તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Registration Will Begin Sept. 7, Exempting One Thousand Devotees A Day; You Have To Pay Rs 200 For Online Booking

ભસ્મ આરતીમાં ભક્તોને મંજૂરી:7 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે, એક દિવસમાં એક હજાર શ્રદ્ધાળુઓને છૂટ; ઓનલાઈન બુકિંગ પર 200 રૂપિયા ચૂકવવા પડશે

ઉજ્જૈન22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્. - Divya Bhaskar
ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્.
  • 11 સપ્ટેમ્બરથી મહાકાલની ભસ્મારતીમાં સામલે થઈ શકશે શિવભક્તો

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં 11 સપ્ટેમ્બરથી શ્રદ્ધાળુઓ ભસ્મ આરતીમાં સામેલ થઈ શકશે. 7 સપ્ટેમ્બરથી ભસ્મ આરતીનું બુકિંગ શરૂ થઈ જશે. આ સાથે જ એપ કે વેબસાઈટની લિંકની સાથે સાથે ઓફલાઈન વિન્ડો પણ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. ઓનલાઈન બુકિંગ માટે 200 રૂપિયા ચૂકવવા પડશે.

કોરોન સંક્રમણને કારણે 17 માર્ચ 2020થી ભસ્મારતીમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો. દોઢ મહિનાથી કોરોના કાબૂમાં હોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે મહાકાલ મંદિર પ્રબંધ સમિતિએ આ નિર્ણય કર્યો છે. મંદિર પ્રબંધ સમિતિની બેઠક કોઠી રોડ સ્થિત બૃહસ્પતિ ભવનમાં મળી હતી.

કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે ભસ્મ આરતીની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. દેશભરમાં કોઈ પણ સ્થળેથી ઓનલાઈન કે મોબાઈલ એપ પરથી ભસ્મ આરતીમાં સામેલ થવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો.

એક દિવસમાં એક હજાર લોકોને મંજૂરી
બુકિંગ 7 સપ્ટેમ્બથી સવારે 10 વાગ્યાથી શરૂ થશે. મહાકાલ એપ કે મહાકાલ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પરથી જે પહેલાં તેનું પ્રથમ બુકિંગ તે તર્જ પર મંજૂરી આપવામાં આવશે. 850 શ્રદ્ધાળુઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે, જ્યારે 150 શ્રદ્ધાળુ ઓફલાઈન બુકિંગ કરાવી શકશે. ઓનલાઈન બુકિંગ કરાવવા માટે શિવભક્તોએ 200 રૂપિયા ચુકવવા પડશે. ઓનલાઈન વિન્ડોના માધ્યમથી ભસ્મ આરતીમાં સામેલ થનારાઓ પાસેથી કોઈપણ જાતનો બુકિંગ ચાર્જ નહીં લેવાય.

ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશ પર પ્રતિબંધ
ભસ્મારતીમાં હરિઓમ જળ ચઢાવવા માટે શ્રદ્ધાળુઓને મંજૂરી નહીં આપવામાં આવે. ભસ્મારતી દરમિયાન ગર્ભ ગૃહ અને નંદી હોલમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માત્ર કાર્તિકેય મંડપમ અને ગણેશ મંડપમાં જ શ્રદ્ધાળુઓને બેસવાની મંજૂરી રહેશે. મંદિરમાં કોવિડ ગાઇડલાઈનનું પાલન કરતા દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.

મહાકાલ મંદિર પ્રબંધ સમિતિના સભ્યોએ બેઠકમાં આ નિર્ણય લીધો હતો
મહાકાલ મંદિર પ્રબંધ સમિતિના સભ્યોએ બેઠકમાં આ નિર્ણય લીધો હતો

પ્રોટોકોલ દર્શનના 100 રૂપિયા શુલ્કની વ્યવસ્થા પણ 11થી શરૂ થશે
મહાકાલ મંદિરમાં આવતા તમામ VIPને પ્રોટોકોલના દર્શન માટે હવે 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભેટ રકમ ચુકવવી પડશે. આ વ્યવસ્થાપણ 11 સપ્ટેમ્બરથી મંદિર સમિતિ શરૂ કરશે. બેઠકમાં કલેક્ટર આશીષ સિંહ, મહાકાલ મંદિરના પ્રશાસક નરેન્દ્ર સૂર્યવંશી, મહાનિર્વાણી અખાડાના મહંત વિનીત ગિરિ, પ્રદીપ ગુરુ, આશીષ શર્મા, દીપક મિત્તલ, નિગમાયુક્ત ક્ષિતિજ સિંઘલ, વિકાસ પ્રાધિકરણના CEO સુજાનસિંહ રાવત સહિતના લોકો હાજર હતા.