• Home
  • National
  • Center Modi government decides to invest Rs 500 per month in the accounts of 20 crore women

રાહત / કેન્દ્રની મોદી સરકારે 20 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને 500 રૂપિયા નાંખવાનો નિર્ણય કર્યો

Center Modi government decides to invest Rs 500 per month in the accounts of 20 crore women
Center Modi government decides to invest Rs 500 per month in the accounts of 20 crore women
X
Center Modi government decides to invest Rs 500 per month in the accounts of 20 crore women
Center Modi government decides to invest Rs 500 per month in the accounts of 20 crore women

  •  નાણામંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે બપોરે એક લાખ 70 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી
  • પ્રધાનમંત્રી ઉજ્જવળા યોજના હેઠળ દેશના 8 કરોડ BPL પરિવારોને ત્રણ મહિના મફત સિલિન્ડર આપવામાં આવશે 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:22 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના સંકટ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે બપોરે એક લાખ 70 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી, જેના દ્વારા અલગ અલગ રીતે લોકોને મદદ પહોંચાડવામાં આવશે. સરકાર તરફથી દેશની લગભગ 20 કરોડ મહિલાઓના ખાતામાં આગામી ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિનાની મદદ કરવામાં આવશે. 

1. દેશની 20 કરોડથી વધુ મહિલાઓને મહિને 500 રૂપિયાની મદદ
નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી કે જે પણ મહિલાઓનું વડાપ્રધાન જનધન એકાઉન્ટ હેઠળ બેન્ક એકાઉન્ટ છે, એવી લગભગ 20.5 કરોડ મહિલાઓને આગામી ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિનાની મદદ કરવામા આવશે, આ રકમ દર મહિને સીધા મહિલાઓના બેન્ક એકાઉન્ટમાં નાંખી દેવાશે. 

2. BPL કાર્ડ ધારકોને આગામી ત્રણ મહિના ફ્રી સિલિન્ડર અપાશે 
વડાપ્રધાન ઉજ્જવળા યોજના હેઠળના 8 કરોડ બીપીએલ પરિવારોને આગામી ત્રણ મહિના સુધી મફતમાં સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવશે. ઉજ્જવળા યોજના હેઠળ 8.5 કરોડ મહિલાઓના નામ પર ગેસ ક્નેક્શન ખોલવામાં આવ્યા હતા, હવે આને જ આગામી ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર આપવામાં આવશે. 

3.દેશના 80 કરોડ લાભાર્થીઓને પાંચ કિલો વધારે અનાજ મળશે 
કોરોના વાઈરસ અંગે કરવામાં આવેલી જાહેરાતમાં દેશના તમામ લોકો માટે અનાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વડાપ્રધાન અન્ન યોજના હેઠળ પાંચ કિલો વધારે ઘઉં કે ચોખા આગામી મહિના સુધી મળશે. જેનો ફાયજો 80 કરોડ લાભાર્થીને મળશે. આ ઉપરાંત 1 કિલો દાળની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

 આ સાથે જ નાણામંત્રીએ જાહેરાત કરી કે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ હેઠળ 7 કરોડ પરિવારોને ફાયદો મળે છે, દીન દયાળ રાષ્ટ્રીય ગ્રામીણ જીવીકા યોજના હેઠળ તેમની જામીન ફ્રી લોન બમણી કરીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી