• Gujarati News
  • National
  • Reliance's Helm Will Be Handed Over To The Next Generation, Focusing On Mobile Internet, Retail, Green Energy.

ભાસ્કર વિશેષ:રિલાયન્સનું સુકાન નવી આગામી પેઢીને સોંપવાની તૈયારી, મોબાઈલ ઈન્ટરનેટ, રિટેલ, ગ્રીન એનર્જી પર ફોકસ રહેશે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુકેશ અંબાણી આ રીતે સંતાનોને રિલાયન્સનો વારસો સોંપી શકે છે

ભારત અને એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સનું 217 અબજ ડૉલરનું બિઝનેસ સામ્રાજ્યનું સુકાન સંતાનોને સોંપવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે તેઓ બિઝનેસના તમામ પાસાંનો ઊંડાણપૂર્વક અને ચોક્સાઈથી અભ્યાસ કરી રહ્યા છે, જેથી તેમના કોઈ સંતાન વચ્ચે વિવાદ ના થાય. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણી વચ્ચે બિઝનેસની વહેંચણી મુદ્દે ઘણાં વિવાદ થયા હતા. કદાચ એટલે મુકેશ અંબાણી ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે, તેમના સંતાનોએ આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.

બ્લુમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીની સંપત્તિની વહેંચણી સંતાનોને કેવી રીતે કરશે તે હજુ નક્કી નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, તેમણે પોતાના ત્રણેય બાળકો માટે એવા બિઝનેસ પસંદ કર્યા છે, જેનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ ત્રણ બિઝનેસ મોબાઈલ ઈન્ટરનેટ, રિટેલ અને ગ્રીન એનર્જી હોઈ શકે છે, જેમાં આગામી સદીમાં ખૂબ સંભાવનાઓ છે. મેકિન્સી એન્ડ કંપનીના મતે, આ ત્રણ ક્ષેત્રનો 80% નફો દુનિયાની ટોપ 10 કંપનીઓ પાસે જશે.

એવું કહેવાય છે કે, રિલાયન્સ ક્લિન એનર્જીના ક્ષેત્રમાં મોટો દાવ ખેલવા જઈ રહી છે. આ મહત્ત્વાકાંક્ષી ફેરફારોમાં કોસ્ટ ઓફ કેપિટલની ભૂમિકા મહત્ત્વની હશે. જે રીતે કંપનીએ રિફાઈનિંગમાંથી મળતા રોકડની મદદથી ટેલિકોમ બિઝનેસમાં એક મોટો મુકામ હાંસલ કરી લીધો, એ રીતે ડિજિટલ બિઝનેસ અને રિટેલમાં મળતા નફાના દમ પર નવી પેઢી ગ્રીન એનર્જી ક્ષેત્રે કંઈક કમાલ કરી શકે છે. મુકેશ અંબાણી બે વર્ષ પહેલા જ રિલાયન્સને દેવામુક્ત કરી ચૂક્યા છે અને હવે તેમની પાસે આ ક્ષેત્રોમાં ઝંપલાવવાની તક છે.

રિલાયન્સ પોતાની ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ટ્રસ્ટ જેવા માળખા હેઠળ લાવવાના વિકલ્પનો પણ વિચાર કરાઈ રહ્યો છે. તેના બોર્ડમાં અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને ત્રણેય સંતાન આકાશ, ઈશા અને અનંત સામેલ હશે. રિલાયન્સના બિઝનેસની વહેંચણી માટે આ ઉત્તમ વિચાર હોઈ શકે છે.

આ ત્રણેય ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે
ટેલિકોમ:
ટેલિકોમ ક્ષેત્રે રિલાયન્સ જિયો આજે દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની છે. ટેલિકોમ કંપનીઓએ હાલમાં જ ટેરિફ વધાર્યા છે, જેનાથી માર્ચ 2023 સુધી આ ઈન્ડસ્ટ્રીની કમાણી રૂ. એક લાખ કરોડ થવાની આશા છે. ક્રિસિલના મતે, છેલ્લા બે વર્ષમાં આ ક્ષેત્રે 40% તેજી આવી છે. સસ્તા ફોન બનાવવા માટે ગૂગલ સાથે કરાર કર્યા છે.

રિટેલ: આ ક્ષેત્રે રિલાયન્સનો માર્ગ સરળ નથી. રિલાયન્સ તેમાં પોતાની પહોંચ વધારવા ચેટ સર્વિસ વૉટ્સએપ સાથે હાથ મિલાવ્યા છે. દેશના અનેક ઈ-કોમર્સમાં દબદબો વધારવા માટે અંબાણીએ ફ્યૂચર રિટેલ લિમિટેડ ખરીદવાની યોજના બનાવી હતી, પરંતુ હાલ આ મામલો અટક્યો છે. રિટેલમાં રિલાયન્સની સીધી સ્પર્ધા એમેઝોન સામે છે.

ન્યૂ એનર્જી : ન્યૂ એનર્જીમાં મુકેશ અંબાણીને અદાણી જૂથના ગૌતમ અદાણી ટક્કર આપી રહ્યા છે. અદાણીની યોજના 2030 સુધી દુનિયાની સૌથી મોટી રિન્યુએબલ્સ પ્રોડ્યુસર બનવાની છે. આ માટે તેમની કંપની 70 અબજ ડૉલરનું જંગી રોકાણ કરી રહી છે. અંબાણીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે ત્રણ વર્ષમાં 10 અબજ ડૉલરના રોકાણની યોજના બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...