• Home
  • National
  • Regarding the anti India statement, party leaders said the allegations were baseless and Oli would resign

નેપાળના PM મુશ્કેલીમાં / ભારત વિરોધી નિવેદન વિશે પાર્ટી નેતાઓએ કહ્યું- આરોપ પાયાવિહોણા, ઓલી રાજીનામુ આપે

Regarding the anti-India statement, party leaders said the allegations were baseless and Oli would resign
X
Regarding the anti-India statement, party leaders said the allegations were baseless and Oli would resign

  • મંગળવારે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે NCPના નેતાઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
  • પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રચંડ સહિત દરેક સીનિયર લીડર્સે વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 11:30 AM IST

કાઠમાંડૂ. ભારત પર સરકાર તોડી પાડવાનો આરોપ લગાવ્યા પછી નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ખુરશી જોખમમાં છે. મંગળવારે NCP પાર્ટીના તમામ સીનિયર લીડર્સે વડાપ્રધાનને તુરંત રાજીનામુ આપવા કહ્યું છે. ઓલીએ ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની અસર દેખાઈ નહતી.

ઓલી પર આરોપ છે કે, તેમની સરકારના ખરાબ વલણના કારણે ચીને નેપાળની ઘણી જમીન પર કબજો કરી લીધો છે. તેમના પર ભારત સાથે સંબંધો ખરાબ કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

દહલે કહ્યું- પહેલાં ઓલી રાજીનામું આપે
નેપાળના ન્યૂઝ પેપર ધી હિમાલયન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ દરમિયાન ઓલી એકલા પડી ગયા હોય તેવું લાગતું હતું. પાર્ટી ઉપાધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડે કહ્યું કે, આ સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબીત થઈ છે. વડાપ્રધાને ફરી એક વાર ભારત વિરોધી કાર્ડ રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમુક નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ઓલી તેમની નિષ્ફળતા છુપાવવા ખોટો રસ્તે જઈ રહ્યા છે અને લોકોનું ધ્યાન ડાઈવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દરેક મોટા નેતા એકજૂથ થયાં
NCPના તમામ મોટા નેતા આ મીટિંગમાં હાજર રહ્યા હતા. માધવી કુમાર નેપાલ, ઝાલાનાથ ખનાલ અને બામદેવ ગૌતમ જેવા સીનિયર્સ લીડર્સે પ્રચંડની માંગનું સમર્થન કરીને ઓલીને રાજીનામું આપવા કહ્યું છે. આ નેતાઓએ કહ્યું છે કે, વડાપ્રધાન પદની ગરીમા હોય છે. ઓલીએ જે પ્રમાણેના આરોપ ભારત પર લગાવ્યા છે, તે પછી તેમને પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તે સંસંદના સન્માન વિરુદ્ધ છે. નેતાઓએ કહ્યું- વડાપ્રધાન કોઈ પણ પૂરાવા વગર આરોપ લગાવી રહ્યા છે. તે સહન કરી શકાય તેમ નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી