• Gujarati News
  • National
  • Reducing The Security Of Four Former Chief Ministers Of Jammu And Kashmir, Including Farooq Abdullah, Will Remove SSG Security

મોટો નિર્ણય:ફારુક અબ્દુલ્લા સહિત જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની સુરક્ષામાં ઘટાડો, SSG સુરક્ષા દૂર થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ગુલામનબી આઝાદ, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને SSGની સુરક્ષા મળતી હતી - Divya Bhaskar
જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ગુલામનબી આઝાદ, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને SSGની સુરક્ષા મળતી હતી

જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની સુરક્ષામાં તહેનાત સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)નું કવર હટાવી દેવામાં આવ્યું છે. હાલ જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ગુલામનબી આઝાદ, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને SSGની સુરક્ષા મળતી હતી. પરંતુ હવે જમ્મુ કાશ્મીર સરકારે વર્ષ 2000માં બનેલા આ આખા યુનિટને ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

હવે સુરક્ષાની જવાબદારી DSP રેન્કના અધિકારીઓની
અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય સુરક્ષા સમીક્ષા સમન્વય સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. આ તે ગ્રુપ છે જે જમ્મુ કાશ્મીરમાં મહત્વપૂર્ણ નેતાઓની સુરક્ષાની દેખરેખ કરે છે. પહેલાં આ વીવીઆઈપી લોકોની સુરક્ષા DIG, SSP રેન્કના અધિકારીઓ જોતા હતા પરંતુ હવે તેમની સુરક્ષા DSP રેન્કના અધિકારી જોશે.

SSGને હવે નવી જવાબદારી સોંપાશે
જો કે અધિકારીઓનું માનવું છે કે SSGનું કદ ઘટાડવા અંગે ફરીથી વિચાર કરવામાં આવી રહ્યો છે. કેમકે પોલીસ દળના કેટલાંક વિશેષજ્ઞોનું માનવું છે કે તેનાથી એલીટ યુનિટની તૈયારીઓમાં અડચણ આવી શકે છે. SSGને હવે નવી જવાબદારી આપવામાં આવશે, જેમાં તેમને હાલના મુખ્યમંત્રી અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે.

ફારુક-આઝાદની ઝેડ પ્લસ સુરક્ષા યથાવત
જમ્મુ કાશ્મીર પ્રશાસનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે શ્રીનગરમાં અનેક આતંકી ઘટનાઓ ઘટી છે. ગુલામનબી આઝાદને બાદ કરતા બાકી તમામ પૂર્વ મુખ્યમંત્રી શ્રીનગરમાં જ રહે છે. જો કે ફારુક અબ્દુલ્લા અને આઝાદને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) જેને બ્લેકકેટ કમાન્ડો પણ કહેવાય છે તેની સુરક્ષા મળતી રહેશે. આવું એટલા માટે કેમકે બંને નેતાઓને સરકાર દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા મળી છે.

અન્ય સમાચારો પણ છે...