• Gujarati News
  • National
  • Reserve Judgment After Hearing Arguments For 10 Days, SC Said Now Our Homework Begins

સુપ્રીમ કોર્ટમાં હિજાબ પર સુનાવણી પૂર્ણ:10 દિવસ સુધી દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રખાયો, SCએ કહ્યું- હવે અમારું હોમવર્ક શરૂ થાય છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ હિજાબના પ્રતિબંધ પર નિર્ણય અનામત રાખ્યો હતો. કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય સામે દાખલ અરજીઓ પર સતત 10 દિવસ સુધી સુનાવણી ચાલી રહી હતી. ગુરુવારે પણ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે કર્ણાટક સરકાર અને મુસ્લિમ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કહ્યું હતું કે અમે બંને પક્ષની બધી વાત સાંભળી છે. હવે અમારું હોમવર્ક શરૂ થાય છે.

સુનાવણીના શરૂઆતના 6 દિવસ સુધી મુસ્લિમ પક્ષની દલીલો બાદ કર્ણાટક સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં હિન્દુ, શીખ, ઈસાઈનાં પ્રતીકો પહેરવાની જેમ હિજાબની પણ પરવાનગી આપવાની માગ કરવામાં આવી હતી.

કોર્ટમાં મુસ્લિમ પક્ષની દલીલ- પ્રતિબંધ લગાવીને શું મળશે?

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા, કર્ણાટક સરકારના એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગી, એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજ, એડવોકેટ આર. વેંકટરમાનીએ દલીલ રજૂ કરી હતી. ગુરુવારે સિનિયર એડવોકેટ અહેમદીએ દલીલ કરી હતી કે હિજાબ પહેરનારી છોકરીઓની ટકાવારી ઓછી છે, પરંતુ આ પ્રકારના પ્રતિબંધ લાગુ કરીને શું મળશે.

એડવોકેટ કામતે હિન્દુ પ્રતીકોનું ઉદાહરણ આપ્યું

કામતે કહ્યું હતું કે ધારો કે હું મારા ખિસ્સામાં ભગવાન કૃષ્ણનો ફોટો રાખું છું અને રાજ્ય કહે છે કે તમે રાખી શકતા નથી. જ્યારે હું તેને પડકાર આપું છું ત્યારે કોર્ટે આ વાત પૂછવી જોઈએ કે પ્રતિબંધ શા માટે છે અને શું મને ફોટો રાખવાનો અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટે 1958ની જેમ દલીલને ફગાવી દેવી જોઈએ

બકરી ઈદ પર ગૌહત્યાની જેમ શાળામાં હિજાબ પહેરવો એ મુસ્લિમોનો મૂળભૂત અધિકાર નથી. કર્ણાટક સરકારે બુધવારે પોતાની દલીલોમાં કહ્યું હતું કે જેવી રીતે બકરી ઈદમાં ગાયની કુરબાની કરવી એ મુસ્લિમોનો મૂળભૂત અધિકાર નથી. એ જ રીતે શાળા-કોલેજમાં હિજાબ પહેરવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતા કે ધાર્મિક સ્વતંત્રતા સાથે સંબંધિત અધિકાર નથી.

અગાઉ 1958માં મુસ્લિમોએ બકરી ઈદ પર ગૌહત્યાને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. હવે તેઓ હિજાબને અધિકાર બતાવી રહ્યા છે. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે એને ફગાવી દીધી હતી, હવે પણ એવું જ કરવું જોઈએ.

23 અરજી પર છેલ્લા 10 દિવસથી સુનાવણી ચાલી રહી છે

સુપ્રીમ કોર્ટમાં 23 અરજીની એક બેચ લિસ્ટેડ છે, આમાંથી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓની છે, જેમણે હિજાબ પહેરવાના અધિકારની માગણી કરતી સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બાકીની સ્પેશિયલ લીવ પિટિશન છે, જે કર્ણાટક હાઈકોર્ટના 15 માર્ચના ચુકાદાને પડકારતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે શાળા-કોલેજોમાં હિજાબ પરના પ્રતિબંધ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...