તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Results Of Clinical Trials Released By Bharat Biotech, Covexin 81% Effective; Will Also Fight Against New Strains

કોવેક્સિન પણ પાસ:ભારત બાયોટેકે જાહેર કર્યા ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામ, કોવેક્સિન 81% અસરકારક; નવા સ્ટ્રેન સામે પણ લડશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપી હતી.
  • હૈદરબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે.

ભારત બાયોટેકે સ્વદેશી વેક્સિન કોવેક્સિનને લઈને સારા સમાચાર આપ્યાં છે. કંપનીએ બુધવારે વેક્સિનના ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ્સના ઈન્ટરિમ પરિણામો જાહેર કર્યા છે. આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. સરકારે જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપી હતી. સરકારનો આ નિર્ણય વિશેષજ્ઞોના નિશાને હતો કેમકે તેઓ ફેઝ-3ના પરિણામ જોયા વગર ઈમરજન્સી એપ્રુવલના વિરૂદ્ધમાં હતા.

હૈદરબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં જ કોવેક્સિનના ડોઝ લીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં જ કોવેક્સિનના ડોઝ લીધા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં જ કોવેક્સિનના ડોઝ લીધા છે

કોરોનાના વેરિએન્ટ્સ વિરૂદ્ધ કોવેક્સિન અસરકારક
ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. કૃષ્ણા એલ્લાનું કહેવું છે કે આ અમારા માટે ઘણી જ મોટી ઉપલબ્ધિવાળો દિવસ છે. ક્લીનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં અમે 27 હજાર વોલેન્ટિયર્સ પર અમારી વેક્સિનનો પ્રયોગ કર્યો છે. ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામની સાથે આ પુરવાર થઈ ગયું છે કે કોવેક્સિન કોરોના વાયરસ વિરૂદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી સામે આવી રહેલા કોરોના વાયરસના અન્ય વેરિએન્ટ્સ વિરૂદ્ધ અસરકારક છે.

43 વોલેન્ટિયર્સને થયું કોરોના ઈન્ફેક્શન
કોવેક્સિનના ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સમાં 25,800 વોલેન્ટિયર્સ સામેલ થયા હતા. આ ભારતમાં કોરોના વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થનારા અત્યાર સુધીના સૌથી મોટા આંકડા છે. જેમાં 2,433 લોકો 60 વર્ષથી વધુની ઉંમરના હતા, જ્યારે 4,500 વોલેન્ટિયર્સ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યાં હતા. જેમાંથી 43 વોલેન્ટિયર્સ કોરોના વાયરસથી ઈન્ફેક્ટેડ થયા છે. 36 પ્લેસિબો ગ્રુપના હતા, જ્યારે માત્ર 7 વેક્સિન ગ્રુપના. આ આધારે જ વેક્સિનની ઈફેક્ટિવનેસ 80.6% રહી છે.

વેક્સિનનો જથ્થો અન્ય દેશને મોકલવામાં આવી રહી છે
વેક્સિનનો જથ્થો અન્ય દેશને મોકલવામાં આવી રહી છે

કોવેક્સિનનો વેસ્ટેજ પણ ઓછો
કોવેક્સિન કે BBV152 એક વ્હોલ વાયરોન ઈનએક્ટિવેટેડ SARS-CoV-2 વેક્સિન છે. જેને વેરો સેલ્સથી બનાવવામાં આવ્યા છે. આ 2થી 8 ડિગ્રી સેલ્સિયસમાં પણ સ્ટેબલ રહે છે અને રેડી-ટૂ-યુઝ લિક્વિડ ફોર્મેશનમાં ટ્રાંસપોર્ટ કરવામાં આવે છે. હાલની વેક્સિલ સપ્લાઈ ચેન ચેનલ્સ માટે આ ઉપયોગી છે. BBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી કામ કરે છે.