તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટ ડીલ:રિલાયન્સ રિટેલે અર્બન લેડરમાં 96% હિસ્સો ખરીદ્યો, 182 કરોડ રૂપિયામાં થયો સોદો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવશે 182 કરોડ રૂપિયાનું રોકાણ
 • રિલાયન્સ રિટેલની પાસે બાકીનો હિસ્સો ખરીદવાનો પણ વિકલ્પ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની રિટેલ સબ્સિડિયરી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL) એ હોમ ડેકોર સોલ્યુશન કંપની અર્બન લેન્ડરનો 96 ટકા હિસ્સો ખરીદ્યો લીધો છે. આ સોદો 182.12 કરોડ રૂપિયાના કેશ ટ્રાન્ઝેક્શનમાં થયો છે. RRVLની પાસે અર્બન લેડરનો હિસ્સો ખરીદવાનો પણ વિકલ્પ છે. તેનાથી કંપનીને અર્બન લેડરનું 100 ટકા શેર હોલ્ડિંગ મળી જશે.

હાલ 75 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે
RIL તરફથી BSE ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે હાલ RRVL અર્બન લેડરમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બાકીનું રોકાણ ડિસેમ્બર 2023 સુધીમાં પુરુ કરવામાં આવશે. ભારતમાં અર્બન લેડરની શરૂઆત 17 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી. અર્બન લેન્ડર હોમ ફર્નીચર અને ડેકોર ઉત્પાદોનું વેચાણ સાથે સંકળાયેલો કારોબાર કરનારુ ડિજિટલ પ્લેટફોર્મ છે. સાથે જ અર્બન લેડરના દેશના ઘણા શહેરોમાં રિટેલ સ્ટોર પણ છે.

નાણાંકીય વર્ષ 2019માં 434 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતુ
નાણાંકીય વર્ષ 2019માં અર્બન લેડરનું ટર્નઓવર 434 કરોડ રૂપિયા હતું. જ્યારે કંપનીને 49.41 કરોડ રૂપિયાનો નફો થયો હતો. નાણાંકીય વર્ષ 2018માં કંપનીનું ટર્નઓવર 151.22 કરોડ રૂપિયા હતું. જ્યારે કંપનીને 118.66 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

રિલાયન્સ રિટેલને ગ્રાહક વધારવામાં મદદ મળશે
આ સોદાથી રિલાયન્સ ગ્રુપના ડિજિટલ અને ન્યુ કોમર્સ ઈનિશિએટિવને મદદ મળશે. સાથે જ પોતાના ગ્રાહકોને વધુ ઉત્પાદ ઉપલબ્ધ કરાવી શકશે. આ સોદાથી રિલાયન્સને ગ્રાહકો અને બજારમાં પોતાની સ્થિતિ મજબૂ કરવામાં મદદ મળશે. RILનું કહેવું છે કે આ રોકાણને સરકારી કે રેગ્યુલેટરી એપ્રુવલની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો