તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Refund Made To 1574 Passengers Due To Delay Of Tejas, IRCTC Had To Pay Rs 3 Lakh 93 Thousand 500

2 વર્ષમાં પ્રથમ વખત તેજસ મોડી:અઢી કલાક ટ્રેન મોડી પહોંચી તો 1574 યાત્રીઓએ રિફન્ડ માગ્યું, IRCTCએ દરેકને 250-250 રિફન્ડ આપ્યું

લખનઉ(ઉત્તરપ્રદેશ)23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક કલાક ટ્રેન મોડી હોવા પર 100 રુપિયા રિફ્ન્ડ કરવાનો નિયમ છે
  • ટ્રેન મોડી હોવા પર પેસેન્જરને મેસેજ મળે છે

દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ બે વર્ષોમાં પહેલી વખત મોડી પડી છે. 21 ઓગસ્ટે લખનઉ જંક્શનથી ટ્રેન સમયસર નીકળી હતી પરંતુ દિલ્હી પહોંચતા-પહોંચતા અઢી કલાક મોડી પડી ગઈ. તેનું કારણ દિલ્હીમાં વરસાદના કારણે સિગ્નલ ફેઈલ હોવાથી અને યાર્ડમાં પાણી ભરાઈ જવાના લીધે બતાવામાં આવી રહ્યુ છે.

નિયમ પ્રમાણે આ ટ્રેનના મોડી હોવા પર મુસાફરોને રિફન્ડ મળતું હોય છે. તેથી ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટૂરિઝમ(IRCTC)એ રિફન્ડ માટે ક્લેમ કરનારા 1574 પેસેન્જર્સને મંગળવારે વ્યક્તિ દીઢ 250 રુપિયા એમ કરીને ટોટલ 3,93,500 રુપિયાની ચૂકવણી કરી છે.

દેશમાં તેજસ બે રૂટ પર ચાલે છે
વિમાન જેવી સુવિધાઓ ધરાવનારી તેજસ એક્સપ્રેસ ઓગસ્ટ 2019માં શરુ કરવામાં આવેલી. આ ટ્રેન કોરોનાની બીજી લહેરમાં 4 એપ્રિલે બંધ કરી દેવામાં આવી. તે પછી 7 ઓગસ્ટે ફરીથી શરુ કરવામાં આવી. આ ટ્રેન લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈ રુટ પર દોડે છે.

તેજસ દેશની પહેલી ટ્રેન છે, જેના મોડા પડવા પર યાત્રીઓને રિફંડ મળે છે. IRCTCનો નિયમ છે કે જો ટ્રેન બે કલાકથી વધુ મોડી પડે તો દરેક પેસેન્જરને 250 રુપિયા રિફંડ કરવામાં આવશે. એક કલાક ટ્રેન મોડી હોવા પર 100 રુપિયા રિફન્ડ કરવાનો નિયમ છે. IRCTCએ આજ હિસાબથી યાત્રીઓને 250-250 રુપિયા તેમના બુકિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે.

ટ્રેન મોડી હોવા પર પેસેન્જરને મેસેજ મળે છે
પૂર્વોત્તર રેલવેના મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક અજીત કુમાર સિન્હાએ જણાવ્યુ કે તેજસમાં યાત્રા કરનાર પેસેન્જર્સને ટ્રેન મોડી પડે તો એક મેસેજ મોકલવામાં આવે છે. તેમા એક મેઈલ ID હોય છે, જેમાં યાત્રી રિફન્ડ માટે ક્લેમ કરી શકે છે.

21 ઓગસ્ટે ટ્રેન મોડી હોવા પર કુલ 1574 યાત્રીઓએ ક્લેમ કર્યો હતો. તેમનું રિફન્ડ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે તેજસના સંચાલનમાં ટેકનીકલ ખરાબી ન આવે તે માટે ટ્રેક પર સતત મોનિટરિંગ કરવામાં આવતુ હોય છે. તે સર્વિલાંસને વધુ મજબૂત કરવામાં આવે છે.

બુકિંગ સાથે વધે છે ભાડું
તેજસમાં ફ્લેક્સી ફેયર સ્કીમ લાગૂ છે, એટલે કે સીટોની બુકિંગ હોવાની સાથે જ તેનું ભાડુ વધારવામાં આવે છે. દિલ્હી સુધી ચેયર કારની બેઝ પ્રાઈસ 1,125, એક્ઝીક્યૂટિવ ક્લાસની બેઝ પ્રાઈસ 1,280 રુપિયા અને એક્ઝીક્યૂટિવ ચેયર કારના 2,450 રુપિયા છે.

અન્ય સમાચારો પણ છે...