કે જ્યાં અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ધરણાં-પ્રદર્શન કરવા બેસી જાઓ

નવી દિલ્હી13 દિવસ પહેલા
દિલ્હીના શાહીનબાગમાં નાગરિક સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ 14 ડિસેમ્બર 2019માં પ્રદર્શન શરૂ થયું હતું, જે 3 મહિના કરતાં પણ વધુ સમય ચાલ્યું હતું. કોરોનાને લઈને લોકડાઉન થતાં 24 માર્ચે પ્રદર્શન સમાપ્ત થયું હતું- ફાઇલ ફોટો. - Divya Bhaskar
દિલ્હીના શાહીનબાગમાં નાગરિક સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ 14 ડિસેમ્બર 2019માં પ્રદર્શન શરૂ થયું હતું, જે 3 મહિના કરતાં પણ વધુ સમય ચાલ્યું હતું. કોરોનાને લઈને લોકડાઉન થતાં 24 માર્ચે પ્રદર્શન સમાપ્ત થયું હતું- ફાઇલ ફોટો.

નાગરિક સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં થયેલા પ્રદર્શન વિશે સુપ્રીમ કોર્ટે તેમના જૂના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે. શનિવારે અરજીને ફગાવતાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિએ કહ્યું હતું કે વિરોધનો અધિકાર ગમે ત્યારે અને ગમે ત્યાં ના હોય.

કોર્ટે કહ્યું હતું કે રાઈટ ટુ પ્રોટેસ્ટનો અર્થ એવો નથી કે જ્યાં અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ધરણાં-પ્રદર્શન કરવા બેસી જાઓ. સામાન્ય વિરોધ હોઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી અસંતોષ અથવા વિરોધના મુદ્દે બીજાના અધિકારોને પ્રભાવિત કરતી જાહેર જગ્યા પર કબજો ના કરી શકાય.

અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
ઓક્ટોબર 2020માં શાહીનબાગ આંદોલન વિશે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નવેમ્બર 2020થી પુનર્વિચાર અરજી પેન્ડિંગ છે. આ સંજોગોમાં વધુ એક અરજી આપીને પક્ષકારોએ કહ્યું છે કે કિસાન આંદોલન વિરુદ્ધ કરવામાં આવેલી અરજી અને અમારી અરજી એક જેવી છે. જાહેર જગ્યાઓ પર વિરોધ કરવાના અધિકારની માન્યતા અને સીમા પર કોર્ટના વિચાર અલગ અલગ ના હોઈ શકે. કોર્ટે આ વિશે વિચાર કરવો જોઈએ. શાહીન બાગ મુદ્દે કોર્ટ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીમાં નાગરિકો દ્વારા આંદોલન કરવાના અધિકાર પર શંકા ઊભી કરવામાં આવી છે.

દિલ્હીના શાહીનબાગમાં થયેલા પ્રદર્શન વિશે સુપ્રીમ કોર્ટે તેમના જૂના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે.
દિલ્હીના શાહીનબાગમાં થયેલા પ્રદર્શન વિશે સુપ્રીમ કોર્ટે તેમના જૂના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે.

શાહીન બાગમાં ડિસેમ્બર 19થી માર્ચ 20 સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું
દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ 14 ડિસેમ્બર 2019થી પ્રદર્શન શરૂ થયું હતું, જે 3 મહિના સુધી ચાલ્યું હતું. સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ સિનિયર વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને જવાબદારી આપી હતી કે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરીને કોઈ સમાધાન કાઢવામાં આવે, પરંતુ ઘણા રાઉન્ડની ચર્ચા પછી પણ ઉકેલ આવ્યો નહોતો. ત્યાર પછી કોરોનાને કારણે લોકડાઉન લાગતાં 24 માર્ચે વિરોધપ્રદર્શન બંધ કરવામાં આવ્યું હતું.

ઓક્ટોબર 2020 કોર્ટના નિર્ણયની 4 મોટી વાત

 • વિરોધપ્રદર્શન માટે શાહીનબાગ જેવી સાર્વજનિક જગ્યાઓ પર ઘેરાવો સહન કરી શકાશે નહીં
 • લોકતંત્ર અને અસહમતી સાથે સાથે ચાલી શકે છે
 • શાહીનબાગને ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસે કાર્યવાહી કરવાની જરૂર હતી
 • આ મામલે ઓફિસરોએ જાતે પગલાં લેવાં જોઈએ, તેઓ કોર્ટ પાછળ ના છુપાઈ શકે કે કોઈ આદેશ આવે પછી જ કાર્યવાહી કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો