તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Resident Grievance Officer Appointed In India, Twitter Accepts Law 3 Days After New IT Minister's Warning

આખરે ટ્વિટર ઝૂકી ગયું:ભારતમાં રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારીની નિમણૂક કરાઇ, નવા IT પ્રધાનની ચેતવણીના 3 દિવસ બાદ ટ્વિટરે કાયદાનો કર્યો સ્વીકાર

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • નવા IT મંત્રીએ પદ સાંભળ્યા બાદ સૌથી પહેલા ટ્વિટરને ચેતવણી આપી હતી
  • આઈપીસી કલમો હેઠળ ટ્વિટર વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે

ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો સ્વીકાર્યા છે. કંપનીએ ભારતમાં તેના રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારીની નિમણૂક કરી છે. ટ્વિટરે તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે કે તેમણે વિનય પ્રકાશને ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. સરકારે 25 ફેબ્રુઆરીએ નવા કાયદા જાહેર કર્યા હતા. આ નિયમો 3 મહિનાની અંદર એટલે કે 25 મે પહેલાં લાગુ કરવામાં આવનારા હતા, જો કે ટ્વિટર દ્વારા અંતિમ મુદત પૂરી થયાના 46 દિવસ પછી આ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

નવા IT મંત્રીએ ચેતવણી આપી હતી
નવા IT મંત્રી અશ્વિની વૈષ્ણવે 8 જુલાઈએ પોતાનું પ્રધાન પદ સંભાળ્યું હતું. ત્યાર બાદ તેમણે સૌથી પહેલા ટ્વિટરને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે દેશનો કાયદો બધાથી ઉપર છે અને ટ્વિટરએ પણ તેનો અમલ કરવો જ પડશે.

હકીકતમાં, મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે IT પ્રધાન રવિશંકર પ્રસાદે મંત્રાલયમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે રવિશંકર પ્રસાદ નવા IT કાયદાને લઈને સોશિયલ મીડિયા કંપનીઓ સામે દેશની પ્રતિષ્ઠા બચાવવામાં નિષ્ફળ રહ્યા છે અને આ કારણોસર તેમને મંત્રાલયમાંથી બરતરફ કરાયા છે.

ટ્વિટરે તેનું લીગલ શીલ્ડ ગુમાવી દીધુ
નવા કાયદાનું પાલન ન કરવાને કારણે ટ્વિટરે ભારતમાં થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે લીગલ શીલ્ડ ગુમાવી દીધું છે. એટલે કે, તેને કન્ટેન્ટ બાબતે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે આઈપીસી કલમો હેઠળ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ પરિસ્થિતિ માટે ટ્વિટર પોતે જ જવાબદાર છે.

રવિશંકર વિવાદ બાદ ટ્વિટર પર 5 કેસ
25 જૂને, ટ્વિટરે તત્કાલીન IT પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કર્યું હતું. ત્યારબાદ ટ્વિટરે અમેરિકન કોપીરાઇટ એક્ટનો હવાલો આપ્યો હતો. તેનો સરકાર દ્વારા વિરોધ કરાયો હતો. આ પછી, ટ્વિટર પર 5 કેસ નોંધાયા હતા, કારણ કે નવા IT કાયદાઓનું પાલન ન કરતાં તેણે તેનું લીગલ શીલ્ડ ગુમાવી દીધુ છે.

સરકાર તરફથી તેને કન્ટેન્ટ અંગે કોઈપણ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે નહીં. ટ્વિટર સામે પણ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરી શકાય છે. આ પરિસ્થિતિ માટે ટ્વિટર પોતે જ જવાબદાર છે.

1. ગાઝિયાબાદ પોલીસે એક મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્ર વર્તનના કેસમાં ટ્વિટર વિરુદ્ધ FIR નોંધી હતી.

2. બુલંદશહેરમાં દેશનો ખોટો ધ્વજ બતાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

3. દેશનો ખોટો ધ્વજ બતાવવા બદલ મધ્યપ્રદેશના સાયબર સેલમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

4. ચાઇલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બાબતે દિલ્હી પોલીસના સાયબર સેલે કેસ નોંધ્યો છે. તે રાષ્ટ્રીય બાળ અધિકારના સંરક્ષણ આયોગની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે.

5. હિન્દુ દેવીને લઈને ટ્વિટર પ્લેટફોર્મ પર પોસ્ટ કન્ટેન્ટ અંગે દિલ્હીમાં કેસ નોંધાયો છે.