શૉકિંગ વીડિયો:મહારાષ્ટ્રમાં રમકડાંની જેમ રિક્ષા પલટી તો રાજસ્થાનમાં પોલીસકર્મી ધડામ, રોડ પરના ખાડાને લીધે વિચિત્ર અકસ્માત

22 દિવસ પહેલા

મહારાષ્ટ્ર અને રાજસ્થાનની એક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના કલ્યાણ બાયપાસ પર ગુરુવારે સાંજે આ અકસ્માત થયો હતો. અહીં એક યુવક વીડિયો રેકોર્ડ કરી આપવીતી જણાવી રહ્યો હતો ત્યારે અચાનક જ એક રિક્ષા આવે છે અને પલટી મારી જાય છે. તો રાજસ્થાનના દૌસામાં રોડ પર પાણી અને ઈ-રિક્ષા છતાંય પોલીસકર્મીઓ ખીચોખીચ ભરાઈ ગયા હતાં અને રસ્તા પર ખાડો આવતાં જ રિક્ષા પલટી ગઈ અને પોલીસકર્મીઓ ધડામ થઈ ગયા હતાં. રોડ પર હાજર લોકોએ બનાવેલો આ વીડિયો ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...