• Gujarati News
  • National
  • Rejecting The Demand To Declare Sanskrit As The National Language, The Supreme Court Told Vanzara...show A Line Spoken In Sanskrit

ભાસ્કર વિશેષ:સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માગ નકારતા સુપ્રીમે વણઝારાને કહ્યું...સંસ્કૃતમાં એક લાઇન બોલી બતાવો

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે અરજી ફગાવતાં કહ્યું કે નીતિગત નિર્ણય, એના માટે બંધારણીય સુધારો જરૂરી

સુપ્રીમકોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા અંગે દાખલ અરજી પર સુનાવણી કરાઈ હતી. કોર્ટે અરજીને ફગાવતા કહ્યું કે આ એક નીતિગત નિર્ણય છે જેના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. પીઆઈએલ પર સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને સંસ્કૃતમાં એક લાઇન સંભળાવવા માટે પણ કહ્યું.

સુપ્રીમકોર્ટમાં નિવૃત્ત બ્યૂરોક્રેટ કે.જી.વણઝારા તરફથી એક અરજી દાખલ કરાઈ હતી. તેમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરીને આ ભાષાનો પ્રચાર કરવાની વાત કરી હતી. તેના પર જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું કે આ નીતિગત નિર્ણયના દાયરામાં આવે છે. તેના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. કોઈ ભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સંસદને રિટ જારી ના કરી શકાય.

બેન્ચે સવાલ કર્યો કે ભારતમાં કેટલાં શહેરોમાં સંસ્કૃત ભાષા બોલાય છે? બીજી બાજુ વણઝારાએ કહ્યું કે તે કેન્દ્ર વતી તેના પર ચર્ચા ઈચ્છે છે અને કોર્ટ તરફથી એક દખલ સરકારના સ્તરે ચર્ચા શરૂ કરવામાં મદદરૂપ થશે. બેન્ચે પૂછ્યું કે શું તમે સંસ્કૃત ભાષા બોલો છો? શું તમે સંસ્કૃતમાં એક લાઈન બોલી શકો છો કે તમારી રિટ અરજીની અપીલનું સંસ્કૃતમાં અનુવાદ કરી શકો છો.? તેના પર નિવૃત્ત બ્યૂરોક્રેટે એક શ્લોક સંભળાવ્યો અને બેન્ચ વતી જવાબ મળ્યો કે આ તો અમે બધા જાણીએ છીએ.

સુનાવણી દરમિયાન વણઝારાએ બ્રિટિશ શાસન દરમિયાન કોલકાતાના સુપ્રીમકોર્ટના પૂર્વ જજના નિવેદનનો હવાલો આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓમાં એક વાત સ્પષ્ટ છે કે સંસ્કૃત માતૃભાષા છે. જ્યારે કોર્ટે કહ્યું કે અમે બધા પણ આવું જ માનીએ છીએ. અમે જાણીએ છીએ કે હિન્દી અને રાજ્યોની અનેક ભાષાના શબ્દો સંસ્કૃતથી આવ્યા છે પણ તેના આધારે કોઈ ભાષાને રાષ્ટ્રભાષા જાહેર ના કરી શકાય.

કોર્ટે કહ્યું સરકાર સમક્ષ જઈને આ વાત કરો
સુનાવણી દરમિયાન અરજદારે કલમ 32નો હવાલો આપ્યો અને કહ્યું કે ટોચની કોર્ટ પાસે આ અંગે ગુંજાઈશ છે અને કેન્દ્રનો મત જાણી ચર્ચા શરૂ કરવી જોઇએ. તેના પર કોર્ટે કહ્યું કે જો અરજદાર આ રીતે રિપ્રેઝેન્ટેશન રજૂ કરવાનો વિચાર ધરાવે છે તો તેમની પાસે આ પ્રસ્તાવ સરકાર સમક્ષ લઈ જવાની આઝાદી છે.

અન્ય સમાચારો પણ છે...