• Gujarati News
  • National
  • BJP Ahead In Four Seats In Madhya Pradesh; Congress Ahead In Himachal's Mandi Lok Sabha Seat

પેટાચૂંટણી:લોકસભાની 3 અને વિધાનસભાની 29 બેઠકનું પરિણામ; મધ્યપ્રદેશની ચાર સીટો પર ભાજપ આગળ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાદરા અને નગર હવેલી સીટ પર અપક્ષ મોહન ડેલકરના નિધનના કારણે બીજી વખત વોટિંગ થયું છે

દેશમાં 3 લોકસભા અને 13 રાજ્યોની 29 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીના પરિણામો આજે આવશે. તમામ સીટો માટે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ ચૂક્યું છે. શરૂઆતના રુઝાનો મુજબ, મધ્યપ્રદેશની ખંડવા લોકસભા સહિત ચાર સીટો પર ભાજપ આગળ છે. અહીં હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર ભાજપ આગળ છે. જ્યારે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી કોંગ્રેસના પ્રતિભા સિંહ આગળ ચાલી રહ્યાં છે. તમામ સીટો પર 30 ઓક્ટોબરે વોટિંગ થયું હતું.

29 વિધાનસભા સીટોમાંથી ભાજપે લગભગ અડધો ડઝન સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસની પાસે નવ સીટ હતી. જ્યારે બાકીની ક્ષેત્રીય પાર્ટીઓ પાસે હતી. જે સીટો પર લોકસભા પેટાચૂંટણી થઈ, તેમાં દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશની મંડી અને મધ્યપ્રદેશમાં ખંડવા સામેલ છે.

ત્રણે લોકસભા ક્ષેત્રોમાં હાલના સભ્યોના નિધન પછી વોટિંગ થયું. માર્ચમાં ભાજપના રામસ્વરૂર શર્માના નિધન પછી હિમાચલ પ્રદેશની મંડી સીટ ખાલી થઈ હતી. મધ્યપ્રદેશની ખંડવા સંસદીય સીટ ભાજપના સભ્ય નંદ કુમાર સિંહ ચૌહાણના નિધન પછી ખાલી થઈ હતી. જ્યારે દાદરા અને નગર હવેલી સીટ પર અપક્ષ મોહન ડેલકરના નિધનના કારણે બીજી વખત વોટિંગ થયું છે.

અન્ય સમાચારો પણ છે...