તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Retired High Court Judge To Probe Allegations Against Me By Parambir Singh: Anil Deshmukh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:પૂરાવા શોધવા NIA વઝેને મીઠી નદી લઈ ગઈ, 12 તરવૈયાઓએ નદીમાંથી 2 કોમ્પ્યુટર CPU, લેપટોપ અને 2 નંબર પ્લેટ શોધ્યા

મુંબઈ2 મહિનો પહેલા
મિઠી નદીમાંથી કેટલીક સામગ્રી મળી આવી છે
  • સચિન વઝેને ક્રાઈમ સાઈટ મિઠી નદીના કિનારે લઈ જવામાં આવ્યા હતા
  • રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મામલામાં તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયોના માલીક મનસુખ હિરેનના મૃત્યુના કેસમાં સતત નવા ખુલાસા આવી રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ રવિવારે કેસના આરોપી મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (API) સચિન વઝેને બાંદ્રા કુર્લા કોમપ્લેક્સમાં મીઠી નદીના પુલ પર લઈ ગઈ હતી.

NIAનું કહેવું છે કે સચિન વઝેએ હાર્ડ ડિસ્ક મીઠી નદીમાં ફેકી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરીમાં 12 જેટલા તરવૈયાઓ નદીમાં ઉતર્યા હતા. તેમણે નદીમાંથી બે કોમ્પ્યુટર CPU,બે નંબર પ્લેટ, એક લેપટોપ અને અન્ય સામગ્રી મેળવી હતી. બન્ને પ્લેટ્સ પર એક જ નંબર લખેલો છે.

બીજીબાજુ NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક પૂરાવા વઝે સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પૂછપરછ બાદ તેણે સ્વીકાર કર્યો છે કે કેસને લગતા મહત્વના પૂરાવા મીઠી નદીમાં ફેકી દેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ તમામ વસ્તુઓ એન્ટિલિયા અને મનસુખ હિરેન કેસ સાથે જોડાયેલી છે.

NIAએ કહ્યું- મળી આવેલ DVRsમાં વઝેના તમામ કૃત્યો કેદ છે NIAનાસૂત્રોએ જણાવ્યું છે કે મીઠી નદીમાં આજે મળી આવેલી DVRs (ડિજીટલ વીડિયો રેકોર્ડ્સ) વઝેના હાઉસિંગ સોસાયટીના છે. અહીં જ 17 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી વચ્ચે સ્કોર્પિયો પાર્ક કરવામાં આવી હતી. સ્કોર્પિયોમાં મળેલી નંબર પ્લેટ્સ જ્યાં તૈયાર કરવામાં આવી હતી ત્યાના વીડિયો ફૂટેજનો પણ તેમા સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટિલિયા પાસે પાર્ક SUV માં અનેક નંબર પ્લેટ્સ મળી હતી, જેનો મુકેશ અંબાણીના સુરક્ષાકર્મીઓના વાહનો સાથે મેળ ખાતો હતો.

ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ વસુલીના આરોપોની તપાસ થશે
મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ વસુલીના આરોપોની તપાસ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મામલામાં તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. અનિલ દેશમુખે જ રવિવારે આ અંગેની માહિતી આપી છે કે CM ઠાકરે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના આરોપોની તપાસનો નિર્ણય લીધો છે.

રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યોઃ અનિલ દેશમુખ
અનિલ દેશમુખે જણાવ્યું કે આ મામલામાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રીએ જણાવ્યુ કે તેમણે પોતે પરમબીરના આરોપોની તપાસ કરાવવાની CM ઠાકરે સમક્ષ માંગ કરી હતી. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં દેશમુખે રવિવારે કહ્યું કે આ તપાસમાં સત્ય પ્રકાશમાં આવી જશે.

મુખપત્ર સામનામાં કાર્યશૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા
અનિલ દેશમુખે પોતાની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસની માંગ એવા સમયે કરી છે કે જ્યારે શિવસેનાના મુખપત્ર સામનામાં તેમની કાર્યશૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ એક ગૃહમંત્રી તરીકે કઈ રીતે કામ કરવું જોઈએ તેની પણ અનિલ દેશમુખને સલાહ આપવામાં આવી છે.

સામનામાં આપવામાં આવી સલાહ
શિવસેનાના મુખપત્ર સામનામાં પરમબીર સિંહના આરોપ અને સચિન વઝે મામલામાં કઈ રીતે વર્તન કરવું જોઈએ તેની સલાહ આપવામાં આવી છે. સામનામાં લખવામાં આવ્યું છે કે અનિલ દેશમુખને ગૃહમંત્રીનું પદ આકસ્મિક સંજોગોના પગલે મળી ગયું. જયંત પાટિલ, દિલીપ વલસે પાર્ટીલે ગૃહમંત્રી પદ સ્વીકારવાથી ઈન્કાર કરી દીધો હતો. ત્યારે આ પદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના શરદ પવારે અનિલ દેશમુખને સોંપ્યું હતું. આ પદની એક ગરિમા છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે અધિકારીઓ સાથે કોઈ પણ કારણ વગર બદલો લીધો.

ગૃહમંત્રીએ ઓછામાં ઓછું બોલવું જોઈએઃ શિવસેના
શિવસેનાની અનિલ દેશમુખને સલાહ હતી કે ગૃહમંત્રીએ ઓછામાં ઓછું બોલવું જોઈએ. કોઈ પણ કારણ વગર કેમેરા સમક્ષ જવું અને તપાસના આદેશ આપવાનું સારુ હોતુ નથી. પોલીસ વિભાગનું નેતૃત્વ માત્ર સેલ્યુટનું હોતુ નથી. તે પ્રખર નેતૃત્વ આપવા માટે હોય છે. પ્રખરતા ઈમાનદારીથી આવે છે. એ વાતને કઈ રીતે ભૂલી શકાશે.

શું લગાવ્યા હતા આરોપ
મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે સીએમને પત્ર લખીને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા હતા કે તેમણે પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયાની વસુલી કરવાનો ટાર્ગેટ આપ્યો છે. પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રીએ સચિન વઝેને વસુલીનો ટાર્ગેટ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો