• Gujarati News
  • National
  • Mumbai Coronavirus Restrictions Update | 144 Imposed Omicron Variant Of COVID In Mumbai

મહારાષ્ટ્રમાં આવશે ઓમિક્રોનની લહેર?:મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરાઈ, નવા વર્ષ અને ક્રિસમસની ઉજવણી ફિક્કી પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓમિક્રોન સંક્રમણના સંકટને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ પણ સાર્વજનિક સભા, રેલી અને પ્રદર્શનની મંજૂરી નહીં મળે. તે સિવાય 5થી વધુ લોકો એક જગ્યા પર ભેગા નહીં થઈ શકે. મુંબઈ પોલીસની આ કડક કાર્યવાહીના કારણે આ વર્ષે મુંબઈમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી શકે છે. આ નિયમોનું પાલન કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યું છે. માસ્ક વગર ફરનારા લોકો પાસે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

મુંબઈ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે કોઈ પણ કાર્યક્રમમાં 50% લોકોને જ સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે અને તેમાં પણ ફુલ્લી વેક્સિનેટેડ લોકોને જ પ્રવેશ આપવાનો રહેશે. દરેક દુકાન, મોલ, ધાર્મિક કાર્યક્રમો અને સભામાં ફુલ્લી વેક્સિનેટેડ લોકોને જ પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ વેક્સિનેટેડ ના હોય તો તે જ સ્થળે તેમને વેક્સિન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, જે લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે તેઓ જ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરી શકશે. મહારાષ્ટ્રમાં યાત્રા કરનારા દરેક યાત્રીઓ ફુલ્લી વેક્સિનેટેડ હોવા જોઈએ અને તેમના પાસે 72 કલાકમાં કરાયેલ નેગેટિવ RT-PCR રિપોર્ટ હોવો જોઈએ.

238 નવા કેસો નોંધાયા
મુંબઈમાં બુધવારે કોરોના વાઈરસના 238 નવા કેસો સામે આવ્યાં. તે સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 7,65,934 થઈ છે. જોકે રાહતની બાબત એ છે કે ગઈકાલે કોરોનાના કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી. અત્યારસુધી કોરોનાના કારણે જીવ ગુમાવનારની સંખ્યા 16,360 થઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટના 32 કેસો સામે આવ્યા છે, જેમાં મુંબઈ પણ સામેલ છે.

રાજ્યમાં 4 ઓમિક્રોન સંક્રમિત દર્દી
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 4 નવા કેસોની પુષ્ટિ થઈ છે. જેમાં બે દર્દી ઓસમાનાબાદ અને એક-એક મુંબઈ અને બુલઢાનાના છે. રાજ્યમાં અત્યારસુધી 32 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે અને તેમાંથી 25 લોકો સાજા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...