તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Residents Say People Drink Alcohol At Night, Make Obscene Gestures With Girls On The Bridge, Urinate On Our Huts.

ઝૂંપડપટ્ટીમાં કોણ રહેવા ઈચ્છે છે...:રહેવાસીઓ કહે છે- લોકો રાત્રે શરાબ પીને પુલ પર છોકરીઓને અશ્લિલ ઈશારા કરે છે, અમારા ઝૂંપડા પર પેશાબ કરે છે

નવી દિલ્હી10 મહિનો પહેલાલેખક: રાહુલ કોટિયાલ
  • કૉપી લિંક
  • મહેન્દ્ર દાસ કહે છે-તે સમયના મુખ્યમંત્રી શીલા દિક્ષિત હતા, અમે તેમના પગમાં પડી આજીજી કરી કે અમારા ઘરને તોડશો નહીં, પણ તેમણે અમારી વસાહત પર બુલડોઝર ફેરવી દીધુ
  • ગીતા દાસ કહે છે- ઝૂંપડામાં જીવન મુશ્કેલ હોય છે, વરસાદમાં નાળાનું ગંદુ પાણી ઘરોમાં ભરાઈ જાય છે, લોકો કચરો અમારી ઉપર ફેકે છે

દિલ્હીના કિદવઈ નગર વિસ્તારના પૂર્વી છેડાથી એક મોટુ નાળુ પસાર થાય છે. તેને કુશળ નાળા પણ કહે છે. 28 વર્ષના અરુણનો આ નાળાના એક કિનારે વસેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જન્મ થયો હતો. અરુણ જ્યારે નાનો હતો ત્યારે આ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીની આજુબાજુ કંઈ જ ન હતું. અહીં બનેલુ આયુષ ભવન હોય, સેન્ટ્રલ વિજીલન્સ કમિશનનું કાર્યાલય હોય કે પછી NBCCની બહુમાળી ઈમારત આ તમામ તેની નજર સામે બની. બારાપુલા ફ્લાઈઓવર બન્યાને હજુ કેટલાક વર્ષો જ વીત્યા છે,જે આ ઝૂંપડપટ્ટી વસ્તીની ઉપર તે સિમેન્ટના ઈન્દ્રધનુષની માફક ઉદય થશો છે. અરુણની નજર સામે ધીમે ધીમે તેની આજુબાજુનો હરિયાળીથી ભરપૂર વિસ્તાર કોંક્રીટના જંગલમાં તબદિલ થઈ ગયો અને આ વિકાસની દોડમાં ઝૂંપડપટ્ટી આ વિસ્તારમાં એક નાના વિસ્તારમાં સંકોચાઈ ગઈ. બાળપણમાં ઝૂંપડપટ્ટીની આજુબાજુ જે ખાલી મેદાનો અને પાર્કોમાં તે રમતો હતો ત્યાં હવે આલીશાન કોલોનિયો બની ગઈ છે. જ્યાં દરરોજ ખાનગી સુરક્ષા ગાર્ડ ફરજ પર રહે છે અને અહીં દેખરેખ રાખે છે,જેથી ઝૂંપડપટ્ટીના બાળકો કોલોનીના પાર્કમાં રમવા માટે જાય નહીં.

આ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા મોટાભાગના લોકો શ્રમિકો છે, મિસ્ત્રી કે પછી છૂટક કામ કરનાર છે. આજુબાજુમાં મોટી-મોટી ઈમારતો દેખાય છે તે આ લોકોની મહેનત અને પરસેવાથી જ નિર્માણ પામી છે. જોકે જેમ-જેમ વિશાળ ઈમારતોનું સર્જન થતુ ગયું તેમ આ લોકોને તેમના નાના રહેઠાણ બચાવવા પણ મુશ્કેલ થતા ગયા. હવે શહેરીકરણની સુંદરતાની સ્થિતિમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર એક કલંક લાગતો હતો, જેથી હવે તેને હટાવવા માટે દબાણ વધતુ ગયું.

21મી સદીની શરૂઆત થતા-થતા આ દબાણ ખૂબ જ વધી ગયું. ભારતને રાષ્ટ્રમંડળ રમતોની યજમાની કરવાની હતી અને તે માટે દિલ્હીને દુલ્હનની સજાવવાની શરૂઆત થઈ. આ સજાવટમાં ઝૂંપડપટ્ટી એક મોટો અવરોધ હતો, જેથી એક પછી એક ઝૂંપડા હટાવવામાં આવી. અરુણ કહે છે કે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરનારનું પુનર્વાસ થયો અને ઘણાબધા લોકોને પુનર્વાસને નામ ત્યાંથી હાકી કાઢવામાં આવ્યા. અમને પણ કહેવામાં આવ્યુ હતું કે દિલ્હી છોડીને જતા રહો.

આ ઝૂંપડપટ્ટીમાં રહેતા 60 વર્ષિય મહેન્દ્ર દાસ યાદ કરતા કહે છે કે તે સમયે શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતી. અમે તેમના પગમાં પડી ગયા પણ તેણે અમારી એક વાત પણ ન સાંભળી અને અમારા સમગ્ર વિસ્તાર પર બુલડોઝર ફેરવી દીધું. આજે અનેક વર્ષ વીતી ગયા. અનેક રાત્રી નાના બાળકો સાથે માર્ગો પર ઉંઘતા રહ્યા.

સમય પસાર થતો ગયો ત્યારે મહેન્દ્ર દાસ અને તેના ઝૂંપડપટ્ટીવાળાનો ઘાવ પણ ધીમે ધીમે ભરવા લાગ્યા. આ લોકોએ તેના નાળાના કિનારે ફરી એક વખત વસવાટ કર્યો, જ્યાં તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.

મહેન્દ્રની પત્ની ગીતાદાસ કહે છે કે ઝૂંપડપટ્ટીમાં કોણ રહેવા ઈચ્છે છે? અહીં ઘણી મુશ્કેલી પડે છે. વરસાદમાં આ નાળાનું તમામ ગંદુ પાણી અમારા ઘરોમાં ભરાઈ જાય છે.જ્યારથી બારાપુલા બન્યુ છે ત્યારથી મુશ્કેલી વધી ગઈ છે. રાત્રીના સમયમાં આ પુલ પર ઉભા રહીને છોકરીઓ સાથે અશ્લિલ હરકત કરે છે. આ પૂલ પરથી અમારા ઘર પર કચરો ફેકવામાં આવે છે.

આવી મુશ્કેલ સ્થિતિમાં જીવન પસાર કરવુ આ ઝૂંપડપટ્ટીવાળા લોકો માટે ગયા વર્ષે ખુશીના સમાચાર આવ્યા હતા. દિલ્હી શહેરી આશ્રય સુધાર બોર્ડ એટલે કે ડૂસિબે નક્કી કર્યું કે આ લોકોનો પુનર્વાસ કરવામાં આવશે અને ઝૂંપડપટ્ટીની જગ્યાએ ફ્લેટ તૈયાર કરવામાં આવશે. આ માટે ઝૂંપડાઓનો સરવે કરવામાં આવ્યો અને લોકો પાસેથી પૈસા પણ એકત્રિત કરવામાં આવ્યા. અનુસૂચિત જાતી માટે 31 હજાર અને સામાન્ય વર્ગ માટે એક લાખ 42 હજારની રકમ નક્કી કરવામાં આવી. આ ઝૂંપડપટ્ટીના લગભગ તમામ લોકો આ રકમ જમા કરાવી ચુક્યા છે. પણ આશકે દોઢ વર્ષ બાદ પણ જ્યારે આગળની કોઈ કાર્યવાહી ન થઈ તો આ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. આ પ્રશ્ન એટલા માટે પણ મજબૂત થાય છે કારણ કે દિલ્હીમાં હજારો લોકો એવા પણ છે કે જે છેલ્લા 12-13 વર્ષથી પુનર્વાસની રાહ જોઈ રહ્યા છે અને તેમનું પુનર્વાસ કોર્ટની ફાઈલોમાં અટવાયેલી છે. રાજેન્દ્ર પાસવાન પણ આવી એક વ્યક્તિ છે.

ઝૂપડપટ્ટીના લોકો શહેરમાં મજૂરી કરે છે અને તેમની મહિલાઓ આજુબાજુની ઈમારતોમાં ઘરેલુ કામ કરવા માટે જાય છે
ઝૂપડપટ્ટીના લોકો શહેરમાં મજૂરી કરે છે અને તેમની મહિલાઓ આજુબાજુની ઈમારતોમાં ઘરેલુ કામ કરવા માટે જાય છે

રાજેન્દ્ર રાજઘાટની પાછળ યમુનાના કિનારે આવેલી એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે. વર્ષ 2007માં જ્યારે અહીં ઝૂંપડપટ્ટીને તોડવામાં આવી તો આ લોકોને પુનર્વાસ માટે વચન આપવામાં આવ્યું હતું. આ માટે રાજેન્દ્ર પાસવાને તેે સમયે 14 હજાર રૂપિયાની ચુકવણી કરી હતી અને જમીનની ફાળવણી થાય તે માટે રાહ જોઈ રહ્યા હતા. તેમની પ્રતિક્ષા હજુ પણ પૂરી થઈ નથી. તેમની માફક આશરે નવ સો પરિવાર છેલ્લા 13 વર્ષથી પુનર્વાસ માટે રાહ જોઈ રહ્યા છે.

ડૂસિબની આંકડાકીય માહિતી દર્શાવે છે કે દિલ્હીમાં કુલ 45,857 એવા ફ્લેટ છે કે જે તૈયાર થઈ ગયા છે અથવા ડિસેમ્બર 2021 સુધીમાં તૈયાર થઈ બની જશે, તેમા ઝૂંપડપટ્ટી વસ્તીના લોકોનો વસવાટ કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના ફ્લેટ રાષ્ટ્રમંડળ ખેલ સમયે જ તૈયાર થઈ ગયા હતા અને જ્યારે તેજીથી દિલ્હીની ઝૂંપડપટ્ટી તોડવામાં આવી હતી. જોકે આટલી સંખ્યામાં ફ્લોટ હોવા છતાં રાજેન્દ્ર પાસવાન જેવા લોકોના પુનર્વાસ માટે શા માટે રાહ જોવી પડી રહી છે? આ પ્રશ્નના જવાબમાં ડૂસિબના એક વરિષ્ઠ અધિકારી કહે છે કે દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના પુનર્વાસ માટે અનેક વિવિધ વિભાગોની ભૂમિકા રહેલી હોય છે. ડૂસિબ ભલે પુનર્વાસ માટે નોડલ એજન્સી હોય પણ આ ઉપરાંત રેલવે, DDA અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીની પણ મહત્વની ભૂમિકા રહેલી હોય છે.

આ અધિકારીએ વધુમાં કહ્યું કે પ્રત્યેક ઝૂંપડાના પુનર્વાસ માટે સાડા સાત લાખથી સાડા 11 લાખ સુધીનો ખર્ચ થાય છે. ફ્લેટ બન્યા છે પણ જ્યાં સુધી કોઈ એજન્સી આ રકમ નહીં ચુકવે ત્યા સુધી ફ્લેટની ફાળવણી થઈ શકતી નથી. આ માટેના કેસ વર્ષો સુધી અટકેલા રહે છે.

એટલે કે રેલવે, સંરક્ષણ મંત્રાલય અને DDAની જમીનો પર છે. આ ઉપરાંત 25 ટકા ઝૂંપડા દિલ્હી સરકારની જમીનો પર છે. આ દ્રષ્ટીએ જોઈએ તો દિલ્હીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારની 75 ટકા જવાબદારી કેન્દ્ર સરકારની છે, જેમની જમીન પર 75 ટકા ઝૂંપડા છે.

અન્ય સમાચારો પણ છે...