દીપક ચાહર અને જયાના લગ્નના બંધનમાં બંધાયા:સ્ટેજ પર નવદંપતિએ મંગલ ફેરા ફર્યાં; દીપકે સેંથામાં સિંદૂર ભર્યું

આગ્રાએક મહિનો પહેલા

ભારતીય ટીમના ઝડપી બોલર દીપક ચાહર અને જયા ભારદ્વાજ બુધવારે લગ્ન બંધનથી બંધાઈ ગયા છે. રાત્રે 8 વાગે દીપકની જાન ઘરેથી નિકળી હતી. આ જાન ફાઈવ સ્ટાર હોટલ જેપી પેલેસ માટે નિકળી હતી.

દીપકે સફેદ રંગની શેરવાની અને પાઘડી પહેરી હતી.જાનૈયામાં દીપક ચાહરના પરિવારના સભ્યો તથા સંબંધિઓનો સમાવેશ થતો હતો. આજે ફાઈવ સ્ટાર હોટેલ જેપી પેલેસમાં બન્નેના લગ્ન થયા હતા. જાનમાં સામેલ થવા માટે ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચાહર પહોંચ્યો તો તે ખૂબ નાચ્યો હતો.

ગજબનો ડાંસ કરવામાં આવ્યો
દીપકે એવો ડાન્સ કર્યો કે તેની પાસે સારા-સારા ડાન્સર પણ વામન સાબિત થયા. તેની મંગેતર જયા પણ ડાન્સમાં પણ પાછળ રહી ન હતી.

કપલનો રોમાન્ટીક અંદાજ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલું
પંચ તારક હોટેલમાં રાત્રીના સંગીતની રસ્મમાં દીપક અને જયાએ ડાન્સ કર્યો હતો. કપલનો રોમાંટિક અંદાજ જોવા લાગક હતો. સંગીતની રસ્મ માટે દીપકે પીળા રંગના કુર્તા-પાઈજામો પહેર્યો હતો તો જયાએ લીલા રંગની સાડી પહેરી હતી. જ્યાએ અનેક ગીતો પર સોલો પર્ફોમ કર્યું હતું. રાત્રે 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો. દીપકના પિતા લોકેન્દ્ર સિંહ ચાહર સહિત અનેક સગા-સંબંધિએ ડાન્સ કર્યો હતો.

રસોઈના મેન્યૂમાં શું છે
દીપક અને જયાના લગ્ન માટે હોટેલ જેપી પેલેસમાં લગ્ન માટેની દાવતની તૈયારીઓ થઈ ગઈ છે. રસોઈમાં હાથરસની જાણીતી રબડી, આગ્રાના ચાટ, અવધી, મુગલઈ અને સાઉથ ઈન્ડિયન કૂજીન સાથે ઈટાલિયન તથા થાઈ કૂઝીન મેન્યુમાં રાખવામાં આવેલ છે. હોટેલ મેનેજમેન્ટ લગ્ને યાદગાર બનાવવા માટે તમામ તૈયારી કરી લીધી છે.