જિયોનું નેટવર્ક ડાઉન:સવારના 9.30 વાગ્યાથી જિયોના નેટવર્કમાં મુશ્કેલી, ઇન્ટરનેટ સર્ફિંગ ધીમું થતાં અને કોલ ન જતાં યુઝર્સ અકળાયા

મુંબઈ15 દિવસ પહેલા
  • અત્યાર સુધીમાં હેશટેગની સાથે નેટવર્કની ફરિયાદને લઈને લગભગ સાડા 5 હજાર ટ્વિટ કરવામાં આવ્યા છે

ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પછી આજે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં જિયોના ગ્રાહક હેરાન થઈ રહ્યાં છે. સવારે લગભગ 9.30 વાગ્યાથી જિયોના નેટવર્કમાં મુશ્કેલી આવી રહી છે. ઘણા ગ્રાહકોના મોબાઈલમાં નેટવર્ક આવી રહ્યું નથી તો ઘણા ગ્રાહકો કોલ કરી શકતા નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં જિયો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ સાડા 5 હજાર ગ્રાહકોએ આ અંગે હેશટેગ સાથે ટ્વિટ કર્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર થોડી મિનિટોમાં જ jiodown ટ્રેન્ડ થવા લાગ્યું. યુઝર્સે જિયો નેટવર્ક ડાઉન થયું હોવાની ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે જિયોનું નેટવર્ક ઘણા કલાકોથી કામ કરી રહ્યું નથી. કેટલાક યુઝર્સે લખ્યું કે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પછી હવે જિયોનું નેટવર્ક પણ ડાઉન છે.

ગ્રાહકોના મોબાઈલમાં નેટવર્ક ઉપલબ્ધ ન હોવાની એરર આવી રહી છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)ના આંકડા મુજબ રિલાયન્સ જિયોની પાસે કુલ 40.4 કરોડ ગ્રાહક છે.

ફેસબુકની સર્વિસ થઈ ડાઉન
આ પહેલા ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ કલાકો સુધી બંધ રહી હતી. પ્રથમ વખત એવું બન્યું હતું જ્યારે વિશ્વમાં ત્રણ સોશિયલ મીડિયો પ્લેટફોર્મની સર્વિસ કલાકો સુધી બંધ રહી. તેનાથી વિશ્વના કરોડો યુઝર્સની મુશ્કેલી વધી હતી. તેનાથી ફેસબુકના શેરમાં પણ ઘટાડો આવ્યો હતો.

રિલાયન્સ જિયોના નેટવર્કમાંમાં મુશ્કેલી થતા જ સોશિયલ મીડિયા યુઝર્સ જિયોને ટ્રોલ કરવા લાગ્યા છે. તાજેતરમાં જ ફેસબુક ડાઉન થયું હતું. ટ્વિટર પર આદિત્ય શર્મા નામના યુઝરે લખ્યું કે-

એક યુઝરે નેટવર્ક ડાઉન થવા પર લખ્યું કે કહેવા શું માંગો છો.

ફેસબુકના ડાઉન થવા પર રિલાયન્સ જિયોએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આ ઈન્ટરનેટનો ઈશ્યુ નથી કે વ્હોટ્્સએપ ડાઉન છે. આ ટ્વિટ પર પ્રિયા સિંહ નામની યુઝરે રિટ્વિટ કરીને લખ્યું કે આને કર્મ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...