તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ. જે. અકબર માનહાનિ કેસ:જજે પૂછ્યું- સમાધાન થઈ શકે તેમ છે ખરું? વાતચીત કરો

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબરની માનહાનિ અંગેના કેસમાં શનિવારે રસપ્રદ વળાંક આવ્યો. કેસની સુનાવણી કરી રહેલી દિલ્હીની કોર્ટ (રોઝ એવન્યૂ કોર્ટ)ના જજે બંને પક્ષોને પૂછી લીધું કે આ કેસમાં સમાધાન થઇ શકે તેમ છે ખરું? સવાલ કરનારા જજ રવીન્દ્રકુમાર પાન્ડેની તાજેતરમાં જ આ કોર્ટમાં ટ્રાન્સફર થઇ છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પાન્ડેની તાજેતરમાં જ આ કોર્ટમાં ટ્રાન્સફર થઇ છે.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પાન્ડેએ આમ પૂછતાં અકબરનાં વકીલ ગીતા લુથરાએ કહ્યું કે તેમણે તેમના સિનિયર વકીલ પાસેથી નિર્દેશ લેવા પડશે. બીજી તરફ અકબર સામે જાતીય સતામણીનો આરોપ મૂકનારી તેમની પૂર્વ પત્રકાર સાથી પ્રિયા રમાનીના વકીલ ભાવુક ચૌહાણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે આ અલગ પ્રકારનો મામલો છે. તેનાં તથ્યો પણ અલગ છે. આમાં સમાધાન ન થઇ શકે. તમે વિચાર કરીને કોર્ટને જણાવજો કે કોઇ શક્યતા છે ખરી? ત્યાર બાદ તેમણે આગામી સુનાવણી 24 નવે. સુધી મુલતવી રાખી. સાથે જ વ્યવસ્થા કરી કે પછીથી તેઓ અઠવાડિયામાં 2 દિવસ આ કેસની સુનાવણી કરશે, જેથી ચુકાદો જલદી આપી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો