તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 'Return Geeta Bhati's Sandals', Women Leader Trends On Social Media Amid Peasant Agitation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજેદાર ટ્વિસ્ટ:‘ગીતા ભાટીના સેન્ડલ પરત કરો’, ખેડૂત આંદોલન વચ્ચે મહિલા નેતા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયાં

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ 12 દિવસથી ચાલતાં ખેડૂત આંદોલન વચ્ચે વાયરલ થયેલા આ વીડિયોએ સૌ કોઈને હસવા મજબૂર કરી દીધા છે. આ વીડિયો કિસાન એકતા સંઘના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગીતા ભાટીનો છે. ગીતા ભાટી ખેડૂત આંદોલનમાં ગયા હતા જ્યાં તેમના સેન્ડલ ગાયબ થઈ ગયા છે. ત્યારબાદ તેમણે મોદી સરકાર પર જ સેન્ડલ ચોરીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, સેન્ડલ ગાયબ થવા પાછળ સરકાર અને પોલીસનું ષડયંત્ર છે. મોદી સરકાર સેન્ડલ પરત કરે તેવી તેમણે માગણી કરી છે. જોતજોતામાં ગીતા ભાટી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા. યૂઝર્સે અવનવી કોમેન્ટ્સ કરીને તેમની મજા લીધી મોદી અને શાહનો ફોટા સાથે એક યૂઝરે લખ્યું કે, ઈસકી સેન્ડલ વાપસ મત દેના નહીં તો પાર્લામેન્ટ તક પહુચ જાયેગી. તો કોઈએ અમિત શાહના હાથમાં મોજડીવાળો ફોટો મૂક્યો તો કોઈએ શિવરાજસિંહના હાથમાં ચપ્પલવાળો. કોઈએ તેજસ્વી યાદવનો ચપ્પલ સાચવતો હોય તેવો ફોટો શેર કર્યો, તો કોઈએ લખ્યું કે, ચપ્પલ ચોર મળી ગઈ છે, અને તે આપની કાર્યકર્તા છે. વળી કોઈએ તો ટીવી એન્કર અર્નબ ગોસ્વામીના ફોટા સાથે લખ્યું કે, કુછ ભી?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો