• Gujarati News
  • National
  • Rescue Operation Going On For 28 Hours, 3 People Are Still Feared To Be Buried In The Debris

UPમાં કોલ્ડ સ્ટોરેજ દુર્ઘટનામાં 14નાં મોત:28 કલાકથી બચાવ કામગીરી ચાલુ, હજી 3 લોકોના કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી કોલ્ડ સ્ટોરેજ દુર્ઘટનામાં શુક્રવારે બપોર સુધી કાટમાળમાંથી 25 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તેમાથી 14નાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે 11ને મુરાદાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાંથી 7 લોકોને સારવાર પછી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ગુરુવારે અહીં કોલ્ડ સ્ટોરેજની 100 ફૂટ ઊંચી છત ધરાશાયી થઈ હતી. છેલ્લા 28 કલાકથી રેસ્ક્યુ ચાલુ છે.

DIG શલભ માથુરે જણાવ્યું હતુ કે, અત્યારે 3 લોકો મિસિંગ છે, તેમની શોધખોળ માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

કોલ્ડ સ્ટોરેજમાં અવ્યવસ્થિત બટાટા ભરવાની હકીકત આ તસવીરમાં જોઈ શકો છો. દબાણ વધતા છત ધરાશાયી થઈ હતી.
કોલ્ડ સ્ટોરેજમાં અવ્યવસ્થિત બટાટા ભરવાની હકીકત આ તસવીરમાં જોઈ શકો છો. દબાણ વધતા છત ધરાશાયી થઈ હતી.

DM મનીષ બંસલે જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 12 કલાકથી રેસ્ક્યુ શરૂ થયું હતું. રાત્રિ દરમિયાન છતની કોંક્રિટને હટાવી દેવામાં આવી છે. હવે બટાટાની બોરીઓ છે, તેને એક-એક કરીને હટાવવામાં આવી રહી છે. આ કારણે સમય લાગી રહ્યો છે. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના માલિક અંકુર અગ્રવાલ અને રોહિત અગ્રવાલ વિરુદ્ધ બદઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે.

મૃતકોના પરિવારજનોને 2-2 લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર
બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તમામ ઈજાગ્રસ્તોની સારવાર ફ્રીમાં કરવામાં આવશે. કમિશનર અને DIG મુરાદાબાદની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ કરી રિપોર્ટ સરકારને આપશે.

ક્યા કારણે દુર્ઘટના ઘટી...

દુર્ઘટના પછી ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે કટર દ્વારા એંગલ કાપી કાટમાળમાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું.
દુર્ઘટના પછી ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે કટર દ્વારા એંગલ કાપી કાટમાળમાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું.

ભાસ્કરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો આશ્ચર્યચકિત કરનારી વાત સામે આવી છે. જાણવા મળ્યું કે, કોલ્ડ સ્ટોરેજમાં એક ચેમ્બર પહેલાથી બનેલી હતી. 6 મહિના પહેલાં બીજી ચેમ્બર બનાવવામાં આવી હતી, તેનું વહીવટીતંત્ર પાસેથી NOC લેવામાં આવી નહતી. તેને લઈ સ્થાનિક લોકોએ વિરોધ પણ દર્શાવ્યો હતો. આ ચેમ્બર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.

બટાટાના દબાણ આવતા પિલ્લર તૂટ્યો... પછી છત ધરાશાયી
જે કોલ્ડ સ્ટોરેજમાં દુર્ઘટના બની છે, તેનું નામ એકે કોલ્ડ સ્ટોરેજ છે. અહીંના એક કર્મચારીએ જણાવ્યું કે, સ્ટોરેજ પ્લાનિંગ વગર ક્ષમતા કરતા વધારે ભરવામાં આવી રહ્યું હતું. ઓફિસર અમને વધુ બટાટા ભરવાની વાત વારંવાર કહી રહ્યા હતા.

જ્યારે એક જગ્યા ભરાઈ ગઈ હતી, ત્યારે ગેલેરીમાં પણ જુગાડથી લાકડાના પાટિયા મૂકવામાં આવ્યા હતા. તેમના પર બટાટાની બોરીઓ રાખતા હતા. બટાટાના અચાનક દબાણને કારણે સ્ટોરેજની વચ્ચેનો પિલ્લર ત્રાંસો થઈ ગયો હતો. કોઈ સમજે તે પહેલાં પિલ્લર તૂટી ગયો અને છત ધરાશાયી થઈ ગઈ.

છત ટીનના શેડ અને લોખંડના એંગલથી બનેલી હતી. મોટી એંગલ, ટીન શેડ અને બટાટાના ઢગલા લોકો પર પડ્યા હતા. હું પણ બોરીઓના ધક્કાના કારણે પડી ગયો, પરંતુ સદનસીબે મારા પર કોઈ પિલ્લર કે બોરી ના પડી. હું ઊભો થયો અને ચીસો પાડતો બહાર ભાગ્યો. તેના પછી પાછળ ફરીને જોતા આખો કોલ્ડ સ્ટોર કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. બધા કાટમાળ નીચે દટાઈ ગયા.

હવે વાચો આંખે જોયેલી ઘટના...

ખેડૂતે કહ્યું- લોકો બટાટાની બોરીઓ વચ્ચેથી બૂમા પાડી રહ્યા હતા
​​​​​​​
અકસ્માતની થોડીવાર પહેલાં આ જ કોલ્ડ સ્ટોરમાં બટાટાની બોરીઓ રાખવા આવેલા ખેડૂતે અમને અકસ્માત જોયો હોવાનું જણાવ્યું હતું. તેમની આંખોમાં કોલ્ડ સ્ટોરેજમાં દટાયેલા લોકોની ચિંતા અને રાહત કાર્ય શરૂ કરવામાં વિલંબ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

ખેડૂતે જણાવ્યું કે, મારા ઘરથી કોલ્ડ સ્ટોરેજ 5 કિમીના અંતરે છે. સવારના 11 વાગ્યા હશે, હું કોલ્ડ સ્ટોરેજ પર પહોંચ્યો, ત્યાં કામ કરતા મજૂરો સાથે વાત કરવા લાગ્યો. કોલ્ડ સ્ટોરેજની અંદર 30થી વધુ લોકો હતા. એક ખેડૂત ટ્રોલીમાં બટાકા ભરીને ઊભો હતો, જ્યારે કેટલાક મજૂરો ઉપરની રેકમાં અંદર મૂકેલી બટાટાની બોરીઓ મુકાવી રહ્યા હતા. હું અંદર જવાનો જ હતો કે લાકડાં પડવાનો અવાજ આવ્યો અને એક ધડાકા સાથે આખું કોલ્ડ સ્ટોરેજ જમીન પર ધસી ગયું.

કોલ્ડ સ્ટોરેજમાં બટાટાની હજારો બોરીઓ છે. બચાવ કામગીરીમાં તેને એક-એક કરીને હટાવવામાં આવી રહી છે.
કોલ્ડ સ્ટોરેજમાં બટાટાની હજારો બોરીઓ છે. બચાવ કામગીરીમાં તેને એક-એક કરીને હટાવવામાં આવી રહી છે.

અંદર ફસાયેલા લોકો ચીસો પાડી રહ્યા હતા, અમે લાચાર હતા
​​​​​​​
ખેડૂતે વધુમાં જણાવ્યું કે, અમે હાથ વડે બોરીઓ હટાવવાનું શરૂ કર્યું. અમે પોલીસને જાણ કરી. પોલીસના વાહનો આવ્યા, પણ ખાલી હાથ. લાંબા સમય સુધી ના તો કાટમાળ હટાવવા માટે કોઈ મશીન આવ્યું કે ન કોઈ વરિષ્ઠ અધિકારી દેખાયા. 2-3 કલાક સુધી અમે જાતે કાટમાળ હટાવતા રહ્યા. તેના પછી કેટલાક પોલીસ સ્ટેશનની પોલીસ અને 4-5 જેસીબી પહોંચી હતી. પછી કાટમાળ હટાવવાનું કામ શરૂ થયું.

બીજી તરફ સ્ટોરેજમાં મજૂર તરીકે કામ કરવા આવેલા કુંવરપાલે જણાવ્યું કે, અંદર ફસાયેલા લોકો ચીસો પાડી રહ્યા હતા. અમે લાચાર હતા. બહારથી કહી રહ્યા હતા કે મશીનો આવી ગઈ છે. બધાને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તેના પછી મોટા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને લોકોને સમજાવવાનું શરૂ કર્યું કે દરેકને બહાર કાઢી લેવામાં આવશે.

જુઓ દુર્ઘટનાની તસવીરો...

દુર્ઘટના પછી અનેક મહિલાઓ પોતાના બાળકો અને પતિને શોધવા ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, તંત્રએ તેમને વચ્ચે અટકાવી હતી, જેથી બચાવ કામગીરીમાં સમસ્યા ના આવે.
દુર્ઘટના પછી અનેક મહિલાઓ પોતાના બાળકો અને પતિને શોધવા ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, તંત્રએ તેમને વચ્ચે અટકાવી હતી, જેથી બચાવ કામગીરીમાં સમસ્યા ના આવે.
દુર્ઘટનાના સમયે કેટલા લોકો અંદર હતા, તેનો સાચો આંકડો જાણી શકાયો નથી. છત ધરાશાયી થયા પછી મોટાભાગના લોકો બટાટાની બોરી નીચે દટાયા હતા.
દુર્ઘટનાના સમયે કેટલા લોકો અંદર હતા, તેનો સાચો આંકડો જાણી શકાયો નથી. છત ધરાશાયી થયા પછી મોટાભાગના લોકો બટાટાની બોરી નીચે દટાયા હતા.
આ મહિલા કૈથલ ગામની છે. દુર્ઘટનાના સમાચાર સાંભળી તે ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે જણાવ્યું કે, તેનો પતિ કોલ્ડ સ્ટોરેજમાં મજૂરી કરવા આવ્યો હતો. તેની કોઈ ભાળ મળી નથી.
આ મહિલા કૈથલ ગામની છે. દુર્ઘટનાના સમાચાર સાંભળી તે ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે જણાવ્યું કે, તેનો પતિ કોલ્ડ સ્ટોરેજમાં મજૂરી કરવા આવ્યો હતો. તેની કોઈ ભાળ મળી નથી.
અન્ય સમાચારો પણ છે...