• Gujarati News
  • National
  • India Must Revive The Principles Of Sanatam Dharma, For Which Education Is Necessary

કેરળના રાજ્યપાલ આરિફ ખાનનું નિવેદન:ભારતે સનાતમ ધર્મના સિદ્ધાંતોને ફરી વખત જીવિત કરવા જોઈએ, આ માટે શિક્ષણ જરૂરી છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના કલાન વિસ્તારની એક ખાનગી સ્કૂલમનું ઉદઘાટન કર્યું હતું. આ સમયે તેમણે દેશમાં ઉચ્ચ શિક્ષણના પ્રસાર કરી ભારતની પ્રાચીન સંસ્કૃતિને પુનઃજીવિત કરવા તથા સનાતન ધર્મના સિદ્ધાંતોને અમલી બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

તેમણે કહ્યું અમે અમારી જૂની સંસ્કૃતિને ફરીથી જીવંત કરવાની દિશામાં કામ કરવાનું છે. એટલા માટે નહીં કે આપણે પાછળની તરફ જવાનું છે,પણ એટલા માટે કે સનાતન સિદ્ધાંતોને પાછા લાવાના છે તથા આ શિક્ષણ વગર શક્ય બને તેમ નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે માનવ જીવનનો ઉદ્દેશ જ્ઞાન પ્રાપ્તિ છે અને વિનમ્રતા જ્ઞાનનું પરિણામ છે. જેમની પાસે પણ વિનમ્રતા હોય છે તેને કોઈ પણ વ્યક્તિ નીચુ દેખાડી શકતા નથી.

રાજ્યપાલે કહ્યું કે ભારત વિવિધ સમુદાયોનો સમૂહ છે. અહીં તમામ ધર્મોનું સન્માન અને ભાગીદારી છે. આપણો દેશ હંમેશા સત્ય અને અહિંસાનો વાહક રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ઈસ્લામ, યહૂદી તથા ક્રિશ્ચિયનની સાથે કોઈ જ પ્રકારના ભેદભાવ થતા નથી. મદીના બાદ ભારત જ પ્રથમ દેશ છે કે જ્યાં પ્રથમ મસ્જિદ બની અને તે પણ એક હિન્દુ રાજાએ જ તેનું નિર્માણ કરાવ્યું હતું. એક વાત યાદ રાખવી જોઈએ કે દ્વેષ, ધૃણા અને ઈર્ષાથી તમે જીતેને પણ જીત મેળવી શકતા નથી. મહાભારતમાં જીત બાદ પણ આંસુ જ વહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...