અંતિમસંસ્કાર માટે નહીં મળે આતંકવાદીનો મૃતદેહ:પરિવારની અરજી ફગાવી, SCએ કહ્યું-ભાવનાઓનું સન્માન, પરંતુ એ કાયદેસર નથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના હૈદરપોરમાં સુરક્ષાબળો સાથેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકવાદી આમિર માગ્રેનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આમિરના પિતાએ અરજી કરી માગ કરી હતી કે વિધિવત્ અંતિમસંસ્કાર કરવા તેના દીકરાના મૃતદેહને બહાર કાઢાવા મંજૂરી આપવામાં આવે.

સોમવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બીએસ પારડીવાલાની બેંચે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી એ ન્યાયના હિતમાં છે મૃતદેહના વિઘટન કરવાનો આદેશ આપી શકાય નહીં. કોર્ટે આગળ જણાવ્યું હતું કે આમિરના મૃતદેહનો પ્રશાસન દ્વારા યોગ્ય રીતે અંતિમસંસ્કાર નથી કરવામાં આવ્યો એ વાતનું કોઈ પ્રમાણ નથી.

કોર્ટ ભાવનાઓથી નહીં, કાયદાથી ચાલે છે
બેંચે જણાવ્યું હતું કે આમિરના પિતાની ભાવનાઓનું અમે સન્માન કરીયે છીએ, પરંતુ કોર્ટ કાયદાથી ચાલે છે. વધુ આગળ જણાવતાં કહ્યું- પિતા લતીફને આમિરની કબર પાસે પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવે છે.

હૈદરપોરામાં માર્યા ગયેલા આમિર માગ્રેની માતાએ મૃતદેહની માગ કરી, જેથી પરિવાર અંતિમસંસ્કાર કરી શકે.
હૈદરપોરામાં માર્યા ગયેલા આમિર માગ્રેની માતાએ મૃતદેહની માગ કરી, જેથી પરિવાર અંતિમસંસ્કાર કરી શકે.

15 નવેમ્બર 2021માં એન્કાઉન્ટરમાં આમિર ઠાર મરાયો હતો
હૈદરપોરામાં 15 નવેમ્બર 2021માં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં આમિર અને તેના અન્ય 3 સાથીને ઠાર મરાયા હતા. ચારેયને પોલીસે શ્રીનગરથી 70 કિલોમીટર દૂર હંડવાડામાં દાટ્યા હતા. એન્કાઉન્ટર પછી આમિરના પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

સિંગલ બેંચના નિર્ણયને ડબલ બેંચે બદલ્યો
આ કેસમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની સિંગલ બેંચે મે 2022માં આમિરનો મૃતદેહ બહાર કાઢવાની પરવાનગી આપી હતી, પરંતુ પ્રશાસને તરત જ ડબલ બેંચને અપીલ કરી હતી. હાઈકોર્ટની ડબલ બેંચે સિંગલ બેંચનો નિર્ણય ફેરવી નાખ્યો અને કહ્યું, મૃતદેહ બહાર નિકાળી નહીં શકાય. ત્યાર બાદ અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...