• Gujarati News
  • National
  • Responding To Rahul Gandhi's Allegation, Ravi Shankar Said, "Don't Spread Lies, Look At The Death Toll Of Other Countries In The World."

ભાજપનો જવાબ:રાહુલ ગાંધીને રવિશંકરનો સણસણતો જવાબ કહ્યું- જુઠ્ઠાણું ન ફેલાવશો, દુનિયાના અન્ય દેશોના મૃત્યુઆંક જોઈ લો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • રાહુલ ગાંધી દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને ફેઈલ ગણાવ્યું હતું
  • રાહુલ ગાંધી દેશની એકતાને ખંડિત કરનારી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છેઃરવિશંકર પ્રસાદ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લગાવેલા લોકડાઉન ફેઈલ જેવા આરોપ અંગે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ખોટા અને પાયા વિહોણા આરોપો લગાવી રહ્યા છે, લોકડાઉન અંગે તેમને જે નિવેદન આપ્યું છે તે તદ્દન ખોટુ છે. દુનિયાના 15 જેવા દેશમાં 3 લાખ 43 હજારથી વધુ લોકોના મોત થયા છે જેની સામે ભારતમાં 4 હજારની આસપાસ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોનાની લડાઈને રાહુલે પાંચ રીતે નબળી કરવાનો પ્રયાસ કર્યોઃપ્રસાદ

પ્રસાદે વધુમાં કહ્યું કે, કોરોના વિરુદ્ધ દેશની લડાઈને રાહુલે પાંચ રીતે નબળી કરવાનો પ્રયાસ કર્યો છે. પહેલી વાત નેગેટિવિટી ફેલાવી, બીજી-સંકટ સમયે દેશ વિરુદ્ધ કામ કર્યું, ત્રીજુ- ખોટી વાહ વાહ લૂંટવાનો પ્રયાસ કર્યો,ચોથું- તેમના કહેવા અને કરવામાં ફરક છે. પાંચમું- તેમને ખોટા તથ્યો અને ખોટા સમાચાર ફેલાવ્યા. તેમની પાસે કોઈ પ્લાન હોય તો અમને પણ જણાવે    

‘રાહુલજી, તમારા મુખ્યમંત્રી તમારી વાત નથી સાંભળતા’
પ્રસાદે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, રાહુલ જી તમે કહો છો કે લોકડાઉન કોઈ સમાધાન નથી તો પછી આ વાત તમે તમારા મુખ્યમંત્રીને કેમ નથી સમજાવતા? શું એ લોકો તમારું સાંભળતા નથી કે પછી તમારી વાતને પ્રાધાન્ય આપતા નથી. પ્રસાદે કહ્યું સૌથી પહેલા પંજાબે અને પછી રાજસ્થાને લોકડાઉનની જાહેરાત કરી હતી. અને તેને 31 મે સુધી વધારવામાં પણ મહારાષ્ટ્ર અને પંજાબ અવ્વલ રહ્યા છે.
વેક્સીન ન આવે ત્યાં સુધી લોકડાઉન જ એક માત્ર ઉપાયઃરવિશંકર
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, હાલ કોરોનાની કોઈ વેક્સીન નથી એવામાં લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે. રાહુલ ગાંધી દેશની એકતાને ખંડિત કરનારી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જે એકદમ ખોટું છે. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી રાહુલ ગાંધી  દેશના સંકલ્પને નબળો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. 

રાહુલના સાથી લંડનમાં નીરવનો સાથ આપી રહ્યા છેઃરવિશંકર પ્રસાદ
 રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, ચૂંટણીમાં રાહુલ ગાંધી નીરવ મોદીની વાત કરી રહ્યા હતા, પણ તેમના સાથી લંડનમાં નીરવની મદદ કરી રહ્યા છે. રવિશંકરે કહ્યું કે, ભીલવાડા મોડલનો શ્રેય રાહુલ ગાંધીને આપવામાં આવ્યો, પણ ત્યાંના સરપંચે કહ્યું આ તો ત્યાંના લોકોની મહેનતને કારણે બની શક્યું છે.

પ્રસાદે કહ્યું કે, રાહુલે દાવો કર્યો હતો કે વાયનાડના મોડલની સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રશંસા કરી છે, પણ વાયનાડને સ્વાસ્થ્ય મંત્રાલયે હોટસ્પોટ જાહેર કર્યું છે. પ્રવાસી મજૂરોના મુદ્દે પ્રસાદે કહ્યું કે, યુપી બિહાર જેવા રાજ્યોમાં ઘણી ટ્રેન દોડી રહી છે પણ મહારાષ્ટ્રમાં ઘણી ઓછી ટ્રેન જઈ રહી છે. જ્યાં કોંગ્રેસની સરકાર છે.

અન્ય સમાચારો પણ છે...