તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Regarding Vasundhara Raje's Silence, Union Minister Gajendra Singh Said Sometimes The Voice Of Silence Is More Than Words

રાજસ્થાનની રાજકીય ખેંચતાણ:વસુંધરા રાજેના મૌન અંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહે કહ્યું- મૌનનો અવાજ ક્યારેક શબ્દોથી પણ વધારે હોય છે

જયપુર2 મહિનો પહેલા
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ફાઇલ
  • શેખાવતે કહ્યું- ગેહલોત તેમના દીકરાની લોકસભા ચૂંટણીની હારને પચાવી નથી શક્યા
  • લોકસભા ચૂંટણીમાં શૈખાવતે વૈભવ ગેહલોતને 2.74 લાખ વોટથી હરાવ્યા હતા.

અત્યારે રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના મૌન અંગે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે ક્યારેક ક્યારેક મૌનનો અવાજ શબ્દોથી પણ વધારે હોય છે. ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં શેખાવતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની સ્ક્રિપ્ટ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતે લખી છે. આમ તેઓ અંદર અને બહારના વિરોધીઓને નિશાને લેવા માંગે છે.

ગેહલોત દીકરાની હારને પચાવી નથી શકતા
શેખાવતે કહ્યું કે મેં લોકસભા ચૂંટણીમાં ગેહલોતના દીકરાને હરાવ્યો હતો. આ હકીકત મુખ્યમંત્રી પચાવી શકતા નથી. તેથી મને નિશાન બનાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં વૈભવ ગેહલોતને 2.74 લાખથી પણ વધુ વોટથી હરાવ્યા હતા. ગેહલોતે શેખાવત પર આરોપ લગાવ્યો હતો કે તેઓ રાજસ્થાન સરકારને પાડવાના ષડયંત્રમાં સામેલ છે.
શેખાવતે કહ્યું કે રાજસ્થાનના રાજકીય સંક્ટમાં ભાજપનો કોઇ હાથ નથી. તે ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની લડાઇ છે. ગેહલોત અને પાયલટ સહિત અુક લોકો કોંગ્રેસથી નિકળવા માંગે છે. તેથી ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે.

બેનીવાલના આરોપ બાદ વસુંધરાએ મૌન તોડ્યું હતું
ગેહલોત-પાયલટની લડાઇ ખુલીને સામે આવ્યા બાદ રાજસ્થાન ભાજપના નેતાઓ ખુલીને બોલી રહ્યા હતા પરંતુ વસુંધરા રાજે મૌન હતાં. એક અઠવાડિયા બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે અમુક લોકો રાજકીય ઘટના અંગે ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નાગૈરના સાંસદ હનુમાન બેનીવાલના આરોપ બાદ વસુંધરાનો જવાબ આવ્યો હતો. બેનીવાલે કહ્યું હતું કે રાજે પોતે ગેહલોતની મદદ કરી રહ્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો