• Home
  • National
  • Relief camp is being evacuated due to Corona, but people do not have the courage to go back home

દિલ્હી તોફાનના 30 દિવસ પૂરા / કોરોનાને લીધે રાહત શિબિર ખાલી થઈ રહી છે, પણ લોકોમાં ઘરે પાછા જવાની હિંમ્મત નથી

Relief camp is being evacuated due to Corona, but people do not have the courage to go back home
X
Relief camp is being evacuated due to Corona, but people do not have the courage to go back home

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 08:38 PM IST

દિલ્હીથી અહેવાલઃજૂના મુસ્તફાબાદ. આ વિસ્તારમાં કબ્રસ્તાનની બિલકુલ નજીક એક ઈદગાહ છે. આ ઈદગાહ છેલ્લા એક મહિનાથી એવા સેંકડો લોકો માટે એક આશ્રયસ્થાન બની ગયેલ છે, ફેબ્રુઆરીમાં થયેલા તોફાનોમાં બેઘરો માટે આશ્રય સ્થાન હતી. આ પ્રકારના આશ્રય આપવા માટે ત્યાં સુધી દિલ્હી સરકાર અને વક્ફ બોર્ડ સાથે મળી આ ઈદગાહમાં રાહત શિબિર ઉભી કરી હતી. દિલ્હીમાં થયેલા કોમી તોફાનોને આજે આશરે એક મહિનો થઈ ગયો છે. પણ આ રાહત શિબિરમાં આશ્રય લઈ રહેલા અનેક શરણાર્થીઓ હજુ પણ તેમના ઘરે પરત ફરવાની સ્થિતિમાં નથી. હવે કોરોના વાઈરસની મહામારીને પગલે જ્યારે સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તો આ રાહત શિબિરને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. આ સંજોગોમાં તમામ લોકોની સ્થિતિ યથાવત બની રહી છે.

ઈદગાહ રાહત શિબિરમાં રહેલા તોફાન પીડિતો. કોરોના વાઈરસને લીધે આ શિબિર હવે બંધ કરવામાં આવી

આ રાહત શિબિરમાં રહેતા મોટાભાગના લોકોના ઘર સળગી ગયા છે અને તે રહેવા માટેની યોગ્ય સ્થિતિ ધરાવતા નથી. કેટલાક લોકોએ ભાડાના મકાન માટે શોધ કરી હતી, પણ હવે કોરોનાના ડરને લીધે મોટાભાગના મકાન માલીક મકાન ભાડેથી આપતા ગભરાય છે. આ સ્થિતિમાં તોફાન પીડિતો હવે એ જાણતા નથી કે હવે તેઓ આ રાહત શિબિરથી કાઢવામાં આવશે તો ક્યાં જશે. આ રાહત શિબિર એક દુખભરી વાતો ધરાવે છે. જોકે પ્રથમ દ્રષ્ટિએ અહીનો માહોલ એક મેળા જેવો છે. મોટા મોટા તંબુ, કેમ્પો, ભીડ લગાવી ઉભેલા લોકો, નાગરિક સુરક્ષા, રંગ બેરંગી કપડાના ઢગલા, આજુબાજુ દોડતા બાળકો.

દિલ્હીથી ગ્રાઉન્ડ રિપોર્ટ ભાગ-1: જેમના મકાનો સળગી ગયા છે તેમની પાસે જમા મૂડીના નામે ફક્ત નોટ જ સળગી ગયેલી નોટો જ છે

પીડિતોની ઓળખ માટે હાથમાં બેન્ડ

રાહત શિબિરમાં રહેતી દરેક વ્યક્તિના હાથમાં કપડાની એક પટ્ટી બાંધવામાં આવી છે, જેથી તેની ઓળખ સરળતાથી થઈ શકે. કેટલાક લોકો અહીં એવા પણ છે કે આ રાહત શિબિરમાં રહેતા નથી. પણ તેમની ફરિયાદ નોધાવવા માટે અહીં આવે છે. એવી જ એક વ્યકિ 58 વર્ષિય મોહમ્મદ ફતેહ આલમ પણ છે, જે બિહારથી છે. હાથમાં પોતાના યુવાન દિકરાનો ફોટો લઈ ફતેહ આલમ એક સ્ટોલથી બીજા સ્ટોલ ભટકે છે, જેથી તેની ફરિયાદ કોઈ સાંભળે અને તેના દિકરા વિશે તેને માહિતી મળે.

ફતેહ આલમ કે જેમનો દિકરો તોફાનોમાં માર્યો ગયો છે

ફતેહ આલમનો દિકરો આશરે છ મહિના અગાઉ બિહારથી દિલ્હી આવ્યો હતો અને અહીં ફળ વેચવાનું કામ કરતો હતો. ફતેહ કહે છે કે મારો દિકરો ફિરોજ જ્યારથી દિલ્હી આવ્યો હતો ત્યારથી મારી તેની સાથે કોઈ જ વાત થઈ ન હતી. તે ક્યારેય ફોન કરતો ન હતો. પણ મે ક્યારેય એવો વિચાર નહીં કર્યો હોય કે તેને દિલ્હી તોફાનમાં કંઈક થશે. ગત 16 માર્ચે બિહારમાં મારા ભત્રીજાના ફોન પર દિલ્હી તોફાનોમાં માર્યા ગયેલા લોકોના ફોટા આવ્યા. તેમા ફિરોજનો પણ ફોટો હતો. જ્યારે મારા ભત્રીજાએ આ ફોટો મને બતાવ્યો ત્યારે હું ટ્રેનમાં અહીં દિલ્હી પહોંચી ગયો. પહેલા હોસ્પિટલ ગયા જ્યાં કોઈ માહિતી ન મળી. પછી તે લોકોએ અમને આ કેમ્પમાં મોકલ્યા.

દિલ્હીના કાયદા બાબતની સેવા આપનાર શિવેન વર્માએ ફતેહ આલમની આ સંપૂર્ણ વાત સાંભળી અને એક વિનંતી કરતો પત્ર તૈયાર કર્યો છે. તેના પર ફતેહનો અંગૂઠો લેવામાં આવ્યો છે. પણ કેટલાક દિવસ બાદ જ પોલીસે ફતેહને કહ્યું કે તેના દિકરાની કોઈ જ જાણકારી નથી.  હવે ફતેહ જાણતો નથી કે તેનો દિકરો ક્યારે અને કયા વિસ્તારમાં મૃત્યુ પામ્યો. તેની પાસે તેનો એક ફોટો જ છે.

પરત ફરવાના વિચારથી ડર લાગે છે

ફતેહ આલમ તેની લાચારી લઈ ઘરે જતા રહ્યા, પણ રાહત શિબિરમાં રહેતા અન્ય કેટલાક એવા લોકો પણ છે જેમને ઘરે પરત ફરવાના વિચારથી જ ડર લાગે છે. 38 વર્ષિય નિજામુદ્દીન એવી જ એક વ્યક્તિ છે, જે તેના મહોલ્લામાં પરત જવા ઈચ્છતો નથી. વ્હીલ ચેર પર બેઠેલા નિજામુદ્દીનના બન્ને હાથમાં પ્લાસ્ટર લાગેલું છે અને પગમાં પણ પટ્ટી બાંધેલી છે. તે કહે છે કે અમે ગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે મારા નાના ભાઈ જમાલુદ્દીન પણ સાથે હતો. અમે અમારા વિસ્તારથી માંડ બે ગલી દૂર હતા ત્યારે તોફાની તત્વોએ અમને ઘેરીને મારવાની શરૂઆત કરી. મારા બન્ને હાથ તૂટી ગયા અને અનેક ઈજા પહોંચી. મારા નાના ભાઈને તોફાની તત્વોએ મારી નાંખ્યો. હવે હું આ સંજોગોમાં મારા વિસ્તારમાં પાછો જઈ શકું તેમ નથી.

નિઝામુદ્દીન કે જેના બન્ને હાથમાં પ્લાસ્ટર છે

લોકો તેમના ઘરોમાં રહેવાની હિંમત કરી શકતા નથી

જે લોકોને વળતર મળી ગયું છે તે લોકો તેમના ઘરોમાં પાછા જઈ રહ્યાછે. શિવ વિહારના મહેન્દ્ર કુમાર રુપ્પલનું ઘર તોફાની તત્વો દ્વારા સળગાવી નાંખવામાં આવ્યું હતું. હવે તેઓ તેમના ઘરે પરત ફર્યા છે અને ધીમે ધીમે તેની મરામત કરાવી રહ્યા છે. તેમને બે હપ્તામાં આશરે અઢી લાખ વળતર મળ્યું છે. તોફાનગ્રસ્ત વિસ્તારમાં અનેક લોકો એવા પણ છે કે જે રાતના સમયે તેમના ઘરોમાં રોકાવાની હિમ્મત કરી શકતા નથી, પણ સરકારી અધિકારીઓની રાહ જોઈ છેવટે આવા તૂટેલા મકાનોમાં પણ રહે છે.

મહેન્દ્ર કુમાર રુપ્પલ કે જેમનું ઘર તોફાની તત્વોએ સળગાવી દીધુ હતું

શિવ વિહારની ગલી નંબર 19માં અનેક લોકો તેમના ઘરોમાં પરત ફરી ચુક્યા છે. પણ અહીં આગમાં સળગી ગયેલા ઘરોને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તેઓ હજુ પણ ઘરોમાં પરત ફરવું મુશ્કેલ છે. મોહમ્મદ ઈસ્લામ ખાન પણ આ પૈકીના એક વ્યક્તિ છે, જેમના ઘરો સંપૂર્ણપણે સળગી ગયા છે. ઈસ્લામના પડોશમાં રહેતા કમલેશ, સત્યપાલ અને રાજેશ કુમારના ઘરોમાં આગ લાગતી ન હતી, પણ આ તમામના ઘરોમાં પાણી ઈસ્લામના ઘરેથી જ આવતુ હતું.

હજુ પણ મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પરત ફરી શક્યા નથી.

અનેક કારણોથી પોતાના ઘરોમાં પરત નહીં ફરનાર તોફાન પીડિતો અત્યારે રાહત શિબિરમાં રહેતા હતા. પણ કોરોનાને લીધે આ રાહત શિબિરમાં રહેલા લોકોને આ શિબિરમાં વધારે દિવસો સુધી રહેવું મુશ્કેલ બની જશે. આ રાહત શિબિરની જવાબદારી સંભાળતા હાજીનઈમ માલિક કહે છે કે રાહત શિબિર હંમેશને માટે નથી. આજે નહીં તો કાલે લોકોએ પરત તો ફરવું જ પડશે. અમે કોઈને બળજબરીપૂર્વક હટાવી રહ્યા નથી. હવે કોરોનાની જે સ્થિતિ સર્જાઈ છે તેને જોતા રાહત શિબિરથી આ લોકોને જલ્દીથી હટાવવા જરૂરી છે, જે તેમની સુરક્ષા માટે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી