તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rescue Of 35 Employees Trapped In NTPC Tunnel Continues, No Contact With Anyone Even After Removing Debris Overnight

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડમાં રેસક્યુનો ત્રીજો દિવસ:અત્યાર સુધી 29 લોકોના મૃતદેહો મળ્યા, NTPCની ટનલમાં ફસાયેલા 35 કામદારોનું રેસ્ક્યૂ ચાલુ

દેહરાદૂનએક મહિનો પહેલાલેખક: હિમાંશુ ઘિલ્ડિયાલ
  • ચમોલી જિલ્લાના તપોવનમાં ગ્લેશિયર તૂટી ગયા બાદ રવિવારે ઋષિગંગા અને ધૌલીગંગાના જળસ્તરમાં વધારો થયો હતો
  • ધસમસતા પાણી અને પથ્થરોએ ઋષિગંગા વીજ પ્રોજેક્ટ અને NTPC પ્રોજેક્ટનો નષ્ટ કરી નાખ્યો

ઉત્તરાખંડના ચમોલીમાં તપોવનની NTPC ટનલમાં ફસાયેલા 35 લોકોને બહાર કાઢવાની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ છે. અઢી કિલોમીટર લાંબી આ ટનલમાં પાણીને કારણે ભારે કાટમાળ જમા થઈ ગયો છે. આને લીધે ઓપરેશનમાં સમસ્યા પડી રહી છે. ITBPનાં અધિકારી અપર્ણા કુમારે જણાવ્યું હતું કે રાતભર ટનલમાંથી કાટમાળને દૂર કરવામાં આવ્યો છે. હજી સુધી અમે ટનલમાં ફસાયેલા કોઈપણ કામદારોનો સંપર્ક કરી શક્યા નથી.

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તરાખંડ મામલે સંબોધન કર્યું હતું.
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તરાખંડ મામલે સંબોધન કર્યું હતું.

રાજયસભામાં અમિત શાહે કહ્યું, 14 વર્ગ કીમી. જેટલો મોટો ગ્લેશિયર તૂટ્યો હતો
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આપદા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે 'દુર્ઘટનામાં 13.2 મેગા વોટ જળ વિધુત પરિયોજના તણાઇ ગઈ. અચાનક આવેલી આપદામાં તપોવનમા NTPCનો 520 મેગા વોટ જળ વિધુત પરિયોજનાને નુકશાન પહોંચ્યું છે. ઉત્તરાખંડ સરકારે કહ્યું છે કે પૂરને કારણે નીચાણવાળા વિસ્તારમાં કોઈ ભય નથી, સાથે જ પાણીનું સ્તર પણ ઘટતું જાય છે. સેન્ટ્રલઅને રાજ્યની એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. "7 ફેબ્રુઆરીએ ગ્લેશિયર તૂટવાની આ ઘટના અંગે અમિત શાહે વધુમાં કહ્યું હતું કે 5600 મીટરની ઉંચાઈ પરથી ગ્લેશિયર તૂટી પડતાં હિમસ્ખલન થયું, જે 14 વર્ગ કિ.મી. વિસ્તાર જેટલો મોટો હતો. જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ.

24 કલાક પરિસ્થિતિ પર નજર રાખવામા આવી રહી : અમિત શાહ
અમિત શાહે કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર દ્વારા 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન સ્વયં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગૃહ મંત્રાલયના બંને કન્ટ્રોલ રૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રાજ્યને તમામ શક્ય સહાય આપવામાં આવી રહી છે. હું કેન્દ્ર સરકાર વતી ગૃહને ખાતરી આપવા માંગું છું કે રાહત અને બચાવ માટેના તમામ સંભવિત પગલાં રાજ્ય સરકારની સાથે તમામ સંકલન સાથે લેવામાં આવી રહ્યા છે અને જે પણ પગલા લેવા જરૂરી છે તે લેવામાં આવી રહ્યા છે.'

રવિવારે થયેલી દુર્ઘટનામાં તપોવન સ્થિત ખાનગી કંપનીના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ અને NTPC પ્રોજેક્ટ સાઇટને સૌથી વધુ નુકસાન થયું હતું. 3 દિવસના રેસ્ક્યુ ઓપરેશનમાં પ્રથમ વખત ઋષિગંગા પ્રોજેકટ સાઇટ પરથી 2 મૂતદેહ મળી આવ્યા છે. સોમવારે તપોવનથી 26 મૃતદેહો અને 5 માનવ અંગો નીકાળ્યા હતા. અહીં 171 લોકો ગુમ થયાની જાણકારી મળી છે, તેમાં ટનલમાં ફસાયેલા કામદારો પણ સામેલ છે. સમગ્ર ચમોલીની વાત કરીએ તો દુર્ઘટના બાદ 197 લોકો ગુમ થયા છે.

સ્થળ

કેટલા લોકો લાપતા

રેણી ગામ

5

તપોવન ઋત્વિક કંપની

121

કરછો

2

રિંગી ગામ

2

ઋષિગંગા કંપની

46

ઓમ મેટલ

21

HCC

3

તપોવન ગામ

2

* આ ટેબલ મુજબ કુલ 202 લોકો લાપતા થયા હતા. આમાંથી 5 લોકોનો રેસ્ક્યૂ કરાયા છે. જોકે એ હજુ સુધી જાણી શકાયું નથી કે રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકો કયા વિસ્તારના છે

ટનલના 130 મીટર ભાગમાંથી કાટમાળ દૂર કરાયો
NTPCની અઢી કિલોમીટર લાંબી બીજી ટનલમાં રવિવારે રાત્રે પાણી વધી ગયા બાદ રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. NDRFની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા બાદ ઓપરેશન ફરી શરૂ કર્યું હતું. મોડી સાંજ સુધી આ ટનલના 130 મીટર ભાગમાંથી કાટમાળ દૂર કરવામાં આવ્યો છે. આ તરફ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત ફરીને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ રાત્રે પણ અહીં જ રોકાશે.

સેના અને BRO બનાવશે ચીન બોર્ડર તરફ જનારો પુલ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદને જોડતો પાક્કો પુલ પણ તૂટી પડ્યો હતો. આ પુલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BROએ બનાવ્યો હતો. સેનાની એન્જિનિયરિંગ કોર અને BRO મળીને અહીં જલ્દી જ એક લોખંડનો વેલી પુલ બનાવશે જેથી સેનાના વાહનોની અવરજવર શરૂ થઈ શકે.

સીએમ રાવતે આ દુર્ઘટનાના બીજા દિવસે ચોંકાવનારા નિવેદન આપ્યા હતા
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દુર્ઘટના અંગેની માહિતી આપતાં ચોંકાવનારો નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કાળ સુધી એટલે કે રવિવાર સુધી તેને તપોવનમાં કોઈ સહયોગી કંપનીના પ્રોજેક્ટ વિશે જાણકારી ન હતી.

1. ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીનું સ્તર વધ્યું

ચમોલીના તપોવન વિસ્તારમાં રવિવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે ગ્લેશિયર તૂટીને ઋષિગંગામાં પડ્યું હતું. આથી નદીના પાણીનું સ્તર વધ્યું હતું. તે જ નદી રૈની ગામમાં જઈને ધૌલીગંગાને મળે છે તેના કારણે જળસ્તરમાં પણ વધારો થયો હતો. નદીઓના કાંઠે વસેલા ઘારી તણાઇ ગયા હતા. આ પછી આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા.

2. ઋષિગંગા અને NTPCના પ્રોજેક્ટ નાશ પામ્યો

ઋષિગંગા નધિના કિનારે આવેલ રેણીગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. અહીં જોશીમઠ મલારિયા હાઇવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલ પુલ પણ તૂટી ગયો હતો. જ્યાં ઋષિગંગાનું પાણી ધૌલીગંગાને મળે છે, ત્યાં પણ જળસ્તર પણ વધી ગયું છે. NTPC પ્રોજેક્ટમાં પાણી ઘૂસ્યું હતું. જેના કારણે ગામને જોડતા બે પુલ તણાઇ ગયા હતા.

3. આર્મી અને એરફોર્સ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન

SDRF, NDRF, ITBP સિવાય સેનાએ 600 સૈનિકોને ચમોલી મોકલ્યા છે. આ સિવાય એરફોર્સ પાસે Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યા છે. એરફોર્સના C-130 સુપર હર્ક્યુલસ વિમાન રાહત સામગ્રી સાથે દહેરાદૂન પહોંચ્યું છે. તપોવનની NTPCની ટનલમાં ફસાયેલા કામદારોને નીકાળવા ઉપરાંત હવાઈ સર્વે દ્વારા પણ લોકોની શોધ કરવામાં આવી રહી છે. રેણી ગામના ગુમ થયેલા લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.

જૂન 2013માં આવેલી આપત્તિમાં 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા
16-17 જૂન 2013માં વાદળ ફાટતા અને ત્યાર બાદ ગ્લેશિયર તૂટવાથી રુદ્ર પ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, પિથોરાગઢ જીલ્લામાં ભારે તબાહી સર્જાઈ હતી. આ આપત્તિમાં 4,400થી વધુ લોકો માર્યા ગયા હતા કે લાપતા થયા હતા. 4200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. જેમાં 991 સ્થાનિક લોકો પણ અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11,091થી વધુ વધુ પશુઓ પૂરમાં તણાઇ ગયા હતા અથવા કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા.

ગામ લોકોની 1,309 હેક્ટર જમીન ધોવાઈ ગઈ હતી. 2,141 મકાનો નાશ પામ્યા હતા. 100થી વધુ હોટલનો નાશ થયો હતો. આપત્તિમાં 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 35 રાજ્ય ધોરીમાર્ગો અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલ ધોવાઈ ગયા હતા અથવા નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો