તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Releases Report On Modi Government's Mismanagement: Rahul Says Second Wave Becomes Dangerous Due To Government's Negligence

કોરોના મુદ્દે રાહુલ ગાંધી:કોંગ્રેસ નેતાએ કહ્યું- વડાપ્રધાનનું ધ્યાન બંગાળ પર હતુ; લોકોના જીવ PMના આંસુથી નહીં ઓક્સિજનથી બચાવી શકાતા હતા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • રાહુલ ગાંધીએ કોરોનામુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોનામુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરોના પર રજૂ કરેલા શ્વેતપત્ર જાહેર કર્યો હતો. રાહુલા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું હતુ કે કોરોનાની બીજી લહેરમાં વડાપ્રધાનનું ધ્યાન ઓક્સિજન પર નહીં પરંતુ બંગાળ પર હતુ. લોકોના જીવ વડાપ્રધાનના આંસુથી નહીં પરંતુ ઓક્સિજનથી બચાવી શકાતા હતા. કોંગ્રેસ નેતાએ કોવિડ મિસમેનેજમેન્ટ મુદ્દે એક રિપોર્ટ પણ જાહેર કર્યો હતો. તેમણે તેને 'વ્હાઇટ પેપર' નામ આપ્યું હતુ.
બીજી લહેરમાં બેડ્સ, ઓક્સિજન સહિતની તૈયારીઓ થઈ શકી નહીં
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વૈજ્ઞાનિકોએ કોરોનાની બીજી લહેર વિશે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે કોઈ પગલું ભર્યું નથી. આખો દેશ જાણે છે કે ત્રીજી લહેર પણ આવનારી છે, પણ આપણે ફરી એ જ ભૂલ કરી રહ્યા છીએ. બેડ્સ, ઓક્સિજન અને અન્ય વસ્તુઓની તૈયારી જે બીજી લહેરમાં થઈ શકી ન હતી, એ ત્રીજી લહેર આવે એ પહેલાં એની વ્યવસ્થા કરવી જોઈએ.

બીજી લહેરની ચેતવણી હતી છતાં સરકારે કોઈ પગલાં ન ભર્યાં
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાનો વાયરસ સતત મ્યૂટેડ થઈ રહ્યો છે. નિષ્ણાતોએ પહેલાં જ બીજી લહેરની ચેતવણી આપી હતી, એમ છતાં પણ સરકારે કોઈ પગલાં ન ભર્યાં. એટલા માટે અમે આ શ્વેતપત્રમાં સંપૂર્ણ માહિતી સાથે એ ભૂલો બાબતે જણાવવામાં છે અને ત્રીજી લહેર સામે લડવા માટેનાં સૂચનો પણ આપ્યાં છે. જૂની ભૂલોને સુધારીને ત્રીજી લહેર સામે લડી શકાય છે.

રાહુલે કહ્યું કે 'વ્હાઇટ પેપર'નો હેતુ રસ્તો બતાવવાનો છે. અમે 4 પોઈન્ટ આપ્યા છે.

પ્રથમ- ત્રીજી લહેર બાબતે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવે. પહેલા થયેલી ભૂલોને ફરીથી ન કરવામાં આવે.

બીજો- ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે. ઓક્સિજન, બેડ્સ, દવાની કોઈ અછત ન પડે. ત્રીજી લહેરમાં દરેક ગામ, દરેક શહેરમાં ઓક્સિજન જેવી સુવિધાઓની અછત ન થવી જોઈએ.

ત્રીજો- કોરોના બાયોલોજિકલ બીમારી નથી, તે ઈકોનોમિકલ-સોશિયલ બીમારી છે. તેથી, ગરીબ લોકો, નાના ઉદ્યોગ-ધંધાને આર્થિક સહાય આપવાની જરૂર છે. અમે ન્યાય યોજનાની સલાહ આપી છે. જો વડાપ્રધાનને નામ પસંદ નથી, તો તેઓ યોજનાનું નામ બદલી શકે છે. તેનાથી ગરીબ લોકોને સીધી આર્થિક સહાય પહોંચાડી શકાશે.

ચોથો- કોવિડ વળતર ફંડ બનાવવું જોઈએ. જે પરિવારોમાં કોઈનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે, તેઓને આ ફંડમાંથી સહાય આપવી જોઈએ.

રાહુલે કહ્યું- બીજી લહેરમાં 90% મૃત્યુને અટકાવી શકાતાં હતાં
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બે રીતે કોવિડ ડેથ થાય છે. પ્રથમ- એવું મૃત્યુ જે ન થવું જોઈતું હતું, જેને બચાવી શકાતાં હતાં. બીજો- જેમને ઘણી ગંભીર બીમારી થઈ. ભારતમાં બીજી લહેરમાં 90% જેટલા મૃત્યુને અટકાવી શકાયાં હોત. તેમના જીવ બચાવી શકાયા હોત. એની પાછળનું સૌથી મોટું કારણ ઓક્સિજનનો અભાવ છે. મેં અનેક ડોકટરો સાથે વાત કરી, તેમનું કહેવું છે કે જો સમયસર ઓક્સિજન મળી ગયો હોત, તો આ મૃત્યુને ટાળી શકાયાં હોત. આપણા દેશમાં ઓક્સિજનની કોઈ અછત નથી.

અન્ય સમાચારો પણ છે...