• Gujarati News
  • National
  • Remotely Tested With 5G Technology, Operated From Delhi And Controlled A Car In Sweden

PMએ દિલ્હીથી યુરોપની કાર ચલાવી, VIDEO:5G ટેક્નોલોજીથી રિમોટ ટેસ્ટ કર્યું, દિલ્હીથી ઓપરેટ કરીને સ્વીડનમાં રહેલી કારને કંટ્રોલ કરી

નવી દિલ્હી2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં 5G મોબાઇલ સર્વિસ શરૂ કરી હતી. આ દરમિયાન PMએ નવી દિલ્હીમાં બેસીને યુરોપમાં રહેલી કારનું રિમોટ ટેસ્ટ કર્યું હતું. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી તેમની સામેના સ્ટિયરિંગથી કારને કંટ્રોલ કરી રહ્યાં છે. કારના પૈડાંની મૂવમેન્ટ સામે સ્ક્રીન પર દેખાય છે.

વડાપ્રધાને એરિક્શન કંપનીની બુથ પર લગભગ 5 મિનીટ સુધી સ્વીડનમાં રહેલી કાર ડ્રાઈવ કરી હતી.
વડાપ્રધાને એરિક્શન કંપનીની બુથ પર લગભગ 5 મિનીટ સુધી સ્વીડનમાં રહેલી કાર ડ્રાઈવ કરી હતી.

વડાપ્રધાન દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં એરિક્સન કંપનીના બૂથ પર પહોંચ્યા હતા. અહીં તેમણે 5G ટેક્નોલોજી દ્વારા ફિઝિકલી સ્વીડનમાં હાજર કારને ઓપરેટ કરી હતી. 5G ટેક્નોલોજી દ્વારા યુરોપમાં કારનું સ્ટિયરિંગ કંટ્રોલ દિલ્હી સાથે જોડાયેલું હતું. આ સિવાય પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઘણી ટેકનિકલ નવીનતાઓનો પણ અનુભવ કર્યો.

કાર હંકાવતા દરમિયાન PMએ કંપનીના સ્ટાફને સવાલ કરીને નવી ટેક્નોલોજીને સમજી રહ્યા હતા.
કાર હંકાવતા દરમિયાન PMએ કંપનીના સ્ટાફને સવાલ કરીને નવી ટેક્નોલોજીને સમજી રહ્યા હતા.

આકાશ અંબાણીએ PMને 5G ઉપકરણોનો ડેમો આપ્યો
ઇવેન્ટ દરમિયાન, નરેન્દ્ર મોદીએ Jio પેવેલિયનમાં પ્રદર્શિત ટ્રુ 5G ઉપકરણો જોયા. પીએમ પોતે 'જિયો-ગોગલ્સ' પહેરીને વર્ચુઅલ રિયલિટીનો રિયલ ટાઈમે અનુભવ કર્યો . એટલું જ નહીં, તેમણે એન્ડ-ટુ-એન્ડ 5G ટેક્નોલોજી માટે યુવા Jio એન્જિનિયર્સની ટીમ સાથે સ્વદેશી વિકાસ પણ સમજ્યા. આ દરમિયાન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જાતે પીએમને 5G ઉપકરણોનો ડેમો આપ્યો હતો.

વર્ચ્યુઅલ રિયાલિટીની સમીક્ષા માટે વડાપ્રધાન મોદીએ ખાસ ગોગલ્સ પહેર્યા હતા, આ દરમિયાન તેમની સાથે આકાશ અંબાણી પણ હાજર હતા.
વર્ચ્યુઅલ રિયાલિટીની સમીક્ષા માટે વડાપ્રધાન મોદીએ ખાસ ગોગલ્સ પહેર્યા હતા, આ દરમિયાન તેમની સાથે આકાશ અંબાણી પણ હાજર હતા.

દેશનાં 13 શહેરોમાં શરુ થઈ 5G સર્વિસ
દેશમાં 1 ઓક્ટોબરથી 5G મોબાઈલ સર્વિસીસની શરુઆત થઈ છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સર્વિસને લોન્ચ કરી હતી. બે મોટી કંપનીઓએ દેશમાં 5G સર્વિસીસની શરુઆત કરી છે. એરટેલે વારાણસી અને જિયોએ અમદાવાદના એક ગામથી 5Gની શરુઆત કરી છે. 5Gના પ્રથમ તબક્કાની શરુઆત 13 શહેરોમાં થશે. સમગ્ર દેશમાં પુર્ણ 5G કવરેજ 2024 સુધીમાં પુરુ થઈ જશે.

4Gની સરખામણીએ ખૂબ જ ઝડપી સ્પીડ મળશે
મોબાઇલ કોમ્યુનિકેશન અને ડેટા ટ્રાન્સમિશન માટે 5G ટેક્નોલોજી 4G કરતાં ઘણી ઝડપી ગતિ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. માનવામાં આવી રહ્યું છે કે 5G રોલઆઉટથી વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા અન્ય ફાયદાઓ અપનાવવામાં વેગ મળશે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022 એ એશિયાના સૌથી મોટા ડિજિટલ ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક છે. આજથી શરુ થયેલા આ કાર્યક્રમનો છઠ્ઠી એડિશન નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 4 ઓક્ટોબર સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...