તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
3 એપ્રિલે છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી અને જવાનો વચ્ચેના ઘર્ષણમાં બંધક બનાવેલા CRPFના જવાન રાકેશ્વર સિંહને ગુરુવારે નક્સલીઓએ કેદમાંથી આઝાદ કર્યો હતો. આ હુમલામાં 23 જવાન શહીદ થયા હતા. 7 એપ્રિલે નક્લસીઓએ રાકેશ્વરનો ફોટો પ્રદર્શિત કરીને જણાવ્યું હતું કે જવાન તેમના કબજામાં છે.
ત્યાર પછી વાતચીત કરવાની કાર્યપ્રણાલીએ જોર પકડ્યું. અધિકારીઓ સર્ચ ઓપરેશનની વાત કરતા રહ્યા અને રાકેશ્વરને પાછળના માર્ગથી છોડાવવાની યોજના પણ બનાવવામાં આવી હતી. બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ જણાવ્યું હતું કે રાકેશ્વરને કેદમાંથી છોડાવવા અર્થે તેમણે સામાજિક સંગઠન, જનપ્રતિનિધિઓ અને પત્રકારોની મદદ લીધી હતી. તેમણે પજ્ઞશ્રી ધર્મપાલ સૈની, ગોંડવાના સમન્વય સમિતિ અધ્યક્ષ તેલમ બોરૈયા, પત્રકાર ગણેશ મિશ્રા અને મુકેશ ચંદ્રાકર, રાજા રાઠોડ અને શંકરનાં નામ લીધાં હતાં. છેવટે 5 દિવસ પછી રાકેશ્વર સિંહ પરત ફર્યો હતો.
કેદમાંથી છોડવા કરતાં વધુ તેની રીત અચરજ પમાડનારી
રાકેશ્વર સિંહને છોડવાની રીત અચંબામાં મૂકે એવી હતી. નક્સલીઓએ પહેલા જાહેરમાં સભા આયોજી. આ એ જ સ્થળ હતું, જ્યાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પછી ત્યાં બધાં ગ્રામજનોને એકઠા કરીને હાથ બાંધીને જવાનને લવાયો. આ તમામ ઘટનાને કવર કરવા માટે મીડિયાને પણ બોલાવાયા. બે નક્સલી જવાનના હાથ ખોલી રહ્યા હતા. ત્યાર પછી એનો વીડિયો બનાવીને મધ્યસ્થીઓ મારફત જવાનને છોડી મૂકવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમમાં નક્સલીઓ જ ડ્રાઈવિંગ સીટ પર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારે દાવાઓ કર્યા હોવા છતાં આ વિસ્તાર અમારા તાબા હેઠળ છે. જ્યાં સૌથી મોટું ઓપરેશન કરાયું, ત્યાં જ નક્સલીઓએ રોકેશ્વરને કેદમાંથી આઝાદ કર્યો અને સંદેશ આપ્યો હતો કે અહીં રાજ તો નક્સલીઓ જ કરે છે. આને નક્સલીઓની માઈન્ડ ગેમ પણ કહેવાય છે. આ તમામ ઘટનાક્રમમાં સરકાર, પોલીસ, સેનાદળ અને પ્રશાસન બસ એકદર્શક બનીને ઊભું રહ્યું હતું.
નક્સલીઓએ કેવી રીતે મનોવૈજ્ઞાનિક બઢત બનાવી
1) અપહરણ બાદ 4 એપ્રિલે મીડિયાને ફોન કરીને નકસલીઓએ રાકેશ્વરને કેદ કર્યો હોવાની માહિતી આપી. તેમણે કોઈપણ શરત વગર ઈજા નહીં પહોંચાડવાના વાયદા સાથે તેને છોડવાની પણ વાત કરી હતી. નક્સલીઓએ મોરલ ગ્રાઉન્ડ અપનાવવાની કોશિશ કરી હતી. આવું કરીને નક્સલીઓની એ કોશિશ હશે કે તેમની લડાઈ સરકાર સાથે છે, જવાનો સાથે નહીં.
2) ત્યાર પછી વધુ લોકોનું આકર્ષણ મેળવવા નક્સલીઓએ સરકારને મધ્યસ્થીઓનાં નામ જાહેર કરવા માગ કરી હતી.
3)જવાનને કેદમાંથી આઝાદ પણ સરળતાથી અને ખોટી માગ મૂક્યા વગર કરી દીધી હતી, જેથી લોકોમાં એક સારી છાપ ઊભી થઈ શકે.
4) જેવી રીતે સભામાં જવાનને હાથ બાંધીને જનઅદાલત મારફત છોડવામાં આવ્યો, તેથી નક્સલીઓ એવું સાબિત કરવા કોશિશ કરી રહ્યા હતા કે તેમને સરકાર કે તેમની ધમકીભરી યોજનાઓથી જરાય પણ ડર રહેલો નથી.
5) આવું કરીને તેમને માત્ર દેશની સંપ્રભુતાને નહીં, પરંતુ કેન્દ્રની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે.
હોસ્ટેજ પરિસ્થિતિમાં પહેલાં પણ દેશની છબી ખરાબ થઈ હતી
1999માં 5 આતંકવાદીએ ઈન્ડિયન એરલાઈન્સના એક પ્લેનને નેપાળથી હાઈજેક કરી લીધું હતું. આંતકી પ્લેનને કાઢમંડુ, અમૃતસર અને લાહોર બાદ અફઘાનિસ્તાનના કંધાર ખાતે લઈ ગયા હતા, જ્યાં 178 યાત્રીને છોડવાના બદલામાં આતંકીઓએ મૌલાના અઝહર સહિત 3 આંતકીને છોડવા અંગે શરત મૂકી હતી. આંતકવાદીઓને ભારત દ્વારા સ્પેશિયલ પ્લેનમાં અફઘાનિસ્તાન લઈ જવાયા અને જેમાં સરકારના મંત્રીઓ પણ સાથે ગયા હતા. ત્યાર પછી બંધકો તો છૂટી ગયા, પરંતુ ભારતની છબી એક સોફ્ટ સ્ટેટ જેવી બની ગઈ હતી.
9 વર્ષ પહેલાં સુકમા કલેક્ટરનું અપહરણ કર્યું હતું
21 એપ્રિલ 2012માં નક્સલીઓએ બસ્તર સંભાગ વિસ્તારના સુકમાના જિલ્લા કલેક્ટર પૉલ મેનનનું અપહરણ કર્યું હતું. અપહરણ દરમિયાન તેમના 2 SPOની પણ હત્યા કરાઈ હતી. સરકારે નક્સલીઓ સાથે મધ્યસ્થીઓની સહાયતાથી 12 દિવસ ચર્ચાઓ કર્યા પછી કલેક્ટરને તાડમેટલા જંગલના માર્ગેથી આઝાદ કરાયા હતા.
ફરી એકવાર સરકારના નાકની નીચે નક્સલીઓએ CRPFના જવાનને કેદ કર્યો હતો. ત્યાર પછી ઘર્ષણની જ જગ્યા પર સભા આયોજીને જનપંચાયતમાં મીડિયાની હાજરીમાં તેને બંદી માફક લવાયો હતો. મધ્યસ્થીઓને આ જવાન સોંપીને નક્સલીઓએ સરકારને અલગ સંદેશો આપ્યો હોય તેવો આભાસ થાય છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને સેના આનો કેવી રીતે જવાબ આપે છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.