તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર પ્રદેશ:કાનપુરની હૉસ્પિટલમાં કોરોના દર્દીના સગાઓને જૂનિયર ડૉક્ટરોએ દોડાવી-દોડાવીને માર્યા

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં કોવિડ હોસ્પિટલમાં જૂનિયર ડૉક્ટરની દાદાગીરીની એક ઘટના સામે આવી છે. હૈલટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના પરિજનોએ જૂનિયર ડૉક્ટરોને દાખલ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. જે બાદ જૂનિયર ડૉક્ટર ગુસ્સે થઈ ગયાં હતાં અને પરિજનોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. એટલું જ નહીં જૂનિયર ડૉક્ટરોએ પરિજનોના મોબાઇલ પણ ઝૂંટવી લીધાં હતાં. આ ઉપરાંત સ્થળ પર હાજર લોકોએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જેને ડૉક્ટરોએ ડિલિટ કરાવી દીધો હતો. છતાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. મહત્ત્વનું છે કે, જૂનિયર ડૉક્ટરોની દાદાગીરી અંગે સ્થાનિક તંત્રએ મૌન સેવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...