• Home
  • National
  • Returning home after 12 years, Farrell asked his sister to surrender to the Naxalite brother.

રક્ષાબંધન પર બહેનને મનગમતી ભેટ / 12 વર્ષ પછી ઘરે પરત ફરેલ નક્સલી ભાઈ પાસે બહેને ભેટમાં માંગ્યું આત્મસમર્પણ, ભાઈએ વાત માની પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી

ભાઈ મલ્લાને રાખડી બાંધતી બહેન લિંગે. મલ્લાને તેના કાકા 10 વર્ષની ઉંમરમાં જ ઘરેથી લઇ ગયા હતા અને હથિયાર પકડાવી દીધું હતું.
ભાઈ મલ્લાને રાખડી બાંધતી બહેન લિંગે. મલ્લાને તેના કાકા 10 વર્ષની ઉંમરમાં જ ઘરેથી લઇ ગયા હતા અને હથિયાર પકડાવી દીધું હતું.
X
ભાઈ મલ્લાને રાખડી બાંધતી બહેન લિંગે. મલ્લાને તેના કાકા 10 વર્ષની ઉંમરમાં જ ઘરેથી લઇ ગયા હતા અને હથિયાર પકડાવી દીધું હતું.ભાઈ મલ્લાને રાખડી બાંધતી બહેન લિંગે. મલ્લાને તેના કાકા 10 વર્ષની ઉંમરમાં જ ઘરેથી લઇ ગયા હતા અને હથિયાર પકડાવી દીધું હતું.

  • મલ્લા ઘણી મોટી નક્સલી ઘટનાઓમાં સામેલ રહ્યો છે, તેના પર 8 લાખ રૂપિયાનું ઇનામ હતું.
  • નક્સલ સંગઠન છોડી ચૂકેલા અન્ય ભાઈ-બહેન પણ પોતાનાઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:15 PM IST

દંતેવાડા. 22 વર્ષના મલ્લાના નક્સલવાદના જીવનને તેની બહેન લિંગેએ સમાપ્ત કરી દીધું. 12 વર્ષ પહેલા મલ્લાના કાકા તેને પોતાની સાથે લઇ ગયા હતા. મલ્લાના હાથમાં તેમણે હથિયાર પકડાવી દીધું હતું. હવે જ્યારે તે રક્ષાબંધન પર્વ મનાવવા માટે ઘરે પરત પહોંચ્યો તો બહેન લિંગેએ કહ્યું રાખડી ત્યારે જ બાંધીશ, જ્યારે આપ આત્મસમર્પણ કરશો. ઘણું વિચાર્યા પછી મલ્લાએ આત્મસમર્પણ કરવાની બહેનની માંગનો સ્વીકાર કરતા આત્મસમર્પણ કરી દીધું અને બહેન લિંગેએ પોતાના ભાઈને પોલીસ સ્ટેશનમાં જ રાખડી બાંધી, આરતી ઉતારી, મીઠાઈ ખવડાવી અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.

મલ્લા ઘણી મોટી નક્સલી ઘટનાઓને અંજામ આપવામાં સામેલ રહ્યો છે. પોલીસે તેના પર રૂ. 8 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. તે લાંબા સમયથી છુપાતો ફરતો હતો. બહેનને ભાઈ મલ્લાના એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો હતો. તે ઇચ્છતી હતી કે તેના ભાઈ અને પરિવારને આ ડરથી છુટકારો મળે.

વધુ એક બહેને આત્મસમર્પણની કરી અપીલ

નક્સલી દશમીએ લગભગ 20 દિવસ પહેલા જ જગદલપુરમાં આત્મસમર્પણ કર્યું હતું. તેના પર રૂ. 5 લાખનું ઇનામ જાહેર કરાયું હતું. તેને પણ પોતાના ભાઈ લક્ષ્મણને અપીલ કરી કે તે પણ આત્મસમર્પણ કરી દે. દશમીએ કહ્યું કે લગ્નના 6 મહિના બાદ પતિ વર્ગીસનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું. હવે તે ભાઈને નથી ગુમાવવા માંગતી, તે મચકોટમાં કમાન્ડર છે. દશમીએ કહ્યું કે તે વર્ષ 2011માં અને ભાઈ 2016માં નક્સલ સંગઠનમાં સામેલ થયા હતા.

ભાઈ પણ બહેનોને આત્મસમર્પણ કરવા માટે કહી રહ્યા
માર્ચમાં સુકમા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર બાદલે કહ્યું કે મારી નાની બહેન જોગી નક્સલ લીડર દેવા સાથે કામ કરી રહી છે. તેને કહીશ કે રક્ષાબંધન પર્વ પર આત્મસમર્પણ કરે, અને સાથે મળીને રક્ષાબંધનનું પર્વ મનાવીશું. જોગી 2014માં નક્સલ સંગઠનમાં સામેલ થઇ હતી. પોલીસ પણ લોન વર્રાટૂના નામથી અભિયાન ચલાવી રહી છે, જેના દ્વારા ભટકી ગયેલા નક્સલીઓને આત્મસમર્પણ કરાવતા તેમને નક્સલવાદના જીવનમાંથી બહાર લાવવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી