તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Reserve For 80% Bed Corona Patients In Private Hospitals In Mumbai, Patient Will Be Admitted Only After Approval Of Ward War Room

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપી ગતિ:મુંબઈમાં ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ, વોર્ડ વોર રૂમની મંજૂરી બાદ જ દર્દીને દાખલ કરાશે

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે પરિસ્થિતી વધુ ગંભીર બની રહી
 • કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

BMCની ગાઈડલાઇનના મુખ્ય પોઈન્ટ

 • ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને તમામ ICU બેડને કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
 • BMCની હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સને ફરીથી કોરોના સંક્રમણનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર રહેવા જણાવ્યું છે. બધી હોસ્પિટલોમાં પોતાનો ઓક્સિજન પુરવઠો અને વેન્ટિલેટર ચેક કરવા જણાવવામાં આવ્યું છે.
 • BMC કમિશ્નર ઇકબાલ સિંહ ચહલ તરફથી PPE કિટ્સ, માસ્ક અને VTM કિટ્સ મોટી સંખ્યામાં જમા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
 • તમામ ખાનગી હોસ્પિટલોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જો તેમણે લક્ષણવિનાના કોરોના દર્દીઓને દાખલ કર્યા હોય તો તેઓને તાત્કાલિક ડિસ્ચાર્જ કરવામાં આવે, જેથી કોવિડના ગંભીર દર્દીઓ તુરંત બેડ મળી શકે.
 • દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવા અને તેમના માટે બેડની ઉપલબ્ધતા નક્કી કરવાની જવાબદારી વોર્ડ અધિકારીઓને સોંપવામાં આવી છે. ખાસ સંજોગોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિરેક્ટર અને ચીફ કો-ઓર્ડિનેટર ખાનગી હોસ્પિટલની સૂચનાથી દર્દીઓને દાખલ કરવામાં આવશે.
 • BMCએ દરેક વોર્ડમાં પાંચ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તમામ હોસ્પિટલોના સંપર્ક માટે BMC નોડલ અધિકારી 24 કલાક હાજર રહેશે.
 • વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર નજર રાખશે કે ક્યાય કોઈ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સીધા જ દાખલ કરવામાં આવી તો નથી રહ્યા. આ ધ્યાન રાખવા માટે શિક્ષક અથવા અન્ય કર્મચારીઓને કામે લગાવવાના નિર્દેશ છે.
 • તમામ ખાનગી હોસ્પિટલોના વહીવટી તંત્રને 24 કલાક માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવાના નિર્દેશ આપ્યા છે. આ નોડલ અધિકારીનો નંબર સ્થાનિક વોર્ડ વોર રૂમને આપવા માટે કહેવામા આવ્યું છે. જેથી BMCને જાણકારી મળી શકે.
 • રાજ્ય સરકારની ભલામણ છે કે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે, આ મુદ્દે BMCને નિર્ણય લેવાનો છે. મૂંબઈમાં હાલમાં માસ્ક નહીં પહેરતા લોકો પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

મુંબઈમાં હવે ખાલી છે માત્ર 23% બેડ્સ
મુંબઈમાં સોમવારે ફરી એક વખત 5 હજારથી વધુ દર્દીઓ સામે આવ્યા. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 5,888 નવા કેસ સામે આવ્યા અને 12 લોકોના મૃત્યુ થયા. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખની નજીક પહોંચી છે. BMC મુજબ, મુંબઈની હોસ્પિટલોમાં હવે માત્ર 23% બેસ જ ખાલી બચ્યા છે.

મુંબઈમાં ICU અને બેડ ફુલ થવાની કગાર પર
મહાનગરપાલિકાએ ગત સપ્તાહે 21 હજાર બેડ્સની ક્ષમતા વધારવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં ફ્ક્ત 12 હજાર 742 બેડ્સ જ ઉપલબ્ધ થઈ શકે છે. 1 હજાર બેડ્સની ક્ષમતા વાળી સેવન હિલ્સ હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષના કોરોના સેન્ટરમાં 1 હજાર બેડ્સ છે. તેમાંથી 940 બેડ્સમાં દર્દીઓ સારવાર હેઠળ છે. 100 બેડ વાળા ICUમાં ફ્ક્ત 9 બેડ ઉપલબ્ધ છે.

મુલુંડમાં 1,200-ક્ષમતાવાળા કોરોના સેન્ટરમાં 1,056 બેડ પર કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અહીં ICUમાં ફક્ત 20 બેડ છે જે સંપૂર્ણ ભરેલા છે. અહીંયા દર્દીઓની હાલત ખરાબ થઈ રહી છે, તેઓને બીજી હોસ્પિટલના ICUમાં મોકલવામાં આવી રહ્યા છે.

NCP નથી ઇચ્છતું સંપૂર્ણ લોકડાઉન
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં જોખમ વચ્ચે સંપૂર્ણ લોકડાઉન લગાવવા અંગે મહાવિકાસ અઘાડી સરકારની ત્રણેય પાર્ટીઓ (શિવસેના, NCP અને કોંગ્રેસ)ની વચ્ચે મતભેદ નજરે પડી રહ્યા છે. શિવસેના જ્યાં લોકડાઉનના પક્ષમાં છે,જ્યારે રાષ્ટ્રવાડી કોંગ્રેસ પાર્ટી (NCP) તેનો વિરોધ કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણે કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સ તરફથી લોકડાઉનની ભલામણ છતાં CM ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લઈ શકતા નથી.

NCP નેતા અને મંત્રી નવાબ મલિકે રવિવારે કહ્યું હતું કે 'અમે લોકડાઉન નહીં લગાવી શકીએ, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. જો લોકો નિયમોનું પાલન કરશે તો લોકડાઉનથી બચી શકાય છે. આ પહેલા 27 માર્ચે પુણેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે 2 એપ્રિલ બાદ રાજયમાં પૂર્ણ લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે.

BMCએ મુંબઈમાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકો પાસેથી વસૂલવામાં આવતા દંડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
BMCએ મુંબઈમાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકો પાસેથી વસૂલવામાં આવતા દંડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રાઉતે પણ લોકડાઉનનો વિરોધ કર્યો હતો
રવિવારે શિવસેનાના સાંસદ અને પાર્ટીના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે 'હું લોકડાઉનની તરફેણમાં નથી. કામદાર વર્ગ, વ્યવસાય અને આર્થિક ચક્રને અસર થશે. મેં મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને તે પણ હવે લોકડાઉન લગાવવાના પક્ષમાં નથી.'

NCPના દબાણ બાદ બીજા વિકલ્પની શોધ કરવામાં લાગી સરકાર
સૂત્રોનું માનીએ તો NCPનું દબાણ કામ કરતું પણ નજરે પડી રહ્યું છે. સરકાર હવે લોકડાઉનની જગ્યાએ કડક પગલાં અમલમાં મૂકવાની વિચારણા કરી રહી છે. રાહત અને પુનર્વસન વિભાગના સચિવ અસીમ ગુપ્તાએ એક અંગ્રેજી અખબારને કહ્યું કે તે થોડા દિવસોથી લોકોની હિલચાલ ઘટાડવાની યોજના પર કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું, "જો કેસમાં ઘટાડો નહીં થાય તો અમે આગળના સ્ટેપ પર જઈશું અને કડક પગલાં અમલમાં મૂકશે. '

મહારાષ્ટ્રમાં 3 લાખ 36 હજાર એક્ટિવ કેસ
સોમવારે રાજ્યમાં 31,643 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 20,854 સાજા થયા, જ્યારે 112ના મોત થયા હતા. 24 કલાકમાં નવા કેસમાં 10 હજારનો ઘટાડો જોવા મળ્યો. આ પહેલા રવિવારે 40,414 લોકો પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 27.45 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 23.53 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 54,283 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, અહીં 3.36 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

દુનિયાનું નવમું એવું સ્થાન જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ
સૌથી વધુ એક્ટિવ દર્દીઓ સાથે મહારાષ્ટ્ર વિશ્વનું 9મું સ્થાન બન્યું છે. ટોપના બે દેશોમાં અમેરિકા અને ફ્રાન્સ સામેલ છે. અમેરિકામાં 69 લાખ 61 હજાર 375 અને ફ્રાન્સમાં 41 લાખ 68 હજાર 917 એક્ટિવ દર્દીઓ છે.

હોળી પર મુંબઈના દરિયા કિનારે ભારે ભીડ રહે છે, પરંતુ આ વખતે અહી સન્નાટો જોવા મળ્યો હતો.
હોળી પર મુંબઈના દરિયા કિનારે ભારે ભીડ રહે છે, પરંતુ આ વખતે અહી સન્નાટો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો