તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ખૌફ:હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને રિટાયર્ડ SDOએ આપ્યો જીવ, 3 દિવસ પહેલાં જ દાખલ કરવામાં આવ્યા હતા

રેવાડી11 દિવસ પહેલા
રેવાડી સિવિલ હોસ્પિટલની ત્રીજા માળેથી પડતા રિટાયર્ડ SDO, જેઓ નીચે પડતાં મૃત્યુ પામ્યા હતા.

હરિયાણાના રેવાડીમાં સોમવારે સરકારી હોસ્પિટલમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. મૃતક પ્રદેશના વીજળી નિગમમાં સબ ડિવિઝનલ ઓફિસર પદેથી રિટાયર્ડ થયા હતા અને હાલમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. આજ સવારે તેમને ત્રીજા માળની બારીમાંથી કૂદકો માર્યો અને નીચ પડતાં જ જીવ ગુમાવ્યો હતો. બીજી બાજુ આ ઘટનાને એક માનવીય દ્રષ્ટીકોણથી જોવામાં આવે તો ઘણું જ વિચિત્ર લાગે છે. મૃતકનું નામ યુદ્ધવીર હતું.

ઝઝ્ઝરના દોહડા ગામમાં રહેતા યુદ્ધવીર વીજળી વિતરણ નિગમમાં સબ ડિવિઝનલ ઓફિસર (SDOના પદ પર સેવારત હતા અને ગત મહિને જ સેવાનિવૃત થયા હતા. મળતી માહિતી મુજબ યુદ્ધવીરને કોરોના વાયરસનું સંક્રમણ થઈ ગયું અને તેના ત્રણ દિવસ પહેલાં જ અહીં રેવાડીના જિલ્લા મુખ્યાલય સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ત્રીજા માળે આવેલા કોવિડ વોર્ડમાં દાખલ હતા.

ઘટનાસ્થળે હાજર પોલીસ અને અન્ય લોકોની ભીડ
ઘટનાસ્થળે હાજર પોલીસ અને અન્ય લોકોની ભીડ

સોમવારે બપોરે લગભગ સાડા 12 વાગ્યે તેઓ અચાનક બેડ પરથી ઉઠીને બારી તરફ આગળ વધ્યા. જેવી જ આજુબાજુના લોકોને કંઈ અજુગતી ઘટના ઘટશે તેવો આભાસ થયો, તેઓએ યુદ્ધવીરને રોકવાનો પ્રયાસ કર્યો. લોકો બુમો પાડતા રહ્યાં, પરંતુ તેઓ રોકાયા નહીં. જોતજોતમાં જ તેઓએ નીચે છલાંગ લગાવી દિધી. આ ઘટના સ્થળ પર હાજર ભીડમાં ઉભેલી કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેપ્ટર કરી લીધી. ઘટના પછી પોલીસે તાત્કાલિક મૃતદેહને મોર્ચરીમાં રખાવીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ભાસ્કરની લોકોને અપીલ છે કે જીવનમાં સુખની સાથે દુઃખ પણ આવે જ છે, આપણે આટલી જલદીથી હાર ન માની લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો