પંજાબના અમૃતસર મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં શનિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક્સ-રે યુનિટની પાછળની બાજુએ મૂકવામાં આવેલા બે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા પછી ભીષણ આગની જ્વાળાઓ વધવા લાગી હતી. તેવામાં આ આગના કારણે ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. હોસ્પિટલના વોર્ડમાં દાખલ 650 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જોકે આ દરમિયાન શનિવાર હોવાથી ઓપીડીમાં કોઈ દર્દી દાખલ નહોતા, પરંતુ હોસ્પિટલના વોર્ડમાં 650 જેટલા દર્દીઓ હતા. તેવામાં ઓપીડીની પાછળની બાજુએ એક્સ-રે યુનિટની નજીક બે ટ્રાન્સફોર્મર છે. જે સમગ્ર હોસ્પિટલને વીજળી પહોંચાડે છે. બપોરે આ ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. વળી આ ટ્રાન્સફોર્મરની ઉપર જ સ્કીન વોર્ડ છે. જ્યાં ધુમાડો એટલો બધો પહોંચી ગયો હતો કે વોર્ડના દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવા પડ્યા હતા.
ધુમાડાના કારણે દર્દીઓ બહાર આવી ગયા
ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. દર્દીઓને ગૂંગળામણ થતા દરેક લોકો હોસ્પિટલની બહાર આવી ગયા હતા. જોકે આ દરમિયાન નાસભાગના કારણે અનેક દર્દીઓને બારીઓના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડે કામ શરૂ કર્યું
ફાયર સેફ્ટીના માપદંડોને કારણે આગ કાબૂમાં આવી
મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમના કારણે આગને કાબૂમાં લાવવામાં આવી રહી છે. ફાયર સેફ્ટી ઈન્સ્પેક્ટરે તરત જ ટ્રાન્સફોર્મર તરફ ફાયર બોલ્સ ફેંક્યા હતા. અત્યારે તો દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ બિલ્ડીંગમાંથી ધુમાડો ઓછો થતાં જ દર્દીઓને ફરીથી વોર્ડમાં ખસેડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.